'વિદ્યા' ભણીને વિદાય લેતા શિષ્યને 'ગુરૂ'નો અંતિમ ઉપદેશ

(તૈતિરીય ઉપનિષદ)
ગુરૂકુળમાંથી કોલેજમાંથી વિદાય થતા શિષ્યોને ગુરૂ- સંસ્થા કે વાઈસચાન્સેલર, દીક્ષાન્ત પ્રવચન આપે છે. જે ઘર માટે પોતાના જીવન માટે અને રાષ્ટ્ર માટે ખૂબ જ ઉપયોગી અને સમજવા જેવું તથા જીવનમાં ઉતારવા જેવું છે. તૈતિરીય ઉપનિષદમાં તથા આયુર્વેદની સુશ્રુતસંહિતા, ચરકસંહિતામાં તે ઉપદેશો આપેલા છે.
વિદ્યાની ઉપાસના કર્યા પછી શિષ્ય જ્યારે સમાજમાં આવે છે. ત્યારે તેની ઉપર પોતાની, પોતાના કુટુંબની તથા રાષ્ટ્રની જવાબદારી પોતાને શિરે આવે છે. ગુરૂકુળ કોલેજમાંથી વિદાય આપતી વખતે જે અંતિમ ઉપદેશ આપવામાં આવે છે તેને દીક્ષાન્ત-પ્રવચન કહેવાય છે. આયુર્વેદમાં 'વિશિખાનુ પ્રવેશ' નામના અધ્યાયમાં તે ઉપદેશ આપેલ છે આને વિદ્યાનો અંતિમ ઉપદેશ કે 'અંતવાસી' ઉપદેશ પણ કહેવાય છે.
સંસ્કૃતમાં વિદ્યાર્થીનું એક બીજુનામ 'શિષ્ય' તથા 'છાત્ર' પણ કહેવાય છે. 'છત્ર ગુરુ દુષણ' જે ગુરુના દૂષણને ઢાંકે છે તેને છાત્ર કહેવાય છે. છાત્ર એટલે ગુરૂના દુષણોને ઢાંકી તેણે આપેલ જ્ઞાાન માત્રને દિપાવે છે.
જે શિક્ષણની માનવને જરૂર છે. તે બધું જ શિક્ષણ તપોવનમાં આપવામાં આવતું. શિક્ષણ આપનારાઓ ગુરૂ તત્વજ્ઞાાનીઓ હતા. લોકોમાં સ્વેચ્છાપૂર્વક શિક્ષણ અર્પણ કરવાની તેમની ઉચ્ચભાવના હતી. તેઓને ફંડ, ખરડા કે ખુશમતની જરૂર ન હતી. જગતમાં ક્યાંય ભારત જેવું શિક્ષણ વ્યવસ્થા ન હતી. શિક્ષણ સતામાં ઋષિસતા જ ચાલતી હતી. તપોવનમાં શ્રીમંત અને ગરીબને સરખા ગણવામાં આવતા. તેમની સાથેનું વર્તન સમાન હતું.
Education શબ્દનાં અર્થ ‘To draw out’ અવ્યક્ત અને સુષુપ્તગુણો અને શક્તિ જાગૃત કરવા એટલે Education. ગુરૂકુળમાં મોટો કોણ ? મોટાઈ કોની? રાજાની, પૈસાદારની કે રાજદ્વારી નેતા (Political leader)ની? ના, આ કોઈની પણ નહિં. શિક્ષણ સંસ્થામાં તો શિક્ષણ અધિકારી જ પ્રમુખ, વિદ્યાર્થીઓનો ગુરૂ ઉપર જ એક નિષ્ટ પ્રેમ હતો. તેમના મન તો ગુરુ કોઈ ચડે નહિ.
- આચાર્ય શિષ્યને દીક્ષાન્ત પ્રવચન આપે છે ત્યારે : (ઉપનિષદોની કથાઓમાંથી)
૧) સત્યંવદ: સાચું બોલજે.
૨) ધર્મચર : ધર્મનું આચરણ કરજે.
૩) સ્વાધ્યાયન મા પ્રમાદ : ભણેલા શાસ્ત્રોને ફરી ફરી ભણવા તથા ભણાવવામાં આળશ કરીશ નહીં.
૪) પ્રજાન્તનું મા વ્યવરછેત્સી : પ્રજોત્પતિ રૂપી તાંતણાને તોડતો નહીં, અર્થાત લગ્ન જરૂર કરજે.
૫) સત્યાન પ્રમદિતવ્યમ્ - સાચા માર્ગથી વિચલિત થતો નહિં.
૬) ધર્માન પ્રમદિતવ્યમ્ : ધર્મચરણમાં આળશ કરીશ નહિ.
૭) કુશલાન્ પ્રમદિતવ્યમ્ : જેનાથી જીવન સુરક્ષિત રહે તે માર્ગે ચાલજે.
૮) ભૂત્યૈન પ્રમાદિતવ્યમ્ : પુરુષાર્થના માર્ગથી વિચલીત થતો નહિં.
૯) દેવ પિતૃકાર્યાભ્યાં ન પ્રમાદિતવ્યમ્- દેવોને પિતૃના કાર્યોમાં કદિ આળશું થતો નહિ. તેનું ઋણ ચુકવજે.
૧૦) માતૃદેવોભવ : પિતૃદેવો ભવ, અતિથિદેવો ભવ : માતા-પિતા અને અતિથિને દેવ સમજી તેનું સન્માન કરજે.
૧૧) યાન્યનવદ્યાનિ કર્માણિ : ન ઇતરાણિ : અમારા નિંદિત કાર્યોનું અનુસરણ કરવું નહિ. અનિંદિત કાર્યો ને જ અનુસરજે અમારા જે-જે ઉતમકાર્યો હોય તેનું જ તારે અનુકરણ કરવું. પણ જે હીન કર્મો હોય તેનું અનુકરણ કરવું નહિં.
૧૨) યોકે ચાસ્મરદ્રૌયાન્..મનને પ્રચસિતવ્યમ્ । અમાર કરતાં પણ જે કોઈ સારૂ કે વધુકલ્યાણકારી તેને આસન ભોજનથી પ્રસન્ન કરવા.
૧૩) શ્રદ્ધયા દેવમ્ : શ્રધ્ધાપૂર્વક દાન કરવું, જેમકે શ્રધ્ધાદાન- દયાદાન- વ્યવહારદાન- દબાણદાન. એટલે કે જો તને કોઈવાર કર્મ સંબંધી સંશય થાય અથવા વ્રતવિશે સંશય થાય. તો તું જયા રહેતો હોય ત્યાં જે વિચારશીલ, યોગ્ય, સદાચારમાં રચ્યો પચ્યો રહેનાર, જે લોભિયો ન હોય. તેવા ધર્મભાવનાવાળા સજ્જનો જેવો વર્તાવ કરતા હોય તો તું પણ તેમના જેવો વ્યવહાર કરજે. સજ્જન પુરુષોના માર્ગને અનુસરજે.
૧૪) ડગલે ને પગલે શાસ્ત્ર કામમાં આવતું નથી. તેથી જે જે અને જ્યાં જ્યાં ઉત્તમ પુરુષો રહેલા હોય તેમને આદર્શમાનીને તેમના પ્રમાણે આચરણ કરતો રહેજે.
૧૫) બીજાની સેવા કરવાથી પોતાનામાં શક્તિ કે સામર્થ્ય પ્રાપ્ત થાય છે. તે માટે વારંવાર સારી પેઠે અવશ્ય પ્રયત્ન કરતો રહેજે. (ચરક)
૧૬) ભણેલા શાસ્ત્રને દૃઢ કરવા માટે, શાસ્ત્રને બરાબર ભણજે, બીજાને પણ ભણાવજે, પછી તે શાસ્ત્રનો જ્ઞાાતા હોય તેની સાથે તે શાસ્ત્રવિષે ભાષણો કે ચર્ચાઓ કરતાં રહેજે. (ચરક વિ.૮)
૧૭) અધ્યયનનો ત્યાગ કદી કરવો જોઈએ નહિ. વારંવાર અભ્યાસ કરતો રહેજે (ચરક)
૧૮) હંમેશા ઉઠતાં બેસતા હરકોઈ અવસ્થામાં કે સ્થિતિમાં અધ્યયન અને સેવા શરૂ રાખજે. (ચરક)
૧૯) તારૃં વચન સુખકારક, નિર્દોષ, સત્ય, હિતકારક, માપસર કે જોઈતા પ્રમાણમાં જ રાખજે. ખોટા બકવાસથી દૂર રહેજે.
૨૦) આત્મશ્લોકા-( પોતાની પ્રશંસા)થી દૂર રહેજે.
૨૧) વાણી-જ્ઞાાન-બુધ્ધિ, મન તથા ઇન્દ્રિયોને કેવળ સારા માર્ગે જ વાળજે.
૨૨) સ્ત્રીઓ સાથે બહુ સંવાદથી દૂર રહેજે. (ચરક)
૨૩) સમગ્રલોકો તારા માટે ગુરુરૂપજ છે તેમ માની જેની પાસેથી જે કોઈ શિખવા મળે તે શિખી લેજે.
૨૪) કોઈનું વચન-આચરણ હિતકરી હોય તેને અનુસરજે.
- ઉપસંહાર : એમ આચાર્ય ઉપદેશ આપે ત્યારે ત્યારે શિષ્ય 'બહુ સારુ આપ જે કહો છો તે જ પ્રમાણે હું વર્તીશ.'
- ડો.ઉમાકાંત જે. જોષી








