વિવિધ બીજનો મહિમા .

- ચંદ્ર બીજના દિવસે ખાસ પ્રકારનો જોવા મળે છે. લગભગ 90% ચંદ્ર દેખાતો નથી માત્ર કોર (ધાર) જ જોઈ શકાય છે.
આ૫ણે ત્યાં ઉજવતા વિવિધ ઉત્સવોમાં બીજનો મહિમા સમજવા જેવો છે. ચંદ્ર બીજના દિવસે ખાસ પ્રકારનો જોવા મળે છે. લગભગ ૯૦% ચંદ્ર દેખાતો નથી માત્ર કોર (ધાર) જ જોઈ શકાય છે. બીજના ચંદ્રનાં દર્શન કરવાં એ પણ એક લ્હાવો છે. આખાં વર્ષ દરમિયાન જુદા જુદા પ્રકારની બીજ આવે છે જે નીચે પ્રમાણે છે :
(૧) ભાઈબીજ: કારતક સુદ બીજના દિવસે ભાઈબીજ ઉજવવામાં આવે છે. આ દિવસે ભાઈ, બહેનને ત્યાં જાય છે અને ભેટ આપે છે. બહેન પણ ભાઈને જમાડે છે. આ દિવસે યમુના સ્નાનનો પણ ખાસ મહિમા છે. ભાઈ બીજને યમ દ્વિતીયા પણ કહે છે. યમની બહેન યુમના મનાય છે.
(૨) તુકારામ બીજ : ફાગણ વદ બીજ તુકારામ બીજથી જાણીતી છે. સંત તુકારામનો જન્મ ફાગણ વદ બીજના રોજ થયો હતો.
(૩) અષાઢ સુદ બીજ : અષાઢી બીજ : આ દિવસે જગન્નાથપુરી અમદાવાદ તથા અન્ય શહેરોમાં ભવ્ય રથયાત્રા નીકળે છે. બલભદ્રજી, સુભદ્રાજી તથા જગન્નાથજીની રથયાત્રા વાજતે ગાજતે કાઢવમાં આવે છે. કચ્છી લોકોનું નવું વર્ષ અષાઢી બીજ કહેવાય છે. અષાઢી બીજે જો ચંદ્ર વાદળમાં છુપાયેલો હોય તો વરસાદ સારો પડે છે તેવી માન્યતા છે.
અષાઢ વદ બીજે હીંડોળા પ્રારંભ થાય છે અને શ્રાવણ વદ બીજે સમાપ્ત થાય છે.
(૪) ભાદરવા સુદ બીજ : ભગવાન શ્રી હરિનો વરાહ અવતાર આ દિવસે થયો હતો.
બીજ બ્રહ્મા કે બ્રહ્મદેવ સાથે પણ સંબંધ ધરાવે છે. રણુજાના રાજા રામદેવપીરને બાર બીજના ધણી કહેવાય છે.
મુસ્લીમ ધર્મમાં ચાંદના દીદાર થાય તે પ્રમાણે રમઝાન ઈદ ઉજવાય છે. આમ બીજ દર્શનનો મહિમા અનેરો છે.
- ભરત અંજારિયા








