Magazines
સ્પર્શ કરતાં જ બિડાઈ જતા લજામણી છોડના પાન
By GS TEAM
14 Nov 20251 min read

પ્રાણીઓની જેમ વનસ્પતિમાં પણ આત્મરક્ષણની અજાયબ વિશેષતા જોવા મળે છે. તેમાં લજામણી સૌથી વધુ સંવેદનશીલ છે. ભારત સહિત દક્ષિણ એશિયામાં થતો આ છોડ 'ટચ મી નોટ પ્લાન્ટ' તરીકે જાણીતો છે. તેનું બોટાનિકલ નામ મીમસા પુડિકા છે.
લજામણીનો છોડ દોઢેક મીટર ઊંચો હોય છે તેને આમલી જેવા ઝીણાં પાન હોય છે. આ પાનનો આપણે સ્પર્શ કરીએ કે તરત જ બિડાઈ જાય છે. કોઈ પણ ચીજનો સ્પર્શ તે સહન કરી શકતી નથી. તેના પાનમાં ખાસ પ્રકારના કોશો હોય છે. તેમાં પોટેશિયમ આયન છુટા પડે છે અને પાણીનું દબાણ વધતાં જ તે બિડાઈ જાય છે. લજામણીને પીળા ફૂલ આવે છે. આ છોડ વિજ્ઞાાનીઓને અભ્યાસમાં ખૂબ જ ઊપયોગી થયો છે. જો કે ખેતરમાં આ છોડ અન્ય પાકને નુકસાન કરે છે.









