વિશ્વની ટોપ ટેન કદાવર વ્હેલ
વિશ્વનું સૌથી કદાવર પ્રાણી વ્હેલ ઘણા પ્રકારની હોય છે. જુદી જુદી જાતની વ્હેલનાં કદ જુદા જુદા હોય છે. તેમાં દસ પ્રકારની સૌથી મોટી વ્હેલની જાતના કદના અધધ આંકડા જાણવા જેવા છે.
બોહેડ વ્હેલ: પૃથ્વીના ઉત્તરગોળાર્ધના દરિયાકાંઠાના વિસ્તારની બોહેડ વ્હેલ ૧૪ થી ૧૫ મીટર લાંબી અને ૬૦ ટન વજનની હોય છે.
રાઈટ વ્હેલ: ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળતી રાઈટ વ્હેલ ૧૩ થી ૧૮ મીટર લાંબી હોય છે. વજનમાં ૪૦ ટનની હોય છે. કેલિફોર્નિયા અને અલાસ્કામાં જોવા મળશે.
સધર્ન રાઈટ વ્હેલ: ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના અને દક્ષિણ અમેરિકાના દરિયામાં જોવા મળતી આ વ્હેલ ૧૩ મીટર લાંબી હોય છે.
ગ્રે વ્હેલ: ઉત્તર પેસિફિક મહાસાગરમાં રહેતી ગ્રે વ્હેલ ૧૦ થી ૧૪ મીટર લાંબી અને ૧૩ ટન વજનની હોય છે. આ વ્હેલ નષ્ટપ્રાય છે.
બ્લ્યૂ વ્હેલ: દક્ષિણ ગોળાર્ધના દરિયામાં રહેલી બ્લ્યૂ વ્હેલ સમગ્ર વિશ્વમાં સ્થળાંતર કરે છે. આ વ્હેલ સૌથી મોટી ૨૫ થી ૨૬ મીટર લાંબી હોય છે અને ૧૦૦ ટન વજનની હોય છે.
ફિન વ્હેલ: ઉત્તર એટલાન્ટિકમાં રહેતી ફિન વ્હેલ ૨૦ થી ૨૨ મીટર લાંબી હોય છે. અને ૪૫ ટન વજનની હોય છે. ઋતુ મુજબ સ્થળાંતર કરે છે.
સી વ્હેલ: સમગ્ર વિશ્વમાં દરિયાકાંઠે જોવા મળતી સી વ્હેલ ૧૫ મીટર લાંબી હોય છે.
બ્રાઇડ્રસ વ્હેલ: ૧૩ થી ૧૪ મીટર લાંબી આ વ્હેલ ૧૬ ટન વજન ધરાવે છે. તે વિશ્વમાં બધે જ જોવા મળે છે.
કોમન મિન્ક વ્હેલ: ઉત્તર એટલાન્ટિક અને પેસિફિકમાં જોવા મળતી આ વ્હેલ ૮ થી ૧૦ મીટર લાંબી હોય છે અને ૮ થી ૯ ટન વજન ધરાવે છે.