Magazines

શરીરનો રાજા મગજ .

By GS TEAM
30 Jan 20261 min read
શરીરનો રાજા મગજ                         .

પ્રાણી પક્ષીઓમાં મગજ શરીરનું સંચાલન કરનાર મુખ્ય અવયવ છે. જટિલ રચના અને કાર્યપધ્ધતિ ધરાવતું મગજ વિવિધ પ્રાણી પક્ષીઓમાં જરૂરિયાત મુજબ સંદેશાવ્યવહાર દ્વારા શરીરનું સંચાલન કરે છે. મનુષ્યનું મગજ સૌથી વધુ ક્ષમતા ધરાવતું અને બુધ્ધિશાળી છે. માણસના મગજમાં અબજો જ્ઞાાનકોશો હોય છે. આ જ્ઞાાનકોશો ઉંમર વધે તેમ નાશ પામતા હોય છે. અને નવાં બનતા નથી. મગજનો ૬૦ ટકા સફેદ ભાગ વિચારવાનું અને ૪૦ ટકા ભૂખરો ભાગ સંદેશાવ્યવહારનું કામ સંભાળે છે. મગજનો સંદેશાવ્યવહાર રાસાયણિક વિદ્યુત પ્રક્રિયાથી થાય છે. માણસના મગજનું વજન તેના શરીરના લગભગ બે ટકા જેટલું હોય છે. મગજ નાનું હોવા છતાંય શરીરને મળતાં કુલ ઓક્સિજનનો ૨૦ ટકા  હિસ્સો વાપરે છે.