Magazines

ઉત્તર દિશાનો સ્થિર તારોઃ ધ્રુવ

By GS TEAM
12 Dec 20251 min read
ઉત્તર દિશાનો સ્થિર તારોઃ ધ્રુવ

પૃથ્વી ધરી ઉપર ફરે છે અને સાથે સાથે સૂર્યની પ્રદક્ષિણા પણ કરે છે. એટલે અવકાશમાં રહેલ ગ્રહો અને તારાઓના સ્થાન બદલાતા દેખાય છે. પરંતુ ઉત્તર દિશામાં પૃથ્વીની ધરીની બરાબર સમાંતર રેખા ઉપર આવેલી ધ્રુવનો તારો હમેશા એક જ સ્થળે સ્થિર દેખાય છે. તેને અચળ તારો કહે છે. અંગ્રેજીમાં તેને પોલારિસ કહે છે. તે પૃથ્વીની નજીક હોવાથી નરી આંખે દેખાય છે. પ્રાચીન કાળમાં ખલાસીઓ અને પ્રવાસીઓ આ તારાને આધાર રાખી દિશા નક્કી કરતાં. તેને ગાઈડિંગ સ્ટાર પણ કહે છે.