Get The App

વિશ્વનું સૌથી નાનું શિયાળ: ફેનેક ફોક્ષ

Updated: Nov 15th, 2019

GS TEAM

Google News
Google News
વિશ્વનું સૌથી નાનું શિયાળ: ફેનેક ફોક્ષ 1 - image


બુધ્ધિશાળી પણ લુચ્ચા પ્રાણી તરીકે જાણીતા શિયાળની ઘણી જાત હોય છે. ભરચક વાળવાળી ભરાવદાર પૂંછડીવાળા શિયાળ સામાન્ય રીતે કૂતરાના કદના હોય છે. સહરા અને આફ્રિકાના રણપ્રદેશમાં જોવા મળતું ફેનેક ફોક્ષ એક જ ફૂટ લાંબું અને એક કિલો વજનનું હોય છે. નાનકડા શરીર પર ચારથી પાંચ ઈંચ લાંબા કાન તેની વિશેષતા છે. મોટી આંખોને કારણે અન્ય શિયાળ કરતાં તે જુદું દેખાય છે.

દિવસે ખૂબજ ગરમી અને રાત્રે ખૂબજ ઠંડી હોય તેવા રણપ્રદેશમાં થતા ફેનેક ફોક્ષને શરીર પર ભરચક વાળ હોય છે. આ પ્રાણી ટોળામાં રહે છે. સામાજિક છે એટલે પાળી શકાય છે. તે ઉંદર, ખિસકોલી જેવા નાના પ્રાણીઓનો શિકાર કરે છે. ફેનેક બે ફૂટ ઊંચો કૂદકો મારી શકે છે. પાણી વિના લાંબો સમય જીવી શકે છે. ફેનેક્ષ ફોક્ષ જમીનમાં દર બનાવીને રહે છે.

Tags :