Magazines

પૃથ્વી પર સૌથી ઊંચા, સૌથી નીચાં સ્થળો

By GS TEAM
19 Dec 20251 min read
પૃથ્વી પર સૌથી ઊંચા, સૌથી નીચાં સ્થળો

પૃથ્વીની સપાટી પર ક્યાંક પર્વતો, ક્યાંક મેદાનો તો ક્યાંક ઊંડી ખીણો આવેલી છે. કોઈ પણ સ્થળની ઊંચાઈ દરિયાની સપાટી સાથે સરખાવીને નક્કી થાય છે. દરિયાની સપાટી બધે જ સરખી હોતી નથી એટલે તમામ સમુદ્રોની સરેરાશ સપાટીને પ્રમાણભૂત ગણીને સ્થળ કે ચીજોની ઊંચાઈ માપવામાં આવે છે.

- પૃથ્વી પર આવેલા સૌથી નીચા અને સૌથી ઊંચા સ્થળો પણ ઓળખવા જેવા છે.

- સૌથી નીચો રોડ: ઇઝરાયેલ અને જોર્ડનમાં આવેલો ડેડ સી રોડ દરિયાની સપાટીથી ૪૧૮ મીટર નીચો છે.

- સૌથી નીચું એરપોર્ટ: ઇઝરાયેલનું બાર યેહુદા એરપોર્ટ દરિયાની સપાટીથી ૩૭૮ મીટર નીચું છે.

- સૌથી નીચું રેલવે સ્ટેશન: જાપાનનું યોશિકા કેઈટી દરિયાની સપાટીથી ૧૫૦ મીટર નીચું છે.

- સૌથી ઊંચો રોડ: ચીલીના જવાળામુખી પર્વત પર આવેલા ઓકાનકલીયોને રોડ દરિયાની સપાટીથી ૬૧૭૬ મીટર ઊંચો છે.

- સૌથી ઊંચુ એરપોર્ટ: ચીનનું કામાદો બાંગદા એરપોર્ટ ૪૩૩૪ મીટર ઊંચાઈએ આવેલું છે.

- સૌથી ઊંચી રેલવે: ચીનના ટેંગુલા પર્વત પર આવેલી રેસુલાની કવીગઝાંગ રેલવે ૫૦૬૮ મીટરની ઊંચાઈએ છે.