Get The App

જય રણછોડનો જયધોષ .

Updated: Mar 5th, 2020

GS TEAM

Google News
Google News
જય રણછોડનો જયધોષ                  . 1 - image


૧૦ મીએ ધૂળેટી છે. હોળી-ધૂળેટીની સાથે સંકળાયેલી ડાકોરની પદયાત્રા વિશેષ આકર્ષણ ધરાવે છે. આ વખતે રવિવારની રજાનો લાભ મળતો હોઈ પદયાત્રીઓની સંખ્યા વધશે. ડાકોરની જોડતા તમામ માર્ગો પર લાખો-પદયાત્રીઓ છઠ્ઠી તારીખે અગિયારશથી પદયાત્રાનો પ્રારંભ કરશે.  અમદાવાદથી ડાકોર અંદાજે ૮૦ કિલોમીટર છે. જે લોકો દર મહિનાની પૂનમે ડાકોર ચાલતા જાય છે. તેમના માટે ૮૦ કિ.મી.નું અંતર કાપતા માંડ દોઢ-બે દિવસ થાય છે જ્યારે માત્ર વર્ષમાં એકવાર ફાગણની પૂનમે પદયાત્રા કરીને ડાકોર જનારાને ચાર દિવસ જેટલો સમય લાગે છે.

ડાકોરમાં પદયાત્રા કરીને ભગવાન રણછોડરાયના દર્શન કરતાં લાખો પદયાત્રીઓના મનમાં જયરણછોડ માખણચોરનું રટણ ચાલતું હોય છે. ડાકોર પદયાત્રા માટે લોકોમાં અનેરો થનગનાટ હોય છે. જ્યારે લાખો લોકો પદયાત્રા કરીને ડાકોર પહોંચશે ત્યારે માર્ગમાં તેમની સેવા કરનારા સેવાભાવી સજ્જનો મોટા પાયે કેન્દ્રો ખોલીને રાહ જોઈ રહ્યા હશે. રણછોડરાયના દર્શને જતા પદયાત્રીઓના પગમાં રણછોડરાયના વિવિધ ભજનો જોમ પુરતા હોય છે. જ્યારે ડાકોરમાં ચારે દિશાએથી લાખો પદયાત્રીઓ આવશે ત્યારે જ્યરણછોડનો જ્યઘોષ સાંભળવા મળશે. તા.૮,૯ અને ૧૦ માર્ચના મંદિરમાં દર્શનનો સમય ભક્તોને ઉપયોગી થઈ પડશે. જ્યરણછોડ.

ફાગણસુદ ૧૩/૧૪ તા.૦૮/૦૩/૨૦૨૦ રવિવાર

મંગળા આરતી ૫:૦૦

સવાર સાંજ

૦૫:૦૦ થી ૦૮:૦૦ ૦૩:૪૫ થી ૦૫:૩૦

મંગળા દર્શન ઉત્થાપન દર્શન

૦૮:૩૦ થી ૦૧:૦૦ ૦૫:૪૫ થી ૦૮:૦૦

શ્રુંગાર દર્શન શયન ભોગ દર્શન

૦૧:૩૦ થી ૦૨:૩૦ ૦૮:૪૫ કલાકે

રાજભોગ દર્શન સખડી ભોગ દર્શન ખુલી

૦૨:૩૦ થી ૦૩:૪૫ દર્શન બંધ ખુલી અનુકુળતાએ પોઢી 

ફાગણસુદ ૧૫(પૂનમ) તા.૦૯-૦૩-૨૦૨૦ સોમવાર

મંગળા આરતી ૪:૦૦

સવાર સાંજ

૦૪:૦૦ થી ૦૭:૩૦ ૦૬:૦૦ થી ૦૮:૦૦

મંગળા દર્શન ઉત્થાપન દર્શન

૦૮:૦૦ થી ૦૨:૩૦ ૦૮:૧૫ કલાકે

શ્રુંગાર દર્શન દર્શન ખુલી

૦૩:૦૦ થી ૦૫:૩૦ શયન સેવા થઈ

રાજભોગ દર્શન સખડી ભોગ આરોગી

૦૫:૩૦ થી ૦૬:૦૦ દર્શન બંધ અનુકુળતાએ પોઢી જશે

ફાગણવદ ૧ (દોલોત્સવ) તા.૧૦/૦૩/૨૦૨૦ મંગળવાર

    મંગળા             આરતી ૪:૩૦

    સવાર             સાંજ

૦૪:૩૦ થી ૦૮:૩૦ ૦૩:૩૦ થી ૦૪:૩૦

મંગળા દર્શન રાજભોગ દર્શન

૦૯:૦૦ થી ૦૧:૦૦ ૦૫:૧૫ કલાકે

કુલડોળમાં બીરાજશે દર્શન ખુલી

૦૧:૦૦ થી ૦૨:૦૦ ઉત્થાપન આરતી થઈને

સુધી દર્શન નિત્યક્રમાનુસાર શખડી ભોગ 

૦૨:૦૦ થી ૦૩:૩૦ શયન ભોગ આરોગી

દર્શન બંધ અનુકુળતાએ પોઢી જશે

Tags :