Magazines

ફનટાઈમ .

By GS TEAM
29 Aug 20251 min read
ફનટાઈમ                                                     .

પતિએ પત્ની પાસેથી રૂ. 250 ઉછીના લીધા. થોડા દિવસ 

પછી ફરીથી ૨૫૦ રુપિયા ઉછીના લીધા.

પહેલી તારીખે પગાર થઈ ગયો એટલે પત્નીએ પતિ પાસેથી રૂપિયા પાછા માગ્યા.

પતિએ પૂછયું, 'કેટલા પાછા આપવાના થાય છે?' 

પત્નીએ કહ્યું, '૪૧૦૦ રૂપિયા!' 

પતિ  ચોંકી ઉઠયો. એણે હિસાબ માગ્યો. પત્નીએ જે હિસાબ આપ્યો તે 

આ પ્રમાણે હતો-

૧)      રુ. ૨૫૦

૨)      રુ. ૨૫૦

-------------------

ટોટલ     રુ. ૪૧૦૦

પતિ હજી પણ શોધી રહ્યો છે કે પત્ની કઈ સ્કૂલમાં આવું ગણિત શીખી છે? 

થોડા દિવસ પછી પતિએ ૪૦૦ રૂપિયા પાછા આપી પૂછયું કે હવે કેટલા આપવાના 

બાકી  રહ્યા?

પત્નીએ લખ્યું-

   રુ. ૪૧૦૦

- રુ. ૪૦૦

----------

= રુ. ૧૦૦

પતિએ તરત ૧૦૦ રૂપિયા પાછા આપી રાહતનો શ્વાસ લીધો. એ પછી બંને સુખેથી જીવ્યાં. માત્ર ગણિત મરી પરવાર્યું!