Magazines

શ્રમણ ભગવાન શ્રી મહાવીરનું જન્મ કલ્યાણક..!

By GS TEAM
25 Mar 20261 min read
શ્રમણ ભગવાન શ્રી મહાવીરનું જન્મ કલ્યાણક..!

- જગતમાં શાશ્વત ઉજાસનો સૂર્યોદય...

ચૈત્ર સુદ તેરસ એટલે શ્રી મહાવીર જયંતિ... મહાવીર જયંતિનો દિવસ જગતમાં અહિંસા, તપ, સંયમ, અપરિગ્રહ અને અનેકાનંત ના સિદ્ધાંતનો પ્રકાશ ફેલાવનારાના અવતારનો પાવનકારી દિન...

ભગવાન શ્રી મહાવીર સ્વામી ના માતા ત્રિશલાદેવીને ચૌદ મહાસ્વપ્નો આવ્યા. વિ. સ. પૂર્વે ૫૪૩ ની ચૈત્ર ના શુકલની તેરસની મધ્યરાત્રી એ ભગવાન શ્રી મહાવીરનો જન્મ થયો.

ભગવાન શ્રી મહાવીરનું ધરતી પરનું અવતરણ અને તેમના ક્રાન્તિકારી સિદ્ધાંતોની મશાલનો પ્રકાશ સમાજ તેમજ રાષ્ટ્રમાં અધ્યાત્મિક અજવાળું પાથરી ગયા.

ભગવાન શ્રી મહાવીરે જાતિ અને વર્ણભેદ દૂર કરેલા અને ચારિત્ર્યની મહત્તા સ્થાપેલી. અને કર્મને પ્રાધાન્ય આપ્યું. એમણે પોતાના વિચારો નીડરતા અને દ્રઢતાથી પ્રગટ કરેલા.

ભગવાન શ્રી મહાવીરના તપ જપ દયા દાન આદિ વિશિષ્ટ વચનો તેમજ એકાન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય સુધીના ધરતી પરના સર્વ જીવોનું કલ્યાણ થાય તે રીતે આપણે સૌ 'શ્રી મહાવીર જયંતિ' પર શુભ સંકલ્પ કરીએ.

'આત્મ દર્શન એ જ

પૂર્ણ જગતનું દર્શન છે.'

'ક્ષમા વીરસ્ય ભૂષણમ્'