Magazines

સાચી પરીક્ષા .

By GS TEAM
20 Feb 20265 mins read
સાચી પરીક્ષા                                          .

એક વાર્તા... બે ભાષામાં!

- Miss Vala

- પહેલીવાર તેને કંઈક મહત્વનું સમજાયું.પરીક્ષાઓ મારી દુશ્મન નથી. પરીક્ષા પડકાર છે - વધુ મજબૂત બનવાની તક છે.

રિયા એક તેજસ્વી અને જિજ્ઞાસુ છોકરી હતી. તેને વાર્તાઓ વાંચવું, વિજ્ઞાનના પ્રયોગો કરવા અને અઘરા કોયડાઓ ઉકેલવાનું બહુ ગમતું. પણ એક એવી વસ્તુ હતી જે એને જરાય ન ગમતી - પરીક્ષાઓ.

જ્યારે પણ શાળા પરીક્ષાના સમયપત્રકની જાહેરાત કરતી, ત્યારે તેના ખભા ઢીલા પડી જતા.

'આપણે શું જાણીએ છીએ તે સાબિત કરવા માટે પરીક્ષાઓની શું જરૂર છે?' તે નિસાસો નાખતી, 'શું ભણવું પૂરતું નથી?'

તેનો ખાસ મિત્ર આરવ ધીરજથી સ્મિત કરતો.

'કદાચ પરીક્ષાઓ ફક્ત જ્ઞાનની કસોટી નથી લેતી, રિયા,' તે કહેતો. 'કદાચ તે આપણે કેટલા મજબૂત છીએ તેની કસોટી પણ કરે છે.'

આ સાંભળીને રિયા પોતાની આંખો પહોળી કરતી. તેના માટે પરીક્ષાઓ એટલે ફક્ત માર્ક્સ, રેન્કિંગ અને માનસિક દબાણ. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે પરીક્ષા આનાથી પણ વધુ કંઈ હોઈ શકે છે.

પરંતુ એક દિવસ કશુંક બદલાયું.

તેની અંતિમ પરીક્ષાના એક અઠવાડિયા પહેલાં તેના પપ્પા અચાનક બીમાર પડયા. તેમને આરામ કરવાની અને તેમની દેખભાળ રાખવાની જરૂર હતી. જે ઘર પહેલા આનંદી અને શાંત હતું, ત્યાં હવે તણાવ અને ચિંતા અનુભવાતી હતી. રિયાએ તેની મમ્મીને દવાઓ, રસોઈ અને ઘરનાં નાનાંમોટાં કામોમાં મદદ કરી. રાત્રે જ્યારે બધા સૂઈ જતાં ત્યારે તે પોતાનાં પુસ્તકો ખોલતી અને થાકેલી આંખે ભણવાનો પ્રયત્ન કરતી.

એને પ્રકરણો લાંબા લાગતાં હતાં. સૂત્રો ગૂંચવણભર્યા જણાતાં હતાં. તારીખો તેને યાદ રહેતી નહોતી. 

ઘણી વખત તેને હાર માની લેવાનું મન થતું.

'આનો અર્થ શું છે?' તે પોતાની જાતને ધીમેથી કહેતી. 'પરીક્ષામાં હું સારું પ્રદર્શન નહીં કરી શકું.'

પરંતુ ત્યારે જ તેને આરવના શબ્દો યાદ આવ્યાઃ કદાચ પરીક્ષાઓ આપણે કેટલા મજબૂત છીએ તેની કસોટી કરે છે.

પરીક્ષાના પહેલા જ દિવસે સવારે રિયા થાકેલી દેખાતી હતી. તેની આંખોની આસપાસ કાળાં કુંડાળાં થઈ ગયાં હતાં, પણ તેના ચહેરા પર કંઈક નવું હતું - મક્કમતા.

તે વર્ગખંડમાં પ્રથમ આવવાની આશા સાથે નહોતી ગઈ. તે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવાની આશા સાથે ગઈ હતી.

તેણે પેપર લખવાનું શરૂ કર્યું, ને તે સાથે તેની ગભરામણ ધીરે ધીરે ઓછી થવા લાગી. મોડી રાત્રે તેણે જે જવાબો તૈયાર કર્યા હતા તે કાગળ પર વહેવા લાગ્યા. તેના જવાબો કદાચ એકદમ સચોટ નહોતા, પણ એ પ્રામાણિકપણે લખી રહી હતી - મહેનત અને એકાગ્રતા સાથે.

પહેલીવાર તેને કંઈક મહત્વનું સમજાયું.

પરીક્ષાઓ મારી દુશ્મન નથી. 

પરીક્ષા પડકાર છે - વધુ મજબૂત બનવાની તક છે.

જ્યારે તેનું મન ભટકતું હતું, ત્યારે તે ખુદને શિસ્ત શીખવતી હતી.

જ્યારે તે મૂંઝવણ અનુભવતી હતી, ત્યારે તે ખુદને ધીરજ શીખવતી હતી.

જ્યારે તે ડર અનુભવતી, ત્યારે તે ખુદને હિંમત શીખવતી હતી.

...અને સૌથી મહત્વનું, તે ખુદને શીખવતી હતી કે સફળતા એટલે સૌથી વધુ માર્ક્સ મેળવવા એમ નહીં. પરીક્ષા એટલે તો જીવન મુશ્કેલ બને ત્યારે પણ અડગ ઊભા રહેવું. 

અઠવાડિયા પછી જ્યારે પરિણામ જાહેર થયું. રિયા વર્ગમાં પ્રથમ ન આવી. પરંતુ તે હસી રહી હતી, કારણ કે તે જાણતી હતી કે આ વખતે તેણે સૌથી મોટી પરીક્ષા પાસ કરી છે - સહનશક્તિ, જવાબદારી અને આત્મવિશ્વાસની કસોટી.

...અને તે વિજય કોઈપણ રેન્ક કરતા મોટો લાગતો હતો.

બોધપાઠ

પરીક્ષાઓ એટલે ફક્ત સારા માર્ક્સ લાવવા એમ નહીં. તે આપણને જીવનની સાચી કસોટીઓ માટે તૈયાર કરે છે, જ્યાં હિંમત, પ્રામાણિકતા, પ્રયત્ન અને મક્કમતા પરીક્ષાનાં પરિણામો કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે.

The Real Test

R iya was a bright and curious girl. She loved stories, science experiments, and solving tricky puzzles. But there was one thing she truly disliked - exams.

Every time the school announced the exam timetable, her shoulders would droop.

"Why do we need exams to prove what we know?" she would sigh. "Isn't studying enough?"

Her best friend Aarav would smile patiently.

"Maybe exams don't just test knowledge, Riya," he would say. "Maybe they test how strong we are."

Riya would roll her eyes. To her, exams were only about marks, rankings, and pressure. She never thought there could be anything more to them.

But one day, something changed.

A week before her final exams, her father suddenly fell ill. He needed rest and care. The house, once cheerful and calm, felt tense and worried. Riya helped her mother with medicines, meals, and small household chores. At night, when everyone slept, she opened her books and tried to study, fighting her tired eyes.

The chapters felt longer. The formulas looked confusing. The dates refused to stay in her memory.

Many times, she felt like giving up.

"What's the point?" she whispered to herself. "I won't do well anyway."

But then she remembered Aarav's words: Maybe exams test how strong we are.

On the morning of her first exam, Riya looked tired. Dark circles framed her eyes, but there was something new in her expression - determination.

She didn't walk into the classroom hoping to top the class.

She walked in hoping to try her best.

As she began writing her paper, her nervousness slowly faded. The answers she had revised late at night began to flow. She wasn't writing perfectly, but she was writing honestly - with effort and focus.

For the first time, she understood something important.

Exams were not her enemies.

They were challenges - chances to grow stronger.

They were teaching her discipline when she felt distracted.

They were teaching her patience when she felt overwhelmed.

They were teaching her courage when she felt afraid.

And most importantly, they were teaching her that success is not about getting the highest marks. It is about standing firm even when life becomes difficult.

Weeks later, when the results were announced, Riya did not top the class.

But she smiled.

Because this time, she knew she had passed the biggest test of all - the test of resilience, responsibility, and belief in herself.

And that victory felt greater than any rank.

Moral

Exams are not just about marks.

They prepare us for the real tests of life - where courage, honesty, effort, and determination matter far more than results.