ઇંઘણ ઓછા નહીં પડે! .

- એક વાર્તા... બે ભાષામાં!
- Harish Nayak
- ગિરજાબાઈ તરત જ ઉભાં થયાં. પણ ઉઠીને એમણે ચિંતાતુર મુખે પતિને ધીમેથી કહ્યુંઃ 'રસોઈ તો કરું, પણ ચૂલામાં સળગાવવા લાકડાં ક્યાં છે?'
મુ શળધાર વરસાદ વરસતો હતો. રાત્રિનો સમય હતો. બહાર ખૂબ અંધકાર હતો. એક કોડિયું સળગાવી એના મંદ પ્રકાશમાં સંત એકનાથ લેખનકાર્ય કરતા બેઠા હતા.
એટલામાં બારણે ટકોરા થયા અને 'એકનાથ પંત, એકનાથ પંત' એવા અવાજો આવવા લાગ્યા.
એકનાથે બારણાં ઉઘાડયાં. જુઓ તો ચાર અતિથિ ઉભા હતા.
એમણે અતિથિઓનુ સ્વાગત કર્યું. એમને હાથપગ ધોવા પાણી આપ્યું.
પછી ઘરમાં જઈને કહ્યું: 'અરે સાંભળો છે કે? ઘેર મહેમાન આવ્યા છે. એમના માટે ભોજનની વ્યવસ્થા કરો.'
બધું પરવારી હમણાં જ પથારીમાં પડેલાં ગિરજાબાઈ તરત જ ઉભાં થયાં. પણ ઉઠીને એમણે ચિંતાતુર મુખે પતિને ધીમેથી કહ્યુંઃ 'રસોઈ તો કરું, પણ ચૂલામાં સળગાવવા લાકડાં ક્યાં છે?'
'કેમ? ગઈ કાલે જ ગાડું ભરીને લાકડાં આવ્યાં ને?'
'હા, પણ એ તો આંગણામાં નાખ્યાં હોવાથી વરસાદથી ભીંજાઈ ગયાં છે. એ સળગે શી રીતે?'
એકનાથે ક્ષણભર વિચાર કર્યો. અતિથિને ભૂખ્યા સુવાડાય કેમ? એ શક્ય જ નહોતું. એમના ગૃહસ્થધર્મને કલંક લાગે.
એ બોલ્યા: 'હું લાકડાં લાવું છું. એ દરમિયાન તમે બીજી તૈયારી કરો.'
થોડી જ વારમાં એમણે ગિરજાબાઈને સૂકાં લાકડાં લાવી દીધાં. રસોઈ થતાં મહેમાનોને જમાડયા. તેઓ જમીને ઉપરના માળે સૂઈ ગયા.
એ પછી એકનાથ નીચે પથારી કરીને સૂતા એ જોઈ ગિરજાબાઈએ પૂછ્યું: ' આ શું? પલંગમાં કેમ સૂઈ જતા નથી?'
'પલંગ ક્યાં છે?' હસીને એકનાથે કહ્યું: 'પલંગ તો ગયો ચૂલામાં. તેં રસોઈ બનાવવા જે ઇંઘણ વાપર્યા એ પલંગના જ હતાં.'
The Firewood Will Not Run Out!
- Girijabai whispered to her husband:"I will cook, but tell me-where is the firewood for the stove?"
I t was pouring heavily. The night was dark, and outside it was pitch black. Inside, in the dim light of a small oil lamp, Saint Eknath was sitting and doing his writing work.
Just then, there was a knock at the door. A voice called out, "Eknath Pant! Eknath Pant!"
Eknath opened the door. To his surprise, four guests were standing there.
He welcomed them warmly and offered water to wash their hands and feet. Then, going inside, he said to his wife:
"Listen! Guests have come to our house. Please prepare food for them."
Girijabai, who had just lain down in bed a while ago, immediately stood up. But with a worried look, she whispered to her husband:
"I will cook, but tell me-where is the firewood for the stove?"
"What? Didn't we bring a cartload of firewood only yesterday?" Eknath asked.
"Yes," she replied, "but since it was kept in the courtyard, the rain has soaked it all. How can that burn now?"
Eknath thought for a moment. How could guests be allowed to sleep hungry? That was simply unthinkable. It would bring dishonor to his duty as a householder.
So he said firmly:
"I will bring firewood. Meanwhile, you start preparing the other things."
In just a short while, Eknath brought Girijabai some dry firewood. She cooked the food, and the guests were served dinner. After eating, they went upstairs to sleep.
Later, when Eknath spread his bedding downstairs, Giribai looked at him with surprise and asked:
"What is this? Why are you not sleeping on the bed?"
Smiling, Eknath replied:
"What bed? The bed has gone into the stove! The firewood you used to cook the food-that was from the bed itself."








