Magazines

'મોનસુન વેડિંગ' માટેની ટિપ્સ .

By GS TEAM
15 Jul 20252 mins read
'મોનસુન વેડિંગ' માટેની ટિપ્સ                                                                 .

વરસાદી મોસમમાં માનુનીઓએ ચહેરા પર મેકઅપનો પ્રયોગ કરતા પહેલા થોડી સાવચેતી રાખવી જરૂરી છે. જે માટેની કેટલીક ટિપ્સ આ રહી...

ચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ત્વચાના રોમછિદ્રો ખુલ્લી જાય છે. એટલા માટે જ મેકઅપનો પ્રયોગ કરતા પૂર્વે ત્વચાને વ્યવસ્થિત સાફ કરીને મોઈશ્ચરાઈઝ કરો. મેકઅપ કરવાના એક દિવસ પહેલાં એક્સફૌલિએશન અથવા સ્ક્રબિંગને તમે અપનાવી શકો છો. જેનાથી ચહેરા પરની મૃત ત્વચા નીકળી જશે અને ત્વચા તરોતાજા અને ચમકિલી બનશે.

ચોમાસામાં લોંગ લાસ્ટિંગ અને વોટરપ્રુફ મેકઅપ કરવો હિતાવહ છે. જેથી મેકઅપ પરસેવા કે પાણીને કારણે એલળી ન જાય.

ડ્રાઈ સેન્સિટિવ, ઓઈલી, ડિહાઈડ્રેટેડ, કોમ્બિનેશન, મેચ્યોર આમાંથી તમારી ત્વચાનો પ્રકાર જાણીને એ પ્રમાણે મેકઅપનો પ્રયોગ કરો. ચોમાસામાં ત્વચાને હાઈડ્રેટ રાખવી એટલે કે ત્વચાની નમી જાળવી રાખવી જરૂરી છે જેના માટે તમે લસ્સી,  નારિયેળ પાણી તેમજ સાદા પાણીનું પૂરતા પ્રમાણમાં સેવન કરી શકો છો. તેમજ ચા-કોફીનું સેવન બને એટલું ઓછું કરો.

મેકઅપ કરવાની શરૂઆત કરતાં પહેલાં ચહેરા પર પ્રાઈમર લગાવો. જેનાથી મેકઅપ લાંબો સમય ટકી રહેશે.  જો તમારી ત્વચા તૈલિય અથવા તો પરસેવો વધુ વળતો હોય તો તમે ત્વચા પર બરફ ઘસીને કોલ્ડ કમ્પ્રેશન લઈ શકો છો. પ્રાઈમ બેસ લગાવ્યા બાદ વોટર પ્રુફ ફાઉન્ડેશન અથવા સિલિકોન બેસ એયરબ્રશ ફાઉન્ડેશન લગાવો. આઈ મેકઅપ માટે મેટેલિક, શિમર, મેટ આઈશેડો પસંદ કરો. જે 'મોનસુન વેડિંગ' માટે ઉચિત વિકલ્પ છે.

મેકઅપ કર્યા બાદ મેકઅપ ફિક્સર સ્પ્રે લગાવવાનું ન ભુલો. જે બજારમાં તમને સરળતાથી મળી રહેશે અને એનો ઉપયોગ કરવો પણ સરળ છે. સ્પ્રેને ચહેરાથી છ ઈંચ દૂર રાખીને સ્પ્રે કરો. સ્પ્રે મેકઅપને લોક કરીને રાખશે. જેથી ચહેરા પર મેકઅપ લાંબો સમય સુધી ટકી રહેશે.

આજકાલ હળવા આભુષણો ફેશનમાં છે. ચોમાસાની ઋતુમાં લગ્ન હોય તો ફ્લોરલ વુડેન અથવા ફ્યુઝનવાળા નેકપિસ પસંદ કરો. તમે ઈચ્છો તો મેટલનું કોઈ હળવું નેકલેસ પણ પહેરી શકો છો.

'મોનસુન વેડિંગ' માં હેરમાં કર્લ કરવાથી બચો. પરસેવો કે પાણીને કારણે હેરસ્ટાઈલ   વિખરાઈ જવાની શક્યતા  રહે છે. એના બદલે પફ, ક્રોસ બ્રૈડ્સ, સાઈડ ફ્રેન્ચ જેવી હેરસ્ટાઈલ પસંદ કરો.