Magazines

વાનગીને સ્વાદિષ્ટ કરતી ટિપ્સ

By GS TEAM
2 Feb 20263 mins read
વાનગીને સ્વાદિષ્ટ કરતી ટિપ્સ

સ્વાદિષ્ટ ખાવાનું સહુને પસંદ છે. રસોઇ કરવી એ પણ કળા છ.સ્વાદિષ્ટ વાનગીઓનીે રાંધણકળાથી ફક્ત પેટ જ નથી ભરાતું પણ સંતોષ પણ મળે છે.રસોઇ કરતી વખતે નાની-નાની બાબતો પર ધ્યાન આપવાથી વાનગીનો સ્વાદ વધે છ.ે 

ચણાના પકોડા બનાવતી વખતે તેમાં મેથી, કોથમીર, ઝીણા સમારેલા ટામેટા, કાંદા અને બાફેલા બટાકાના ટુકડા ઉમેરવા તેમજ ઓછા તીખા મરચા ઝીણા ઝીણા સમારીને નાખવા. ચણાના લોટના મિશ્રણમાં ચપટી ખાવાનો સોડા નાખવો અને વધુ ઘટ્ટ રાખવું નહીં. 

દાળ ઢોકળીને થોડી પાતળી દાળમાં મસાલો કરવો અને ઢોકળીને નાખી કુકરમાં ત્રણ સીટી મારવી. કુકર ખોલી વઘાર કરવો. ઢોકળી સેકેલી નાખવી. ઢોકળી માટેની રોટલીને અધકચરી સેકી લેવી અન ેતેના ટુકડા કરીને ઉપયોગમાં લેવી જેથી ઢોકળી એકબીજા સાથ ેચોંટી નહીં જાય. સ્વાદ અને દેખાવ વધારવા માટે દાળ ઢોકળીમાં સીંગદાણા, કાજુ તેમજ દ્રાક્ષ નાખી શકાય છે. એટલુ ંજ નહીં બટાકાના છુંદામાં મીઠું,આદુમરચા અને લીંબુ નાખી તેની નાની-નાની ગોટીઓ વાળી ઢોકળીના લોટમાં કચોરી જેવી કરીને દાળમાં ઉકાળી લેવી. 

ગ્રેવીનો સ્વાદ વધારવા માટે કાંદા સાંતળતી વખતે તેમાં અડધી નાની ચમચી સાકર ઉમમેરવાથી ગ્રેવીનો રંગ ્અને સ્વાદ વધે છે. 

પૂરીને વળીને ૧૦ મિનીટ ફ્રિજમાં રાખી દેવાથી પુરી તળવાથી વધ ુતેલવાળી નહીં થાય. 

ઉપમા બનાવવામાં રવા કરતાં ત્રણ ગણું પાણી અથવા પાતળી છાશ ઉમેરવાથી ઉપમા સારો થાય છે. 

કોઇ પણ ગ્રેવીમાં તેલ અથવા ઘી વધુ થઇગયેલું જણાય તો તેને થોડી વાર માટે ફ્રિજમાં રાખી દેવું. જેથી ઉપર તેલ જામી જશે અને તેને સરળતાથી  કાઢી લેવું.

ક્રીમી અને રિચ ગ્રેવી બનાવવા માટે કાંદા, ટામેટા, આદુ, લસણ સાથે કાજુના ટુકડા ઉમેરવા. કાજ ુટુકડાને પાંચથી સાત મિનીટ ઉકાળી લેવા. ટામેટાને હલકા બાફી તેની છાલ ઉતારીને બધુ સાથે જ મિકસરમાં વાટી લેવું. 

ઢોકળા  તેમજ હાંડવાના આથામાં દહીંની સાથેસાથે થોડી મલાઇ ભેળવવાથી ઢોકળા વધુ    સોફ્ટ થાય છે. 

બટાકાની પાતળી ચીરીઓ કરી તેને થોડી વાર બરફવાળા પાણીમાં રાખીને તળવાથી ફ્રેન્ચફ્રાઇઝ ક્રિસ્પી થાય છ.ે 

મેથી તેમજ દૂધીના મૂઠિયામાં ઘઉં, ચણાના લોટ અને રવાનું મિશ્રણ કરવાથી મૂઠિયા સ્વાદિષ્ટ થાય છે. 

રગડા પેટીસને પેટીસને તેલમાં સેકવાની બદે ઘીમાં સેકવીથી ટીકીનો સ્વાદ અને સોડમ વધી જાય છ.ે રગડો પાતળો રાખવો અને તેમાં ચટણીઓ તેમજ કાંદા તેમજ સુકો મસાલો નાખીને ખાવાથી સ્વાદિષ્ટ થાય છે. 

ઘણી વખત શાક બનાવતી વખતે બળી જતું હોય છે અને તેની દુર્ગંધ શાકમાં બેસી જતી હોય છે. તેને દૂર કરવા માટે શાકમાં બે ચમચા દહીં ભેળવી દેવુ શાક સ્વાદિષ્ટ થઇ જશે. 

ભરેલું શાક બનાવતી વખતે મસાલામાં સીંગદાણાનો કરકરો ભુક્કો નાખી દેવો. 

મેથીના તળેલા મૂઠિયાના લોટમાં સાકરના સ્થાને થોડો ગોળ ભેળળવાથી મૂઠિયાનો સ્વાદ વધે છે. 

વધેલી ગ્રીન ચટણનો રંગ ઘેરો થઇ ગયો હોય તો તેમાં એક નાની ચમચી દહીં ભેળવી દેવું. 

ઇડલી-ઢોસાનો આથો ખાટો થઇ ગયો હોય તો તેમાં થોડું નારિયેળ દૂધ ભેળવી દેવું. 

રાયતામાં ખટાશ ન થાય માટે ખાતી વખતે  જ તેમાં મીઠું ભેળવવું તેમજ લંચમાં સાથે લઇ જતી વખતે તેમાં એકાદ-બે ટુકડા રાયતનાના પ્રમાણ અનુસાર બરફના ટુકડા મુકી દેવા.

દહીંપુરીના દહીંને વલોવી તેમાં પાણીના સ્થાને બરફના નાના-નાના ટુકડા મુકવાથી દહીં પાતળું તેમજ ખાટું નહીં થાય.

ભીંડાને વધુ સમય સુધી તાજા રાખવા માટે   ભીંડા પર સરસવ તેલ લગાડી દેવું.

પનીરને મુલાયમ તેમજ તાજુ રાખવા માટે  હુંફાળા પાણીમાં ચપટી મીઠું ઉમેરી ૧૦ મિનિટ સુધી રાખવું.

- મીનાક્ષી તિવારી