Magazines

દાંતને સોના-હીરા-જડતર-મીનાકારી કામથી શણગારવાની ફેશન

By GS TEAM
22 Jul 20253 mins read
દાંતને સોના-હીરા-જડતર-મીનાકારી કામથી શણગારવાની ફેશન

- પૂરબહારમાં  ખિલી છે

વિવિધ પ્રકારની એક્સેસરીઝનું  આકર્ષણ   માત્ર સ્ત્રીઓને  જ હોય એ જરૂરી નથી.  પુરૂષો પણ હમેશાંથી   ચોક્કસ પ્રકારને એક્સે રીઝનો ઉપયોગ છૂટથી  કરતાં આવ્યાં છે. આવી જ એક એક્સરી એટલે ગ્રિલ્સ અને ટૂથ જેમ્સ. દંતપંક્તિ  અથવા એકાદ-બે  દાંતને શણગારતી એક્સેસરીની  ફેશનકંઈ આજકાલની નથી. એક સમયમાં   હિપ-હોપ   અને આર એન્ડ બી મ્યુઝિશિયનો માટે દાંતમાં  પહેરવાના આ ઘરેણાં  જાણે  કે ફરજિયાત હતાં.

વાસ્તવમાં  માયા સંસ્કૃતિ  તરીકે ઓળખાતા  લગભગ  ઈ.સ. ૨૫૦ થી ૯૦૦  દરમિયાનના  કાળખંડમાં  તો દાંતને  કોઈક રીતે શણગારવાની  ફેશન ચરમ પર હતી. ક્લાસિક ગણાતા   આ સમય વખતે  સામાન્ય લોકો સુધ્ધાં  દાંતમાં  ઘરેણું  અચૂક ધારણ કરતાં. પોતાના વૈભવ અને  મોભાનું પ્રદર્શન કરવાની આ શ્રેષ્ઠ  રીત  હતી. 

હવે આજની  તારીખની વાત કરીએ તો ફેશનેબલ  લોકો એકઅથવા તેનાથી વધુ દાંત પર કે પછી દંતપંક્તિને  વિવિધ પ્રકારની એક્સેસરીથી શણગારવા લાગ્યાં છે. ચાહે તે હીરા હોય કે પછી ગ્રિલ્સ. મહત્ત્વની વાત એ છે કે  આ  ફેશનને  આકર્ષણનું  કેન્દ્ર બનાવવા  ઘણી બ્રાન્ડ  મેદાનમાં ઉતરી પડી છે. આ બ્રાન્ડ્સ   જે તે વ્યક્તિને, ખાસ કરીને આધુનિક  યુવાપેઢીને પસંદ પડી જાય એવી ડેન્ટલ   એક્સેસરીઝ બનાવે છે. તે સારી ગુણિવત્તા ધરાવતી ધાતુઓથી  લઈને કિંમતી ધાતુઓ, કિંમતી  રત્નો  જડીને પણ ઘડવામાં આવે છે. મજાની વાત એ  છે કે યુવાપેઢી   મીનાકારી   ગ્રિલ્સ પહેરવાનું પણ પસંદ  કરે છે.  દાંત પર એક હીરો ચોંટાડવાનો  હોય કે એકથી વધુ દાંત પર ઘરેણું  પહેરવાનુ ંહો, તેમને આવું કંઈક  કરીને સ્મતિ  આપવામાં અથવા  ગીતો ગાવામાં  મોજ  પડે છે.

જ્વેલરી  ડિઝાઈનરો  તેમ જ સ્ટાઈલિસ્ટો કહે છે કે સિતારવાદક  ઋષભ રિભિરામ શર્માએ  પોતાના છ દાંત પર એક એક હીરો  જડાવ્યો છે. જ્યારે કેટલીક  મોડેલોએ  મીનાકારી  ગ્રિલ  પહેરીને આ એક્સેસરી  પ્રત્યે યુવાપેઢીને આકર્ષી  છે.

ભારતની  કેટલીક લેબ  કુંદન અને  જડતરની  દંત એક્સેસરીઝ બનાવી રહી છે ત્યારે યુકે અને  ઓસ્ટ્રેલિયામાં  ક્રિસ્ટલ  તેમ જ ૧૮ કેરેટ  સુવર્ણમાં ટૂથ એક્સેરી ઘડવામાં આવે છે.  આવા અલંકારો  બનાવનારી લેબના સૂત્રો  જણાવે  છે કે આધુનિક  સમયના  યુવાનો  અન ેયુવતીઓ  અમારો સૌથી  મોટો ગ્રાહક વર્ગ છે. તેમને વધારે પડતી  ઝાકઝમાળવાળી એક્સેસરી  પહેરવાનું  પણ ગમે છે.

જો કે   એમ  માની લેવાની જરૂર નથી  કે માત્ર યુવા વયના  લોકો જ દાંતના  ઘરેણાં પાછળ  ઘેલાં થયાં   છે.  તેઓ પોતાની ગમતી   ડિઝાઈન  હોંશભેર કસ્ટમાઈઝ કરાવેે  છે  એ વાતમાં  બે મત નથી. પરંતુ વયસ્કો  સુધ્ધાં દાંત  પર સરસ મઝાની એક્સેસરી પહેરવાનું પસંદ કરે છે.  અને તેમને માટે આ વાત નવી  પણ નથી.  આજની તારીખમાં  દાંતની  ટ્રીટમેન્ટ કરાવ્યા પછી  તેના ઉપર  મેટલની  કેપલગાવવામાં આવેછે તે રીતે એક સમયમાં  સોનાની  કેપ લગાવવાનો  ટ્રેન્ડ  સામાન્ય હતો.  અને હવે એકથી વધુ દાંતને  જટિલ પ્રક્રિયાથી  જોડવાના હોય  કે તે પડી જતાં  બચાવવાના  હોય ત્યારે તેમાં સાદી ધાતુનો  ઉપયોગ કરવાને બદલે એક્સેસરી  ડિઝાઈન કરાવી   લેવામાં   આવે છે.   આ 'એક પંથ દો કાજ' નો ટ્રેન્ડ  વયસ્કોને   ખૂબ ગમી રહ્યો છે.

જો કે ટૂથ  એક્સેસરીનો ઉપયોગ  કરનારાઓને  તેની યોગ્ય  કાળજી અને જાળવણી  પ્રત્યે પણ સજાગ  રહેવું પડે છે.   કેટલીક  એક્સેસરી  હંગામી સમય માટે પહેરવાની હોય છે. આવી એક્સેસરી હંગામી  સમય માટે    પહેરવાની હોય છે. આવી  એક્સેસરી યોગ્ય તબીબની  દેકરેખ હેઠળ લગાવવી  જોેઈએ.  અને તે પહેરવાની  સમય મર્યાદા  પૂરી થાય  કે તરત જ તબીબ પાસેથી જ તેને પરત કઢાવી લેવી  જોઈએ. હા, કાયમ  પહેરી રાખી શકાય એવી ટૂથ  એક્સેસરી બાબતે ઝાઝા  ચિંતિતથવાનું   ખાસ કોઈ  કારણ નથી રહેતું. માત્ર તેની યોગ્ય  જાળવણી અને તેની તપાસ માટે નિયમિત  રીતે ડેન્ટિસ્ટિની  મુલાકાત  લેવી પડે. 

- વૈશાલી ઠક્કર