Magazines
વિશ્વનો સૌથી મોટો પોપટ પામકો કેટુ
By GS TEAM
25 Jul 20251 min read

ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા પામકો કેટુ સૌથી મોટા પોપટની જાત છે. કહેવાય છે પોપટ પણ તે લીલા રંગનો નથી. પામકો કેટુ રાખોડી રંગના હોય છે. વાંકી પણ સૌથી મોટી ચાંચવાળા આ પોપટને માથે કલગી હોય છે. આ પોપટ બે ફૂટ લાંબા હોય છે અને લગભગ એક કિલો વજનના હોય છે. આ પોપટની ચાંચ મોટી અને મજબૂત હોય છે. તે ઝાડની ડાળી પણ કાપી શકે છે અને જાત જાતની વ્હીસલ જેવા અવાજ કાઢે છે.
આ પોપટની બીજી વિશેષતા પણ છે. નર પામ કોકેટી ઝાડની ડાળીમાંથી લાંબી લાકડી કાપી ચાંચમાં પકડી ઝાડના થડ સાથે અથડાવી ઢોલ વગાડે છે અને વાતાવરણ ગજવી મુકે છે. દેખાવમાં વિચિત્ર લાગતા આ પોપટને ન્યુ ગીયાનાના લોકો પાળે છે.








