સિમેન્ટમાં પાણી ભળે એટલે તે જામીને પત્થર જેવો થઇ જાય એટલે જ બાંધકામમાં વપરાય છે. જો કે સિમેન્ટને મજબૂત કરવા માટે વારંવાર પાણી છાંટવું પડે અને સખત થતાં સમય લાગે વિજ્ઞાાનીઓએ એવી રેતી વિકસાવી છે કે ચપટી ભરીને પાણી ભરેલા ગ્લાસમાં નાખો તો તરત જ તળિયે બેસી સખત પત્થર બની જાય. દક્ષિણ ધ્રુવ પર સંશોધનો માટે આ રેતી ઉપયોગી છે. દરિયામાં ઓઈલ ઢોળાયું હોય તે આ રેતી છાંટવાથી તે ઓઈલને સાથે લઈ પત્થર બનીને તળિયે બેસી જાય. આમ પાણીનું પ્રદૂષણ ઘટાડવા તેનો ઉપયોગ થાય છે.
આ જાદૂઈ રેતીને હાઈડ્રોલિક સેન્ડ, સ્પેસ સેન્ડ કે એકબા સેન્ડ પણ કહે છે. આ રેતી રંગબેરંગી હોય છે. માછલી ઘરમાં ચપટી નાખીને તળિયે સુંદર પત્થરો ગોઠવાઈ જાય છે. પરંતુ આ રેતીની શોધ પાણીનુ પ્રદૂષણ દૂર કરવા થઈ હતી. દરિયા કિનારાની રેતી, શુધ્ધ સિલિકા અને ટાઈમિથાઈલ સિલાનોલ નામના રસાયણનો ઉપયોગ કરીને આ રેતી બને છે.


