શાસ્ત્રોમાં માતાનો મહિમા .

- મધર્સ ડે 10 મે
૧ માતૃદેવો ભવ ઋગ્વેદ
૨ નાસ્તિ માતૃસમો ગુરુ- માતા સમાન કોઈ ગુરુ નથી. ઉપનિષદ
૩ જેનાથી માતા પ્રસન્ન થાય છે તેનાથી આખી પૃથ્વી પ્રસન્ન થાય છે. મહાભારત
૪ માતાની પૂજા વગર તમામ પૂજા વ્યર્થ છે યાજ્ઞાવલ્કય સ્મૃતિ
૫ ૧૦ ઉપાધ્યાય, ૧૦૦ આચાર્ય, ૧૦૦૦ પિતાથી ય એક માતા ચડે. મનુસ્મૃતિ
૬ જનની અને જન્મભૂમિ તો સ્વર્ગ કરતાંય ચડિયાતાં છે. રામાયણ
૭ માતા માનવ-જીવનનું પવિત્ર ગંગાજળ છે. ચાણ્કયનીતિ
૮ પુત્ર કુપુત્ર થાય છે પણ માતા કુમાતા કદી નથી થતી. શ્રી. શંકરાચાર્ય
૯ તારું સ્વર્ગ તારી માતાના ચરણોમાં છે. મહંમદ પયગંબર
૧૦ સૌથી પહેલો અને વારંવાર બોલાતો શબ્દ મા છે. સ્વામી રામતીર્થ
૧૧ જો પિતા આકાશથી ઊંચા છે તો માતા પૃથ્વીથી ય મહાન છે. યુધિષ્ઠિર
૧૨ માતાની ગોદમાં જે મળે છે તે ચાર વેદોથી પણ નથી મળતું. ઋષિ પરાશર
૧૩ જેણે માતાને જાણી તેણે ભગવાનને જાણ્યા. સંત વેમન
૧૪ સમગ્ર માનવજાતિના હોઠો પરનો સુંદર શબ્દ છે મા ખલિલ જિબ્રાન
૧૫ મા-ની પ્રદક્ષિણા પૃથ્વીની પ્રદક્ષિણા કર્યા બરાબર છે ગણેશ પુરાણ
૧૬ પિતા આમ્રવૃક્ષ છે, માતા મંજરી છે, બાળકો ફળ છે. ઇગર સોલ
૧૭ મા આગળ જગતની સંપત્તિ અને વૈભવ તુચ્છ છે. ગોલ્ડ સ્મિથ
૧૮ ધૈર્ય, હિંમત, સાહસના બધા પાઠ હું મા પાસેથી શીખ્યો છું. નેપોલિયન
૧૯ હું જીવનમાં જે કંઈ થઈ શક્યો છું તે માતાને આભારી છે. અબ્રાહ્મ લિંકન
૨૦ તારાઓ આકાશની કવિતા છે, મા પૃથ્વીની કવિતા છે હારગ્રેવ
૨૧ માતૃત્વએ પયગંબરના કાર્યનો જ એક ભાગ છે. કવિ ઇકબાલ
૨૨ માતાની ગોદમાં બેઠેલું શિશુ વિશ્વનું શ્રેષ્ઠ ચિત્ર છે. યોગવશિષ્ઠ
૨૩ માતાના જ્ઞાનથી પૃથ્વી પરનું અજ્ઞાન દૂર થાય છે. વિદુરનીતિ
૨૪ માનવતા અને સંસ્કૃતિનું વિદ્યાલય માતાના મુખમાં છે. ફ્રેડરિક હેસ્ટન
૨૫ પોતાની માતા વગર કયો પુરુષ પૃથ્વી ઉપર પેદા થયો છે ? સરદાર વલ્લભભાઈ
૨૬ મા-નો અર્થ દુનિયાની તમામ ભાષાઓમાં મા થાય છે. રવીન્દ્રનાથ ટાગોર
૨૭ મા સમાન છાયા નથી, ગતિ નથી, રક્ષણ નથી, પ્રિય નથી. મહાભારત
૨૮ જે રાહ જુએ છે તે માતા છે અથર્વવેદ
૨૯ પોતાના બાળક માટે માતાના મુખમાંથી ના-નથી નીકળતી. નારદ પુરાણ
૩૦ ગુણવાન પુત્રની માતાનું ગૌરવ કરો. તિરુવલ્લુવર
૩૧ માતા સમું ન કોઈ જ્ઞાતા, માતા સમી કશે ન શાતા શ્રીમદ્ ભાગવત
૩૨ માતા વિના સૂનો સંસાર, નમાયાંનો શો અવતાર ? કવિ પ્રેમાનંદ
૩૩ મા-ની સમક્ષ પુત્રએ ઉત્તમ મનવાળા થઈને રહેવાનું છે. અથર્વવેદ-
૩૪ પોતાના સદાચારથી માને પ્રસન્ન કરે તે જ સાચો પુત્ર છે. ભતૃહરિ નીતિ શતક
૩૫ નાસ્તિ માતૃસમો ગુરુ-માતા સમાન કોઈ ગુરુ નથી. બ્રહ્મ ઉપનિષદ
- સંકલન : પી.એમ.પરમાર








