Magazines

સત્ય ધર્મનું, આત્મધર્મનું -સ્વધર્મનું - અંતિમ સત્ય

By GS TEAM
11 Feb 20262 mins read
સત્ય ધર્મનું, આત્મધર્મનું -સ્વધર્મનું - અંતિમ સત્ય

- આપણે જે માયામાંથી છૂટવાનું છે, તે અજ્ઞાનની માયામાંથી છૂટવાનું છે. જીવનમાં અજ્ઞાન એમ માની લે છે કે બધા જ પદાર્થો અલગ અલગ રૂપે અસ્તિત્વમાં છે

પરમાત્મા પોતે જે પરિસ્થિતિઓ દ્વારાપોતાનું પ્રાગટય રચે છે, તે પરિસ્થિતિઓમાંથી તેતો સદાય મુક્ત જ હોય છે, માયાનો અર્થ આટલો જ છે, આપણે પરમાત્મા વિષે જે કઈ વિચાર કરીએ છીએ યાતો આ જગતમાં જે કઈ જોઈએ છીએ, તે દ્વારા તે કોઈપણ રીતે  બધાયેલો અટવાય ગયેલો કે મર્યાદિત બનેલો નથી, એટલું જાણો તે પૂર્ણ રૂપે સ્વતંત્ર છે.

આપણે જે માયામાંથી છૂટવાનું છે, તે આ અજ્ઞાનની માયામાંથી જ છૂટવાનું છે જીવનમાં અજ્ઞાન એમ માની લે છે કે બધા જ પદાર્થો અલગ અલગ રૂપે અસ્તિત્વમાં છે, એ પદાર્થો પરમાત્મ પોતે નથી, ચૈતન્ય નથી, એ અજ્ઞાન અમર્યાદિત પરમાંત્માને, સાચે સાચ મર્યાદાબદ્ધમાંની લે છે તે જ ભૂલ છે.

પરમઆત્મા સર્વ પદાર્થોને પોતાની અંદર એને ઈચ્છા થાય ત્યારે સકેલી લઈ શકે છે અને જ્યારે પાછી ઈચ્છા થાય ત્યારે તેમને બહાર પણ સર્જી શકે છે. આમ એક દ્રષ્ટિએ જોતાં સર્વ પદાર્થો પરમાત્મા સાથે એક રૂપ જ છે બીજી દ્રષ્ટિએ જોતાં તેઓ એક રૂપ હોવા છતા ભિન્ન છે અને વળી ત્રીજી દ્રષ્ટિથી જોતાં તેમાંથી હમેશા ભિન્નરૂપે જ છે કારણ કે સધળા પરમાત્માની અંદર તેની ઇચ્છા અનુસાર પ્રગટ અથવા અપ્રગટ રૂપે હંમેશા વિદ્યમાન રહેલ છે આમ જુદા જુદા દ્રષ્ટિ બિંદુઓ અંગે વાદવિવાદ કરવામાં કશો જ લાભ નથી.

પરમાત્માનું તમારા અંતરમાંથી તમોને એક વાર દર્શન થઇ જાય ત્યાં લાગી જરા થોભી જાવ અને આંતર સાધના શરૂ જ રાખો, આમ આંતર સાધના દ્વારા શુધ્ધ અંતરમાંથી  જ  પરમાત્માનું  દર્શન થવા દ્યો  પછી કોઈ ચર્ચા વાદવિવાદ કે કોઈ ધર્મનું  અનુસરણ બચશે નથી રેવાજ પામશે નહિ તમો જ પરમાત્મ સ્વરૂપ બની રહેશો ને જીવનની જીવનમાંથી જ પૂર્ણતા પ્રાપ્ત કરી જીવન જીવશો અને આંતર ભાવોથી મુક્ત થશો એજ મુક્તિ  છે, એજ જીવન ચક્રમાંથી બહાર નીકળી જવું છે, આજ સાચું જ્ઞાન.

- તત્વચિંતક વી. પટેલ