Magazines

માનવ જીવનનું અંતિમ લક્ષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ સંપન્ન કરવો

By GS TEAM
25 Mar 20262 mins read
માનવ જીવનનું અંતિમ લક્ષ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ સંપન્ન કરવો

જેને સત્ય શોધવું છે અને પરમ સત્યમાં જ સ્થિત થવું છે તેને માટે ઉત્તમ માર્ગ છે. આમે  જીવમાં સત્યને શોધવું તે સહેલું હોય શકે જ નહિ તે પણ સત્ય છે. ખુવાર થાવ છો ત્યારે જ સત્ય મળે છે

આમ સતત ધ્યાન કરવું હું શરીર નથી મન  નથી, એમ સતત રટણ  કારતા જ કરતાંજ  હું શરીર છું મન છું એ ભાવપણ  સાવ જ ઓગળી જશે અને બાકી રહેશે તેનું નામ છે, હું શુદ્ધ ચૈતન્ય છું એવો આંતર અનુભવ એજ જીવનની સિધ્ધી બની રહેશે.

આનું નામ પરમાત્મ સ્વરૂપતા જે છે પૂર્ણ શુદ્ધતા આમ જ્ઞાન યોગ આખો નેતિ નેતિ પર આધારિત છે હું નથી હું નથી એમ કરતા કરતાં જ આગળ વધવાનું છે આમ જ્ઞાન યોગ પોતાની જાતને જ શોધવાની સાધના છે, આમ આપણે જ પરમઆત્મા જ છીએ તેને જ શોધવાની સાધના છે હું શરીર નથી, હું બુધ્ધિ નથી, હું મનનથી એમ કરતાં કરતાં જે વધે છે તે છે. આપણો પોતાનો સાક્ષી ભાવ જે પરમાત્મ સ્વરૂપતા છે.

ટુંકમાં જ્ઞાન યોગનો સત્ય માર્ગ છે જે અજ્ઞાન ને નાબૂદ અને અવિદ્યાને નાબૂદ કરેછે હું આત્માછું તેમાં  સ્થિત કરે છે, એજ પરમાત્મા સ્વરૂપતા છે, આમ જ્ઞાન યોગ અઘરો છે તેમાં તો ધારદાર બુદ્ધિ અને પ્રબળ સંયમ જોઈએ, પરંતુ  જેને પોતાના જ શરીરમાંથી સત્ય શોધવું છે, અને પરમ સત્યમાં જ સ્થિત થવું છે તેને માટે ઉત્તમ માર્ગ છે, આમે  જીવમાં સત્યને શોધવું તે સહેલું હોય શકે જ નહિ તે પણ સત્ય છે. ખુવાર થાવ છો ત્યારે જ સત્ય મળેછે, એ પણ સત્ય છે.

- તત્વચિંતક વી. પટેલ