Magazines

નાજુક કાંડાની કમાલ .

By GS TEAM
6 Oct 20253 mins read
નાજુક કાંડાની કમાલ                                        .

હાથનું કાંડુ  દરેક યુવતીઓના વ્યક્તિત્વ પર પ્રભાવ પાડતું હોય છે. ચુડીઓ પહેરતી વખતે, મેંદી લગાવતી વખતે લોકોની નજર તમારાં કાંડા પર જ ચોંટેલી  રહેતી હોય છે. સમય બતાવતી વખતે પણ આજુબાજુના લોકો ઘડિયાળની સાથે તમારાં કાંડા પર નજર નાખતાં હોય છે.

ડૉક્ટર કાંડુ પકડીને જ તમારી નાડી તપાસતા હોય છે. બીજાની વાત છોડો પણ તમારા 'એ' પણ  તમારી સાથે રોમાન્સ કરવા માટે તમારા નાજુક કાંડાને પકડીને તમને પોતાની નજીક ખેંચે છે.

આ વખતે હાડકાં કે નસો ઉપસી આવેલું કાંડુ તમારા વ્યક્તિત્વને નીરસ બનાવી દે છે. જ્યારે  ગોળ, સુંદર અને નાજુક કાંડુ તમારા વ્યક્તિત્વમાં  ચારચાંદ લગાવી દે છે. 

આમ પણ કાંડાની રચના કુદરતી ગિફ્ટ ગણાય છે, પરંતુ ક્યારેક કેટલાંક કારણોસર જેવાં કે ખાંડવા-પીસવાનું વધુ કામ રહેતું હોય,  વધુ પડતું વજન ઊંચકવું  પડતું હોય, વધુ પડતા ટાઈટ ઘરેણં પહેરવામાં આવતાં હોય કે પછી હમેશાં સતત ઘડિયાળ બાંધી રાખવાથી પણ કાંડાંનું સૌંદર્ય ઘટી જતું હોય છે. ક્યારેક શરીરમાં ચીકાશની ઊણપને કારણે પણ કાંડાના સૌંદર્યમાં ઘટાડો થતો હોય છે.

સુંદરતા કેવી રીતે વધારશો

જો તમારું કાંડુ સુંદર ન હોય અને તમારી ઈચ્છા હોય કે તેનું સૌૈંદર્ય જળવાઈ રહે તો નીચેની ટિપ્સ પર જરૂર ધ્યાન આપો.

* ખાંડવા-પીસવાનું કામ મિક્સરમાં જ કરવું જેથી કાંડા પર દબાણ ન આવે.

* ક્યારેય સતત વધુ વજન ઊઠાવશો નહીં.

* કાંડા પર ટાઈટ ઘરેણાં તથા ઘડિયાળ પહેરવાનું ટાળો કારણ કે તેનાથી લોહીનું ભ્રમણ બંધ થઈ જતું હોય છે. પરિણામે કાંડુ નિસ્તેજ બની જતું હોય છે.

* શરીરમાં લોહીની ઊણપ ન ઊભી થવા દો. તે માટે પ્રોટીન, વિટામીન અને કેલ્શ્યિમયુક્ત ભોજન લેવું.

* દરરોજ સ્નાન કરતાં પહેલાં કેટલીક મિનિટ કાંડા પર તણ તેલની માલિશ કરવી.

* કાંડાને ચીકાશથી ભરપૂર અને ચમકદાર બનાવી રાખવા રાત્રે  સૂતાં પહેલાં તેની પર બદામનું તેલ, લીંબુનો રસ અને મધનું મિશ્રણ કરી તેની માલિશ કરો.

* અઠવાડિયામાં એકવાર કાંડા પરની ઊપસી આવેલી નસો પર મધ, કેળા તથા મુલતાની માટીનો પેક અવશ્ય લગાવો. આ  પેક સતત લગાવતા રહેવાથી કાંડા જરૂર  સુંદર બનશે.

* ક્યારેક દહીમાં ઘઉંનોલોટ ભેળવી કાંડા પર ઘસવાથી પણ તે ચીકાશવાળી અને કોમળ બનતી હોય છે.

* ક્યારેક કાંડા પર પાકું પપૈયું લગાવો.  સુકાઈ ગયા પછી કાંડાને પાણીથી સાફ કરો. તેનાથી કાંડાને ભીનાશ અને કોમળતા મળે છે.

કાંડા માટે વ્યાયામ

* આંગળીઓને જેમ બને તેટલી પહોેળી કરવી તેથી કાંડા પર ઊપસી આવેલી નસો દેખાતી બંધ થઈ જશે.

* થોડીવાર માટે હાથની મુઠ્ઠીઓ વાળો અને કાંડાને બને તેટલું ગોળ ફેરવતા રહો.

* મુઠ્ઠીઓ બંધ કરવી અને ઉઘાડવી. વારંવાર આમ કરતા રહેવું જેથી કાંડામાં ઝડપથી રક્તસ્ત્રાવ થવા લાગશે અને તે આકર્ષક બનશે.

કેવી રીતે કરશો કાંડાની સજાવટ

* કાંડા પર ઘરેણાં અને ચૂડીઓ વસ્ત્રો સાથે મેળ ખાતાં જ પહેરો.

* ગોળ અને ભરાવદાર કાંડા પર હાઈટ અને નાની ચૂડીઓ તથા ઘરેણાં ન પહેરો.

* વધુ પડતાં પાતળા કાંડા પર વધુ મોટી ચુડીઓ ન પહેરો.

* ફેશનને અનુરૂપ ઘડિયાળ પહેરવી જોઈએ. જૂની ફેશનની ઘડિયાળ પહેરવી નહીં.

* જે કાંડા પર ઘડિયાળ બાંધી હોય તેની પર ચૂડીઓ પહેરવી નહીં. જો પહેરવી જ પડે તેમ હોય તો એક અથવા બે જ પહેરો.

-  હિમાની