અજમાવી જૂઓ - મીનાક્ષી તિવારી
પપૈયાના ગરમાં ચંદન અને સંતરાની સૂકી છાલનું મિશ્રણ ભેળવી ચહેરા પર લગાડવાથી ડાઘ-ધાબા આછા થાય છે તેમજ ત્વચા નિખરે છે.
નાસપતિના રસનું થોડા દિવસ સુધી નિયમિત સેવન કરવાથી ત્વચાની શુષ્કતા દૂર થઇને કોમળ થાય છે તથા સ્નિગ્ધતા વધે છે.
આંખની નીચે અણવાંચ્છિત વાળ હોય તો ચણાના લોટ-દૂધની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી સુકાઇ જાય બાદ ધીરેધીરે રગડીને કાઢવી. નિયમિત કરવાથી ફાયદો થાય છે.
હાથ-કાળા ભદ્દા અને સખત હોય તો તેના પર નિયમિત મલાઇ,માખણ અથવા જૈતૂનથી માલિશ કરવું. લીંબુના રસમાં સાકર ભેળવી હાથ પર સાકર ઓગળે ત્યાં સુધી લગીડવૂ. નિયમિત કરવાથી હાથ કોમળ થાય છે ત્વચા નિખરે છે.
સાંંવલી સ્કિન પણ બહુ સમસ્યા ઊભી કરે છે. ગોરા દેખવા દરેક યુવતી ઇચ્છે છે. રોટલીનો ચૂરો કરી દૂધમાં ભેળવી ઘોલ બનાવી પૂરા ચહેરા તથા ગરદન પર લગાડવો. સુકાઇ જાય બાદ હળવે હાથથી રગડી દૂર કરવો. નિયમિત કરવું,
સ્નાન વખતે પાણીમાં જૈતૂનના તેલના થોડા ટીપાં ભેળવવાથી ત્વચા રૂક્ષ નથી થતી.
લીમડાના પાન વાટી વાળમાં લગાડવાથી જૂ અને ખોડાની તકલીફ દૂર થાય છે. અને વાળ રેશમ જેવા મુલાયમ થાય છે.
જાસવંતના પાનને મિકસરમાં વાટી વાળ ધોવા. શેમ્પૂનો ઉપયોગ ન કરવો તેનાથી વાળ ચમકીલા થાય છે.
આંબાના પાનને વાટી જવના લોટમાં ભેળવી લુગદી બનાવી ચહેરા પર લગાડવાથી ચહેરો ચમકીલો થાય છે. અને ડાઘ-ધાબા દૂર થાય છે.
ઇંડાનો પેક વાળ માટે કુદરતી કંડિશનર સાબિત થાય છે તેનો ઉપયોગ ફાયદાકારક છે.
ગાજરના રસમાં થોડા ટીપાં મધના ભેળવી હેન્ડ સ્ક્રબનો ઉપયોગ કરી ૧૫ મિનિટ સુધી આ પેક લગાડી રાખી હુંફાળા પાણીથી ધોવું.
હળદર,દૂધ,મલાઇ તથા ચંદન ભેળવી ઉબટન લગાડવાથી ત્વચા કોમળ થાય છે.
ઓવનનો ઉપયોગ ન કરતાં હોઈએ ત્યારે તેમાં થોડા લવિંગ તથા હળદર ભભરાવી રાખવાથી ઓવનમાં જીવાત નહીં થાય.