જીવનનું રહસ્ય આત્મિક સત્ય સ્વરૂ૫ થવું છે .

જ્યાં સુધી માણસ અંતરાત્માના સત્ય અનુસાર પોતાના વિચારોને આત્મિક સત્ય સ્વરૂપ હેતુઓ સાથે સાંકળતો નથી, અને સત્યમાં સ્થિત થવાની અભિપ્સાજ કરતો નથી, ત્યાં સુધી તેના જીવનમાં સત્યમાં પરિવર્તન કે ઊર્ધ્વી કરણ કરી શકતો જ નથી, આવો માણસ સદાય બીજાના સંમોહનમાં આવીને ભાન ભૂલીને તે જીવનમાં કશું પણ અનન્ય અને તેજસ્વી કહેવાય તેનું આત્મ પ્રકાશ યુક્ત કહી શકાય તેવું કશું પણ પ્રાપ્ત કરી શકતો જ નથી, આમ માણસ આત્મિક સત્યની દિશા કે અભિપ્સા વિના બીજાના સંમોહનમાં જ ભટક્યા કરે છે, આત્મિક સત્ય સ્વરૂપ ધ્યેય વિહીન જીવન અને સંમોહન યુક્ત જીવન બધા જ અનિષ્ટોની જનની જ છે,
જે માણસ મોકો હોવા છતાં પ્રામાણિક રહે છે, અધિકાર હોવા છતાં નમ્ર રહે છે, સંપતિ ભરપૂર હોવા છતાં તેનો અહંકાર રાખતો નથી તે સદાય નમ્ર, સત્ય શાંત સભાનતા પૂર્વક સત્ય સંશુધ્ધ જીવન ધારણ કરીને જીવે છે, તેજ આત્મિક સત્ય સ્વરૂપ છે.
જો માણસને તમામ પ્રકારની આપત્તિયોથી દુખો ચિંતાઓ તનાવ અને સર્વનાશથી બચવું હોય હોય તો માણસે બીજાના સંમોહનથી દૂર રહેવું જોઈએ, અને સભાનતા પૂર્વક આત્મિક સત્ય સ્વરૂપ થઈને પોતાના ચિત્તને પૂર્ણ રૂપે સ્વતંત્ર બનાવવું જોઈએ, અને આત્મિક સત્ય સ્વરૂપ અભિપ્સામાં સ્થિત થવું જ જોઈએ, આમ બીજાના સંમોહનમાં આવીને જીવનમાં હેતુ વિહીન અસત્ય સ્વરૂપ ભટકતાં વિચારોથી બચવું જોઈએ, જે માણસના જીવનમાં આત્મિક સત્ય આધારિત જીવનનો, કોઈ આત્મિક સત્ય સ્વરૂપ મધ્યવર્તી ધ્યેય નથી, અભિપ્સા નથી તેવો માણસ સદાય ચિંતાઓ ભય ભ્રમ અને ભ્રમજાળમાં જ સ્થિર હોય છે.
આવા માણસો આત્મ દયાના અને સંમોહનના ખૂબ જ આસાનીથી ભોગ બની જતાં હોય છે, અને ભરવાડની જોકોમાં પુરાય જતાં હોય છે, અને પછી એના જ સંમોહન દ્વારા જ જીવન જીવતા હોય છે. આવા માણસોની પોતાની આત્મિક સત્ય સ્વરૂપ કોઈ જીવનચક્રમાંથી મુક્તિની અભિપ્સા પણ હોતી જ નથી, કે જીવનમાં પરમ ચેતનાની જાગૃતતા પણ હોતી નથી,
કોઈને કોઈના સંમોહનમાં બંધાય જતા હોય છે, તેઓ માત્રને માત્ર ક્ષુલ્લક બાબતો માટે પણ ચિંતાતુર અને વ્યગ્ર સદાય રહેતા જ હોય છે., અને રાગ દ્વેષ અહંકાર વાસનાં વગેરેથી ઉચા જ નહિ આવી શકવાને કારણે, તેઓ નિંદાવૃત્તિ અને દંભ, વગેરેના શિકાર બની જતા હોય છે, આ બધુ માણસની નબળાઈઓ અને અસત્ય સૂચક છે,
જ્યાં સુધી માણસ પોતાની ભીરતના એકેએક માંદલા અશુધ્ધ વિચારોને જડમૂળથી ઉખાડી ફેકી દેતો નથી અને આત્મિક સત્યને ધારણ કરીને, આત્મિક સત્ય અને જીવનને સાંકળે છે, ત્યાં જ તેને સમજાય છે કે સત્યાયનું પરિણામ કદી અનિષ્ટ આવતું જ નથી અને અનિષ્ટ અને બીજાના સંમોહનનું પરિણામ કદી સારું આવતું જ નથી, અસત્ય રૂપી આ બધી જ નબળાઈઓ છેવટે માણસને નિષ્ફળતા, દુખ ચિંતા તનાવ અને અહંકાર, રાગદ્વેષ કામના વાસના વગેરે દુર્ગુણો, દૂરભાવો દુરાચારો અને દુર્વ વૃત્તિઓ તરફ જ ખેચી જાય છે.
આ બધી જ નબળાઈઓ છેવટે તો, માણસ પોતાના વિચારોને આત્મિક સત્ય આચરના બુલંદ ધ્યેય સાથે આત્મિક સત્ય સ્વરૂપ અભિપ્સા સાથે જ સાંકળે તો સંમોહનની અદભૂત વિદ્યા જાણનારના ગમે તેટલા સારા વિચારો હોય તો તે વિચારો સંમોહનમાં જકડાય જનારાના જીવનમાં ક્યાંય ઉપયોગી થતા જ નથી અને આવા બધા જ બીજાના વિચારો હંમેશા દીશાહીન જ હોય છે અને હોવાના તેમા કદી પણ સત્યનો રણકો હોઈ શકે જ નહિ. તેઓ કદી પણ પોતાના આંતરાત્માના નિર્ણય અનુસાર જીવન જીવે નહિ,
જ્યારે આંતરાત્માનો નિર્ણય એજ જીવનમાં સત્ય હોય છે હું જે છું તે માંરા પોતાના નિર્ણય પરિણામ છું આ સમજથી જ, માણસ સંમોહનમાંથી મુક્ત થાય છે, આથી માણસને દરેક ક્ષણમાં પોતાની પસંદગી કરવાની તક મળે છે, સ્વતંત્રતા મળે છે, સત્ય કોઈ બહારના ગ્રંથમાં કે કથાકાર બોલમાં નથી પરંતુ પોતાના આંતરિક સત્ય અનુસાર જીવવું એજ પરમ સત્ય છે, આથી જીવન સ્વાભાવિક નિર્ભય અભય બને અને સત્ય નિષ્ઠા પૂર્વક જીવી શકે માણસ જ પોતાના જીવનનો અર્થ આપનાર સર્જક છે,
પોતાના જીવનનો બીજો કોઈ સર્જક હોઈ શકે જ નહિ, એટલું આત્મસ્થ અને હૃદયસ્થ અને સત્ય સંશુધ્ધ અંત કરણ દ્વારા જાણી સમજી સત્ય સંશુધ્ધ જીવનારી આત્મિક સત્ય અનુસાર જીવો એજ જીવનચક્રમાંથી મુક્તિ છે.








