Magazines

સત્ય ધર્મનું, આત્મધર્મનું -સ્વધર્મનું - અંતિમ સત્ય

By GS TEAM
28 Jan 20262 mins read
સત્ય ધર્મનું, આત્મધર્મનું -સ્વધર્મનું - અંતિમ સત્ય

- જીવનમાં જ્યાં અહકાર અને તૃષ્ણા ગાયબ ત્યાં તમામ પાપોનું ધોવાણ થઈ જ  જાય છે, એ સંશય વિનાની હકીકત છે, પરમાત્મ સ્વરૂપતા એ જપરમ શુધ્ધતા છે

કોઈપણ ધર્મ અસ્તિત્વ જ ત્યાં સુધી છે, જયાં  સુધી માણસ પોતે જ  પોતાની અંદર ઉતરી સાક્ષી ભાવમાં સ્થિત થઈને પોતાને  જોતો નથી,  પોતાને જાણતો નથી, પોતાને સમજતો નથી, ત્યાં સુધીન જ ધર્મની હયાતી છે, જ્યાં આંતર સાધના દ્વારા સાક્ષી ભાવમાં સ્થિત થયો એટલે આંતર સાધનાનો છેડો આવી ગયો, તેનાથી આગળ કોઈ સાધનામાં ગયો નથી, અને જઈ પણ શકાતું જ નથી, ત્યાં તો તે  પરમતત્વ પરમાંત્મા. જ બની ગયો હોય છે, ત્યાં પછી તેને માટે  કોઈ ધર્મ બચતો જ નથી, આમ ધર્મ વિહીનતા એજ પૂર્ણ પણે પૂર્ણતા અને એજ પરમ વિશાળતા.

માણસ  પોતાને સમજી લે છે, અને સાક્ષી ભાવમાં સ્થિત થાય છે, પછી ત્યાં પાપ નથી, ત્યાં પુણ્ય નથી ત્યાં સાધના જ નથી રહેતી, ત્યાં મન પણ નથી, જેણે મનથી   જોયું એ પહોંચ્યો જ નથી, સાક્ષી ભાવે જોયું એજ પહોંચ્યો છે, એટલું જાણો કોઈનું માનો નહિ.સ્વતંત્ર શુદ્ધ એકાગ્ર ચિત્ત દ્વારા એક વખત આંતર સાધના દ્વારા  પરમાંત્મા વિષે પૂર્ણ  પોતાને જ્ઞાાન થઇ જવા દ્યો પછી કોઈ ચર્ચા વિવાદ કરવાની જરૂરજ પડશે નહિ કે જરુંર જ રહેશે નહિ.  આમ તમારે માત્રને માત્ર આજના ધર્મે સ્વાર્થ સાધવા માંટે જ  ઊભા કરેલા બધાજ પ્રકારના ભય ભ્રમ અને ભ્રમજાળથી જ મુક્ત થવાનું છે, અને અભય બની, પરમ ચેતનાની જાગૃતતા અને સભાનતામાં સ્થિત રહેવાનું છે, ત્યાં જ પરમાંત્મા સદાય હાજર છે. ત્યાં પછી કઈ બચતું જ નથી, એ જ પૂર્ણતા જીવનમાંથી જ જીવનનું સત્ય મળી જવું છે, આજ પરમાત્મ સ્વરૂપતા છે. આમ પરમઆત્મા એક જ છે,  પરંતુ  તે પોતાના એકત્વથી બંધાયેલો નથી, આપણે જોઈએ છીએ કે એ એક સ્વરૂપી પરમાત્મા અહી અનેક રૂપે હંમેશા પોતાનો આવિર્ભાવ રચી રહ્યો છે, એનેક રૂપે બને છે, તે પોતે લાચાર થઈને નહિ પણ એમ થવાનો તેને પોતે જ સંકલ્પ કર્યો હોય છે, આમ આવિર્ભાવથી બહાર જઈને તમો તેને સમજવા જશો તો ત્યાં તે અનિર્દેશ્ય છે, ત્યાં તેની વ્યાખ્યા થઈ શકે તેમ નથી.  (ક્રમશ:)

- તત્વચિંતક વી પટેલ