આશીર્વાદની શક્તિ .

- એક વાર્તા... બે ભાષામાં!
- 'આશીર્વાદ મહાન શક્તિ છે. એ શક્તિ મૃત્યુથી પણ ચઢિયાતી છે. એ બાળકે અત્યાર સુધીમાં એટલા આશીર્વાદ મેળવ્યા છે કે એને હવે મૃત્યુ પણ કંઈ કરી શકે તેમ નથી.'
મા ર્કન્ડેયના જન્મની વાત છે. તેમના જન્મ વખતે માતાપિતા અત્યંત ખુશ હતા. બાળક સુંદર, સ્વસૃથ અને હસમુખું હતું.
તેમણે જ્યોતિષીઓને બોલાવ્યા. કહ્યું, 'એના ગ્રહ જુઓ.'
માર્કન્ડેયના ગ્રહો જોવામાં આવ્યા. જ્યોતિષી ચુપ ન બોલે ન ચાલે. માબાપે પુછયું, 'એનું ભવિષ્ય કહો. આપ ચુપ કેમ છો જોશી મહારાજ !'
જોશી મહારાજ કહે, 'શું કહું ? બાળકનું ભવિષ્ય સાત વર્થો વાધારે નાથી.'
માતાપિતાનું હેયું હાહાકાર કરી ઊઠયું. તેઓ જ્યોતિષીને વિનંતી કરીને પગ દાબીને કરગરવા લાગ્યા, 'કોઈક ઉપાય સુચવો મહારાજ.'
'આશીર્વાદમાં ઘણી મોટી શક્તિ છે...' જ્યોતિષાએ કહ્યું અને તેઓ ચાલતા થઈ ગયા.
બાળક માર્કન્ડેય મોટો થવા લાગ્યો તો માતાપિતાએ તેને એક જ વાત સુચવી, 'બેટા ! જેટલા બને એટલા વધુ આશીર્વાદ મેળવજે. આશીર્વાદ મળે એવા કામ કરજે.'
આશીર્વાદ મેળવવાના બેજ રસ્તા પરિશ્રમ અને નમ્રતા.
માર્કન્ડેય તો નાનપણાથી જ આખી દુનિયાના કામ કરવા લાગ્યો. તે તો નાના મોટા સહુના કામ કરે અને આનંદમાં રહે. કામ પણ તે આનંદાથી કરે અને ઉપરાથી નમ્રતાનો પાર નહિ. તેનું કામ પતે એટલે સહુ કોઈ આશીર્વાદ આપીને કહે થ બેટા સુખી રહે, બેટા સો વર્ષનો થજે.
હવે માર્કન્ડેયનું આયુષ્ય તો સાત જ વર્ષનું હતું. તે સો વર્ષ સુાધી જીવે કેવી રીતે ?
આમ કરતાં કરતાં સાતમું વર્ષ શરું થયું. માર્કન્ડેયને તો હવે ભલા કામ કરવાની આદત પડી ગઈ હતી, તેને કામ સિવાય ગમતું નાથી. પરોપકાર સિવાય ચેન પડતું નહિ.
સાતમું વર્ષ આગળ વધ્યું તો માતા પિતાની ચિંતા ઔર વાધી ગઈ. શું આવો સરસ મજાનો મહેનતું અને પરગજુ છોકરો મરી જશે ?
સાતમું વર્ષ પુરું થવા આવ્યું ત્યારે આશ્રમમાં ચાર ષિઓ પાધાર્યા એ ષિઓ હતા સનક, આનંદ, સનત કુમાર અને સનાતન. એ ચાર ષિઓને સનકાદિ ષિ કહેવામાં આવતા હતા. એ ચારેય ષિઓનો જીવન અને મૃત્યુ ઉપર કાબુ હતો તેઓ એટલા ઊંચી કક્ષાના તપસ્વીઓ હતા કે તેઓ જીવન-મરણાથી પર થઈ ગયા હતા.
માર્કન્ડેય તો તેમની સેવા પણ કરવા લાગ્યા.
માર્કન્ડેયે તો સેવાનું વ્રત લીધું હતું. પણ સનકાદિ ષિ મુનિઓની સેવા તો તેમણે એટલા પ્રેમાથી કરી કે એ ષિઓાથી પણ બોલી જવાયું - બેટા સુખી થજે ... સો વર્ષનો થજે!
જ્યારે એ આશીર્વાદ મળ્યા. ત્યારે માર્કેન્ડેયનું સાતમું વર્ષ પૂરૂં થતું હતું. માતા પિતાએ મહાન મુનિઓને કહ્યું 'ગુરુદેવ !' આપ એને સો વર્ષનું આયુષ્ય બક્ષો છો પણ એના ગ્રહો તો સાત વર્ષ જ પુરા થાય છે.'
હસીને સનકાદિ ષી કહે, 'એનું આયુષ્ય તો એટલું એટલું જ છે. પણ આશીર્વાદ મહાન શક્તિ છે એ શક્તિ મૃત્યુથી પણ ચઢિયાતી છે. એ બાળકે અત્યાર સુાધીમાં એટલા આશીર્વાદ મેળવ્યા છે કે એને હવે મૃત્યુ પણ કંઈ કરી શકે તેમ નથી.'
અને.... તેમની વાત સાચી પડી. માર્કેન્ડેય પછી તો મહામુની માર્કેન્ડેય બન્યા અને સો વર્ષની ઉમર સુાધી આસાનીથી જીવી શક્યા. પણ તે તમામ ઉમર દરમિયાન તેમણે કામ તો પેલું જ કર્યું. પરિશ્રમ અને પરોપકારનું સાથમાં આનંદ અને નમ્રતા છોડયા નહિ.
The Power of Blessings
T his is the story of Markandeya's birth. When he was born, his parents were extremely happy. The baby was beautiful, healthy, and cheerful. They called for the astrologers and said, "Please read his stars."
Markandeya's horoscope was read. The astrologers fell silent. The parents asked, "Tell us his future. Why are you silent, respected astrologer?"
The head astrologer said, "What can I say? The child's future does not extend beyond seven years."
The parents' hearts filled with despair. They pleaded with the astrologer, begging him, "Please, suggest a remedy, sir."
"There is great power in blessings," the astrologer said, and then he left.
As the child Markandeya began to grow up, his parents gave him one piece of advice: "Son, get as many blessings as you can. Do things that earn you blessings." There are only two ways to earn blessings: hard work and humility.
From a young age, Markandeya started doing work for everyone. He would help the young and the old and remained joyful. He did his work happily and with endless humility. After he finished helping someone, they would bless him, saying, "Son, be happy," and "Son, may you live for a hundred years."
But Markandeya's lifespan was only seven years. How could he possibly live for a hundred years?
As time passed, his seventh year began. Markandeya had developed a habit of doing good deeds; he didn't like to be idle. He found no peace without helping others.
As his seventh year progressed, his parents' anxiety grew even more. Would such a wonderful, hardworking, and kind boy really die?
When the seventh year was about to end, four sages arrived at the ashram. These sages were Sanaka, Ananda, Sanat Kumara, and Sanatana. Together, they were known as the Sanakadi Rishis. These four sages had control over life and death. They were such high-level ascetics that they had transcended both.
Markandeya began to serve them as well.
He had taken a vow of service, and he served the Sanakadi Rishis with so much love that they couldn't help but say, "Son, be happy, may you live for a hundred years."
When he received this blessing, Markandeya's seventh year was just ending. His parents told the great sages, "Master! You grant him a life of a hundred years, but his stars say his life ends at seven years."
Smiling, the Sanakadi Rishis replied, "His original lifespan is indeed that short. But blessings are a great power, a power that is even greater than death. This child has earned so many blessings that now, even death cannot touch him."
And... their words came true.
Markandeya later became the great sage, Maha Muni Markandeya, and lived easily for a hundred years. But throughout his long life, he continued to do the same work: the work of diligence and helping others, never abandoning his joy and humility.








