મૃત્યુને જીવનનુ નામ આપતા હોય તેઓ ક્યારેય મુક્ત થઈ શકવાના નથી

- અહંકાર રહિત થઈને જીવો બસ જરુંર આંતરભાવોથી મુક્તિ સુધી પહોંચશો જ જો તમારું સત્ય નહિ પહોંચડે તો શું અસત્ય અને મદારિયોની વાતો તમોને પહોંચાડી શકશે?
આજે બાહ્ય ધર્મોના બાહ્યાચારોનું જ પાલન અને અનુસરણ કરનારા અને માત્ર મોક્ષના વિચારનું રટણ કરનારા પોપટ જીવિયો તો મૃત આત્માઓ જ છે, આ લોકો તો મૃત્યુનું જ અનુસરણ કરતાં હોય છે, જેઓ મૃત્યુને જ તેઓ જીવનનુ નામ આપતા હોય છે, તેઓ ક્યારેય મુક્ત થઈ શકવાના જ નથી કે આંતર ભાવોથી મુક્ત થઈ જ શકવાના નથી.
આપણાં જીવનની સઘળી પરિસ્થિતિમાં સફળ નીવડે એવો ડોક્ટર આપણી અંદર જ રહેલો છે, તેનું નામ છે, આત્મા અંતર સાધના કરી તેના શરણે જાય છે અને એને વશ વર્તિને માણસ જીવન જીવે તો એ સૌ રોગનો એકમાત્ર સત્ય આધારિત ઈલાજ મોક્ષનો છે, આત્માને જાણીને તેના મય થઈને જીવી જવું પણ તેનો તો આપણે ઉપયોગ જ કરવો નથી, અને પરતંત્ર ચિત્ત કરી બીજાનું માનીને જીવવું છે, ત્યાં મોક્ષ તો શું પણ જીવનનું જીવનમાંથી સુખ મળવું પણ
અશક્ય છે. આપણાં ઋગ્વેદ અને ઉપનિષદોના ઋષિઓએ આ આંતર સાધના કરેલ એ જ રીતે બુદ્ધ, મહાવીર, રામતીર્થ મહર્ષિ અરવિં રામકૃષ્ણ વગેરેએ પણ આ આધ્યાત્મિક આંતર સાધના કરી આંતરભાવોથી મુક્ત થઈને જીવનનો હર્ષોલ્લાસ પ્રાપ્ત કરેલ છે, તે સત્ય હકીકત છે, આધ્યાત્મિક જીવનનો અર્થ એ છે કે આત્મજ્ઞાાન પ્રાપ્ત કરીને જીવન જીવવું, અને અંતે મોક્ષને વરવું, આમ જીવનમાંથી જીવનનુ સત્ય પ્રાપ્ત કરવું સત્ય ક્યાંય બહાર નથી કે કોઈના દ્વારા મળી જાય, પરતંત્ર ચિત્ત દ્વારા જીવન જીવવાથી આશા સદા નિરાશા, એટલે પૂર્ણ રૂપે સ્વતંત્ર શુદ્ધ અને એકાગ્રચિત્ત કરો અને તમારા આત્મિક સત્યને ધારણ કરીને અનાસક્ત અને અહંકાર રહિત થઈને જીવો બસ જરુંર આંતરભાવોથી મુક્તિ સુધી પહોંચશો જ જો તમારું સત્ય નહિ પહોંચડે તો શું અસત્ય અને મદારિયોની વાતો તમોને પહોંચાડી શકશે?
- તત્વચિંતક વી. પટેલ








