Magazines

ખડાયતા વૈષ્ણવ વણિકના ઈષ્ટદેવ શ્રી કોટીયર્ક પ્રભુ

By GS TEAM
25 Feb 20262 mins read
ખડાયતા વૈષ્ણવ વણિકના ઈષ્ટદેવ શ્રી કોટીયર્ક પ્રભુ

વિશ્વમાં એક માત્ર શ્વેત સ્વરૂપે ભગવાન વિષ્ણુ શ્રી કોટિયર્ક પ્રભુ તરીકે બિરાજમાન છે

કોટીયર્ક પ્રભુને ઈષ્ટદેવ ગણનારા ખડાયતા વૈષ્ણવ વણિકો અને બ્રાહ્મણોનું મૂળ સ્થાન ખડાત છે તે ગામના નામ ઉપરથી આપણે ખડાયતા તરીકે ઓળખાયા શ્રી કોટીયર્ક પ્રભુની મૂર્તિ ગૌરાંગ છે એનું પ્રાગટય સતયુગમાં થયેલું હોવું જોઈએ કારણ કે દ્વાપર-ત્રેતા અને કળિયુગમાં શ્યામ હોય છે પૃથ્વીના પ્રલય સમયે પ્રભુ વિષ્ણુએ પોતાની સર્વ માયા સંકેલી ક્ષીર સાગરના તળિયે શેષ નારાયણ ભગવાન ઉપર શયન કરી રહ્યા છે એમની નાભિમાંથી કમળ બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે એ કમળ બ્રહ્માંડમાં બ્રહ્મા બિરાજમાન છે કાળક્રમે શેષનાગ પર શયન કરી રહેલા શ્રી વિષ્ણુ ભગવાનના કાનમાં મેલ એકઠો થયો જોત જોતામાં મેલ રાક્ષસના સ્વરૂપમાં પલટાયો એમાંથી મધુ અને કૈટભ નામના બે દૈત્ય ઉત્પન્ન થયા વિષ્ણુ ભગવાન નિંદ્રાધિન હોવાથી એમને આ ખબર ના પડી બંને દૈત્ય ઈન્દ્રાદિક દેવો અને ઋષિમુનિઓને હેરાન કરવા લાગ્યા નાભિમાં બેઠેલા બ્રહ્માજી પણ ત્રાસી ગયા બ્રહ્માએ ભયગ્રસ્ત પરિસ્થિતિ માં વિષ્ણુ ભગવાનની મદદ માગી પરિણામે ભગવાન વિષ્ણુએ કરોડો સૂર્ય જેવું તેજસ્વી સ્વરૂપ ધારણ કરી અને મધુ અને કૈટભનો નાશ કર્યો (તેજથી) પછી બ્રહ્માજીની વિનંતીથી પ્રભુ વિષ્ણુએ સાબરમતીના કિનારે પૃથ્વી ઉપર કોટીયર્ક સ્વરૂપની સ્થાપના કરવાની આજ્ઞા કરી સ્વયં બ્રહ્માજીએ સાબરમતીના કિનારે એક મોટું મંદિર બનાવ્યું અને પ્રભુની પ્રતિષ્ઠા કરી અને કોટીયર્ક પ્રભુ તરીકે બિરાજમાન થયા પ્રભુનો મુખ અને હાથ ગોર છે શ્વેત ચંદનનો લેપ અને શ્વેત પુષ્પોની માળા જ પહેરાવવામાં આવે છે એમની આજુબાજુ વિષ્ણુ ભગવાનના બે પાર્સદો નન્દ અને સુનંદ છડીદાર તરીકે ઊભા છે કારતક મહિનાની સુદ એકાદશી એ રવિવારના પૂર્ણ દિવસે ઉત્તમ નક્ષત્રમાં ભગવાન વિષ્ણુ જાગૃત થઈ અને મધુ અને કૈટભનો નાશ કરી દુષ્ટ રાક્ષસોના ત્રાસથી જગતને મુક્ત કર્યું અને એ તિથિ એ કોટીયર્ક પ્રાગટય મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.