Magazines

મને કહોને 'પરમેશ્વર' કેવા હશે ?

By GS TEAM
21 Jan 20261 min read
મને કહોને 'પરમેશ્વર' કેવા હશે ?

અમે કોડીનાર પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે ગુજરાતીમાં ભણતા હતા ત્યારે ઇશ્વર વિષે એક કવિતા આવતી જેનો મર્મ ખૂબ જ ઊંડો છે. જે દરેક ધર્મો માટે એક પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે કે આપણે જેને ભગવાન-ઇશ્વર-અલ્લાહ કોણ છે ? અને તે કેવા હશે ? ક્યાં રહેતા હશે જે આજે પણ આપણા મનમાં ધૂમ્યા કરે છે. દરેક ધર્મમાં બાળકોમાં પણ આ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઘૂમ્યા કરે છે. ઇશ્વરની પ્રકૃતિની બધી ક્રિયાઓ કોણ કરે છે' અને કેવી રીતે કરતા હશે આ કાવ્યમાં ખાસ સૂચવેલ છે.

- મને, કહોને ઇશ્વર કેવા હશે ? ક્યાં રહેતા હશે, શું કરતા હશે ?? મને કહો ને, ગગનની ઓઢણીમાં ચાંદાસુરજને

તારાના ગુંથનાર કેવા હશે ? મન

આંબા ઉંચી ડાળીએ ચડીને,

મ્હોરોનાં મુકનાર કેવા હશે ?

- મીઠા એ મોરોના સ્વાદ ચખાડી,

કોયલ-બોલાવનાર કેવા હશે ?

- ઉંડાસાગરનાં મોજા ઉછાળી,

ધૂધૂ ગજાવનાર કેવા હશે ?

- મનેય મારી માડીને ખોળે,

હોંશે હુલાવનાર કેવા હશે ?

- મને કહેને ઇશ્વર કેવા હશે ?

કેવા હશે અને શુ કરતા હશે.

બધા આ પ્રશ્નથી અજાણ્યા છીએ. જે ઇશ્વરવાદી ધર્મો છે. તે બધા ઇશ્વર વિશે એક સરખી માન્યતા ધરાવતા નથી. કેટલાક તેને એક દેશીય માને છે કેટલાક તેને સર્વ વ્યાપક માને છે. કેટલાક કર્તા માને છે. તો કેટલાક તેને માત્ર દ્રષ્ટા માને છે. ગીતામાં ઇશ્વરે તેનું પોતાનું સ્થાન દરેકનાં હૃદયમાં માનેલું છે.