Get The App

AI ની કમાલ .

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
AI ની કમાલ                                                . 1 - image

- પિન્ટુને ડ્રોઈંગનો બહુ શોખ હતો. એને પર્વતો, જંગલો અને નદી જેવાં કુદરતી દ્રશ્યો દોરવાં બહુ ગમતા. પિન્ટુએ છૈંની મદદથી ડ્રોઈંગ શીખી લીધું. તે પશુપક્ષીઓનાં ચિત્રો દોરતા પણ શીખી ગયો. 

- કિરણબેન  પુરોહિત

પિન્ટુ ખૂબ જિજ્ઞાાસુ છોકરો હતો. એને હંમેશા નવું નવું જાણવાનું અને શીખવાનું ગમતું. એ દાદા પાસેથી જૂના જમાનાની વાતો સાંભળતો અને અનેક સવાલો પૂછતો. દાદા એને રામાયણ-મહાભારત જેવા ધર્મ ગ્રંથોની, પૌરાણિક પાત્રોની અવનવી વાર્તાઓ કહેતા.

એક દિવસ તેની સ્કૂલમાં તેના વિજ્ઞાાનના શિક્ષકે કહ્યું- 'બાળકો આજે આપણે AI વિશે શીખીશું. AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ!'

આ સાંભળી પિન્ટુ તરત જ બોલ્યો, 'AIનો શું ઉપયોગ કરી શકાય?'

શિક્ષકે હસીને કહ્યું, 'આજે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ. સમયની સાથે AIનો ઉપયોગ પણ વધવા લાગ્યો છે. હાલ પૂરતું એટલું જાણી લો કે AI એક એવી કૃત્રિમ બુદ્ધિમત્તા છે કોઈ પણ વિષય પર તમે ઇચ્છો એવી અને એટલી માહિતી ચપટી વગાડતાં આપે છે. તમે તેની સાથે ચર્ચા કરી શકો, આઇડિયાઝ મેળવી શકો.'

તે સાંજે ઘરે આવીને પિન્ટુએ કોમ્પ્યુટરમાં ઈન્ટરનેટની મદદથી એક AI ચેટબોટની એપ ખોલી. 

સ્ક્રીન પર શબ્દો ઉપસ્યા - 'હલ્લો પિન્ટુ, તું શું જાણવા માંગે છે?'

પિન્ટુએ ટાઇપ કર્યું, 'મારું હોમવર્ક જલ્દી કેવી રીતે પૂરું કરી શકાય?'

AI એપે હોમવર્ક વ્યવસ્થિત અને જલ્દી પુરું કરવાની આસાન રીત સરસ સમજાવી.

પિન્ટુને તો ખૂબ મજા આવી ગઈ. તેણે ખૂબ ઉત્સાહથી હોમવર્ક પૂરું કર્યું.

પિન્ટુને ડ્રોઈંગનો બહુ શોખ હતો. એને પર્વતો, જંગલો અને નદી જેવાં કુદરતી દ્રશ્યો દોરવાં બહુ ગમતા.

પિન્ટુએ AIની મદદથી ડ્રોઈંગ શીખી લીધું. તે પશુપક્ષીઓનાં ચિત્રો દોરતા પણ શીખી ગયો. 

પિન્ટુ સમજી ગયો આ AIની મદદનો જાદુ છે. આપણે તેનો ઉપયોગ કરીને ઘણું શીખી શકીએ. 

 થોડા સમય પછી પિન્ટુની સ્કૂલમાં ઇનોવેશન ડે ઊજવવાનું નક્કી કર્યું. દરેક વિદ્યાર્થીએ કંઈક નવું બનાવી અને પ્રદર્શનમાં મુકવાનું હતું.

પિન્ટુએ નક્કી કર્યુ કે હું AIની મદદથી સુંદર પ્રોજેક્ટ તૈયાર કરીશ.

પિન્ટુએ AIની મદદથી એક 'સ્માર્ટ હેલ્પ ચાર્ટ' બનાવ્યો.

AI ચેટબોટની એપ ખોલવા માટે પિન્ટુએ આ ચાર્ટમાં ચિત્ર, સરળ વાક્યો અને QR કોડ પણ લગાવ્યા. 

ઇનોવેશન ડે પર બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પિન્ટુનો ચાર્ટ જોઈને ખૂબ પ્રભાવિત થયા. એક નાના વિદ્યાર્થીથીએ પૂછયું કે AIનો ઉપયોગ આપણે શું શીખવામાં કરી શકીએ?

પિન્ટુએ કહ્યું, 'ભણવામાં, ચિત્રો દોરવામાં, ભાષાઓ શીખવામાં એમ દરેક જગ્યાએ AI આપણને મદદરૂપ થઇ શકે છે.'

વિજ્ઞાાનના ટીચરે ઇન્ટરનેટ અને AIનું મહત્વ સમજાવતા કહ્યું, 'AIનો ઉપયોગ યોગ્ય રીતે અને સમજદારીપૂર્વક કરવો જોઈએ. તેના ઉપયોગથી આપણે ઘણું શીખી શકીએ છીએ. આ સમયમાં ઈન્ટરનેટ અને AIનો ઉપયોગ સતત વધી ગયો છે.'

બધા વિદ્યાર્થીઓ કંઇક ને કંઈક બનાવીને લાવ્યા હતા, પણ પિન્ટુનો છૈં શીખવા માટેનો હેલ્પ ચાર્ટ બધાથી અલગ હતો. પિન્ટુનો પ્રોજેક્ટને વિજેતા ઘોષિત કરવામાં આવ્યો. બેસ્ટ પ્રોજેક્ટ માટે તેને સ્કૂલમાંથી એવોર્ડ આપવામાં આવ્યો. એવોર્ડ લઈને પિન્ટુ ઘરે સીધો દાદા પાસે ગયો. દાદાને પગે લાગીને આશીર્વાદ લીધા. પિન્ટુની પ્રગતિ જોઈને દાદા પણ ખૂબ  ખુશ થયા.