Magazines

મનુષ્ય જીવનની યાત્રા .

By GS TEAM
8 Apr 20262 mins read
મનુષ્ય જીવનની યાત્રા                                    .

- કટુવચન સંસારનું સૌથી ભયાનક શસ્ત્ર છે. દ્રૌપદીએ કહ્યું કે આંધળાના સંતાન પણ આંધળા જ હોય છે. આનાથી દુર્યોધનને અપમાનનો બદલો લેવાનું મન થયું

મનુષ્ય જીવનની યાત્રા અનંત છે. આ યાત્રામાં અનેક શરીર વસ્ત્રોની જેમ બદલવામાં આવે છે. સંસારમાં જન્મ લેતાં જ શરીર રૂપી વસ્ત્ર પહેરી લેવામાં આવે છે અને મૃત્યુ થતાં આ શરીર રૂપી વસ્ત્રનો ત્યાગ કરી દેવામાં આવે છે. જે જીવન આપણને દેખાય છે તે જન્મ અને મૃત્યુ વચ્ચે દેખાય છે, પરંતુ જન્મ અને મૃત્યુ પછી પણ જીવન ગતિશીલ રહે છે. મૃત્યુ પછી ફરીથી નવું શરીર ધારણ કરવાની વચ્ચે જીવાત્મા થોડોક વિશ્રામ કરે છે અને પછી આગળની યાત્રા શરૂ કરે છે.

આ યાત્રામાં તેનું ચિત્ત સદાય જીવાત્માની સાથે રહે છે. આ ચિત્ત જ છે જેમાં તેણે કરેલાં કર્મ સંસ્કારોનો સંગ્રહ થાય છે અને આ જ કર્મ સંસ્કારોના આધારે એ નિર્ધારિત થાય છે કે તેના ભાવિ જન્મનાં માતા-પિતા કોણ હશે ? તેણે ક્યાં જન્મ લેવો પડશે ? ક્યાં કાર્ય કરવાં પડશે ? ક્યા લોકો સાથે તેનો સંપર્ક થશે અને તેના જીવનમાં કઈ કઈ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બનશે?

- Never Forget 3 Types of people in your life. 

(A) Who Help you in Difficult Times. (B) Who left you Indifficult Times. (C) Who Put you In Difficult Times.

- આ સૃષ્ટિ કર્મવ્યવસ્થાના આધારે ચાલે છે. શુભ કે અશુભ કર્મોનું પરિણામ સમય આવ્યે મળે જ છે. આગામી દિવસોમાં આવું જ કંઈક થવાનું છે. આજે કષ્ટો તથા સમસ્યાઓ તેની ચરમસીમાએ પહોંચી ગયા છે. માણસના મનમાં કૂકર્મોએ કુરુક્ષેત્રનું મેદાન બનાવી દીધું છે. આવા વિક્ટ સમયમાં જો દેવી શક્તિઓ હસ્તક્ષેપ નહિ કરે તો માનવજાતનો વિનાશ થઈ જશે.

- વેદોની સંખ્યા ચાર છે- ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ, ઋગ્વેદ સૌથી પ્રાચીન વેદ છે.

- બાળકોને વાર્તાઓ સાંભળવી ખૂબ ગમે છે વાર્તાઓના માધ્યમથી તેઓ ઘણું બધું શીખે છે. વાર્તાઓ દ્વારા તેમનો માનસિક તથા કાલ્પનિક વિકાસ થાય છે. અને તેમનામાં સમજદારી વધે છે.

- સંસારના બધા દુ:ખો, કલેશો, સંઘર્ષનું એકમાત્ર કારણ એ છે કે લોકો પોતાના માટે જે ચાહે છે. તેવું બીજાઓની સાથે વ્યવહાર નથી કરતાં.

- કટુવચન સંસારનું સૌથી ભયાનક શસ્ત્ર છે, જેનો ધાવ ક્યારે પણ નથી ભરાતો. દ્રૌપદીએ કહ્યું કે આંધળાના સંતાન પણ આંધળા જ હોય છે આનાથી દુર્યોધનને અપમાનનો બદલો લેવાનું મન થયું.

- દુ:ખ પીડા પહોચાડવી, અપમાન, તિરસ્કાર તથા અનાદર કરવો ધોખો વિશ્વાસઘાત તથા ઠગાઈ કરવી વગેરે નિશ્ચિત દુ:ખદાયી છે.

- ગંગા શરીરને પવિત્ર કરે છે જ્યારે ગાયત્રી આત્માને.

- આત્માની સૌથી મોટી શ્રેષ્ઠતા પ્રેમભાવના છે. સેવા, દયા, કરૂણા, સહાયતા, સહયોગ, ક્ષમા, ઉદારતા, દાનશીલતા જેવી અગણિત સત્પ્રવૃત્તિઓ પ્રેમ ભાવનાની છાયા માત્ર છે. મહાન વ્યક્તિ કેવળ પ્રેમી જ હોય છે.