Magazines

વિશ્વનો સૌથી મોટો સ્નો પાર્ક

By GS TEAM
12 Dec 20251 min read
વિશ્વનો સૌથી મોટો સ્નો પાર્ક

દુબઈના વિશાળ મોલ ઓફ એમિરેટ્સમાં 'સ્કી દુબઈ' નામનો એકમાત્ર 'ઇન્ડોર સ્કી રિસોર્ટ' છે. આ આખો વિસ્તાર અહીં બંધ સ્ટેડિયમમાં બરફથી છવાયેલો છે. સ્કીંઈગ માટે ૬ મીટરના ઢોળાવવાળો ૪૦૦ મીટરનો ટ્રેક છે. તો વળી બાળકો માટે વિશ્વનો સૌથી મોટો ૩૦૦૦ સ્કવેર મીટરનો ઇન્ટરએક્ટિવ સ્નો પાર્ક પણ છે. આટલું જ નહીં, વોટરપાર્ક જેવી સ્નો સ્લાઈડિંગ રાઈડ્સ પણ ભરપૂર મનોરંજન આપે છે. બરફના બનાવેલા પેંગ્વિન તેમજ ડ્રેગન્સ સૌનું મન મોહી લે છે. આ સિવાય અહીં સપ્તરંગી લાઈટિંગ અને ઝૂલતો પુલ પણ બધાને આકર્ષે છે.