અમદાવાદ નજીક વહેલાલ ખાતેના પારદેશ્વરનું મહાત્મ્ય

- હજાર શિવલિંગની પૂજા કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેનાથી કરોડગણું પુણ્ય પારદેશ્વર મહાદેવની પૂજાથી પ્રાપ્ત થાય છે
પૃથ્વી ઉપર કેદારનાથ સહિત જેટલા પણ શિવલિંગ છે તે સર્વના દર્શનથી જે પુણ્ય થાય છે, તે જ પુણ્ય, પારદલીંગના દર્શન માત્રથી થાય છે.
પારદેશ્વર મહાદેવના (પારદ શિવલિંગના) દર્શન અનેક જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય ત્યારે જ સંભવિત બને છે. પ્રણવ તેમજ પારદનું મહત્ત્વ બતાવતાં સ્વયં મહાદેવજીએ પાર્વતીજીને કહ્યું છે... કે.... પારદેશ્વરના દર્શન માત્રથી જન્મજન્માંતરના પાપોની નિવૃત્તિ થાય છે. કારણ કે પારદ મારું જ સ્વરૂપ છે, દેહરોગ-ભવરોગથી મુક્તિ મળે છે.
- આધિભૌતિક, અધિદૈવિક, આધ્યાત્મિક (ત્રણે પ્રકારના) તાપોની નિવૃત્તિ થાય છે.
- હજાર શિવલિંગની પૂજા કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેનાથી કરોડગણું પુણ્ય પારદેશ્વર મહાદેવની પૂજાથી પ્રાપ્ત થાય છે.
- દર્શન કરીને ભગવાન પારદેશ્વરને હૃદયઆકાશમાં સ્થાપિત કરી સ્મરણ કરવાથી તરત જ જન્મજન્માંતરોના પાપોમાંથી મુક્તિ મળે છે.
- પારદેશ્વર મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સત્ સ્વરૂપ છે. તેના દર્શનથી ત્રિદેવના દર્શનનો લાભ એક સાથે મળે છે.
- પારદેશ્વર ભગવાનના દર્શન અને પૂજન, આલોક-પરલોકના (ભોગ અને મુક્તિ) સુખોને આપનાર છે.
- ત્રણે લોકમાં જેટલાં પણ શિવમંદિર છે તે બધાં મંદિરોમાં શિવ પૂજન કરનારને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જ મોક્ષ ફળ એકજ વાર પારદલિંગના દર્શન માત્રથી મળે છે.
- ઓમકાર વાચક છે, હું તેનો વાચ્ય છું. એટલે ઓમકાર મારું જ સ્વરૂપ છે.
- હું જેના પર પ્રસન્ન થાઉં છું, તેને જ ઓમકારનું દાન કરું છું.
- સર્વનો સૃષ્ટા, દ્રષ્ટા અને જ્ઞાાતા તથા સર્વ વ્યાપક પ્રભુ હું શિવ એકાક્ષર મંત્ર ઓમમાં રહું છું, તેથી હું શિવ જ પ્રણવ છું, અને હું પ્રણવ એ જ શિવ છું.
- ઓમકારનો 'આકાર' મારા ઉત્તર મુખથી, 'ઉકાર' પશ્ચિમ મુખથી, 'મકાર' દક્ષિણ મુખથી અને બિંદુ પૂર્વ મુખથી, તેમજ નાદ વચ્ચેના મુખથી, એમ પાંચ પ્રકારે પ્રગટ થઈ એકાક્ષર મંત્ર બનેલ છે.
- બ્રહ્મા અને વિષ્ણુને મેં મંત્રદાનમાં પ્રણવનું દાન કર્યું હતું. તેથી પ્રણવ સ્વરૂપ પારદેશ્વર અને પારદેશ્વર સ્વરૂપ પ્રણવની મહત્તા આ શિવાલયમાં સ્થાપિત થયેલ છે.









