સત્ય ધર્મનું, આત્મધર્મનું, સ્વધર્મનું અંતિમ સત્ય

- દરેક માણસનું સત્ય પોતાનું હોય છે. મારું સત્ય તમારું સત્ય બની શકે જ નહિ. સત્ય કોઈને આપી શકાતું જ નથી, તે તો પોતાએ જ શુધ્ધ અંતરમાંથી આત્મિક સત્ય સ્વરૂપ થવું જ પડે છે. એ જ તમારું સત્ય એજ તમારો ઉધ્ધાર કરે
કોઈપણ ધર્મ અસ્તિત્વ જ ત્યાં સુધી છે, જયાં સુધી માણસ પોતે જ પોતાની અંદર ઉતરી સાક્ષી ભાવમાં સ્થિત થઈને પોતાને જોતો નથી, પોતાને જાણતો નથી, પોતાને સમજતો નથી, ત્યાં સુધીન જ ધર્મની હયાતી છે,
જ્યાં આંતર સાધના દ્વારા સાક્ષી ભાવમાં સ્થિત થયો એટલે આંતર સાધનાનો છેડો આવી ગયો, તેનાથી આગળ કોઈ સાધનામાં ગયો નથી, અને જઈ પણ શકાતું જ નથી, ત્યાં તો તે પરમતત્વ પરમાંત્મા. જ બની ગયો હોય છે, ત્યાં પછી તેને માટે કોઈ ધર્મ બચતો જ નથી, આમ ધર્મ વિહીનતા એજ પૂર્ણ પણે પૂર્ણતા અને એજ પરમ વિશાળતા,
માણસ પોતાને જ જોઈને જાણી લે છે, સમજી લે છે, અને સાક્ષી ભાવમાં સ્થિત થાય છે, પછી ત્યાં પાપ નથી, ત્યાં પુણ્ય નથી ત્યાં સાધના જ નથી રહેતી, ત્યાં મન પણ નથી, જેણે મનથી જોયું એ પહોંચ્યો જ નથી, સાક્ષી ભાવે જોયું એજ પહોંચ્યો છે, એટલું જાણો કોઈનું માંનો નહિ અને સ્વતંત્ર ચિત્ત ધારણ કરી જીવો ત્યાં જ પ્રસન્નતા અને આનંદ છે. સ્વતંત્ર શુદ્ધ એકાગ્ર ચિત્ત દ્વારા એક વખત આંતર સાધના દ્વારા પરમાંત્મા વિષે પૂર્ણ પોતાને જ્ઞાાન થઇ જવા દ્યો પછી કોઈ ચર્ચા વિવાદ કરવાની જરૂરજ પડશે નહિ કે જરુંર જ રહેશે નહિ. આમ તમારે માત્રને માત્ર આજના ધર્મે સ્વાર્થ સાધવા માંટે જ ઊભાકરેલા બધાજ પ્રકારના ભય ભ્રમ અને ભ્રમજાળથી જ મુક્ત થવાનું છે, અને અભય બની, પરમ ચેતનાની જાગૃતતા અને સભાનતામાં સ્થિત રહેવાનું છે, ત્યાં જ પરમાંત્મા સદાય હાજર છે.
જીવનમાં જ્યાં અહકાર અને તૃષ્ણા ગાયબ ત્યાં તમામ પાપોનું ધોવાણ થઈ જ જાય છે, એ સંશય વિનાની હકીકત છે, પરમાત્મ સ્વરૂપતા એજ પરમ શુધ્ધતા છે, ત્યાં પછી કઈ બચતું જ નથી, એ જ પૂર્ણતા જીવનમાંથી જ જીવનનું સત્ય મળી જવું છે, આજ પરમાત્મ સ્વરૂપતા છે.
આમ પરમઆત્મા એક જ છે, પરંતુ તે પોતાના એકત્વથી બંધાયેલો નથી, આપણે જોઈએ છીએ કે એ એક સ્વરૂપી પરમાત્મા અહી અનેક રૂપે હંમેશા પોતાનો આવિર્ભાવ રચી રહ્યો છે, એનેક રૂપે બને છે, તે પોતે લાચાર થઈને નહિ પણ એમ થવાનો તેને પોતે જ સંકલ્પ કર્યો હોય છે, આમ આવિર્ભાવથી બહાર જઈને તમો તેને સમજવા જશો તો ત્યાં તે અનિર્દેશ્ય છે, ત્યાં તેની વ્યાખ્યા થઈ શકે તેમ નથી.
એ એક જ છે કે અનેક એમ બેમાંથી એક રીતે વર્ણન આપી શકે તેમ નથી વેદ અને ઉપનિષદ આજ કહે છે, તેમણે આંતર સાધના કરી અમંન અને સાક્ષીભાવમાં સ્થિત થઈને તે દ્વારા જાણીને કહેલ છે, તેજ તેનું મહત્વનું પાસું છે, પરમાત્મા તમારી અંદર બેઠો છે, ને બહાર શોધો છો ક્યાંથી મળે.
જ્યારે શાસ્ત્રો જાણ્યા વિના અશુધ્ધ મનથી માનીને કહ્યે જાય છે તેમાં સત્યતાનો અંશપણ હોય શકે જ નહિ, સત્ય તો માત્રને માત્ર અનુભૂતિ અને અનુભવ થયા પછી તેમણે કરેલ અભિવ્યક્તિ એજ સત્યની સાવજ નજીક હોય છે, તે પણ પૂર્ણ સત્ય તો હોય શકે જ નહિ, સત્ય કહી શકાતું નથી અનુભવી શકાય છે.
બીજાનું સત્ય ગંગામાં દુબકીઓ મરાવે પણ પાપ ધોવાય નહિ નાણાથી ધોવાઈએ તે સત્ય છે,અને તેનો સ્વાર્થ સધાય તે નક્કી, જ્યાં સ્વાર્થ આવ્યો ત્યાં તેનો આત્મ જ મરી પરવાર્યો હોય છે, તેને આત્મ જ્ઞાાન સાત જન્મારે પણ પ્રાપ્ત થાય જ નહિ, અને આત્મ જ્ઞાાન વિના મુક્તિ નથી.
- તત્વચિંતક વી. પટેલ








