બાળકોને તેમની જવાબદારી પણ શીખવાડો .

નાના બાળકોના ઉછેરમાં ખાસ કાળજી રાખવી અત્યંત જરૂરી હોય છે. તેનું લાલનપાલન ખૂબ જ કાળજીપૂર્વક કરવું પડે. નાના બાળકોના ઉછેરમાં થોડી ઘણી પણ લાપરવાહી દાખવવામાં આવે તો તે લાપરવાહ- બેજવાબદાર બની શકે છે. આથી જરૂરી છે કે ઉંમરના શરૂઆતના તબક્કામાં જ તેને બધી જ સારી આદતો શીખવવામાં આવે છે. તેમને જવાબદારીના પાઠ ભણાવવામાં આવે છે. કેવી રીતે આપણા સંતાનને જવાબદારીના પાઠ શીખવી શકાય. ચાલો, આ અંગેની જાણકારી મેળવીએ.
નો લેક્ચર પ્લીઝ
દરેક બાબત પર બાળકોને ટોકવામાં આવે તો તે ચિડચિડિયો બની જાય છે. બાળકની નાની સરખી ભૂલ પર પેરન્ટ્સ તેમને નોન- સ્ટોપ ઉપદેશ આપવાનું શરૂ કરી દે છે. આવી આદતને કારણે બાળક કંઈ શીખવાને બદલે તેને સાંભળ્યું- ન સાંભળ્યું કરવાનું શરૂ કરે છે. વય વધતી હોય તેવા તબક્કામાં બાળકોને નાની- નાની વાતો જેવી કે ચોકલેટ ખાઈને તેનું રેપર ડસ્ટબિનમાં નાખવું, પોતાના રમકડાંને ગોઠવવા વગેરે બાબતો શીખવો. જેમ- તેમ કરીને બાળક મોટો થઈ રહ્યો. હોય છે તેને તેનું નાનું- મોટું કામ કરવાનું શીખવો. આ રીતે જ બાળક પોતાનું કામ કરતા પોતાની મેળે શીખવા લાગશે.
નજર અંદાજ ન કરો
અમદાવાદની મંજરીબહેનને મેં તેના દશ વર્ષના બાળક ભાર્ગવની લાપરવાહી અંગે જણાવ્યું, તો તેમની પ્રતિક્રિયા સાંભળીને હું તો દંગ જ રહી ગયો. મંજરીબહેને કહ્યું, 'બાળક છે, તે આ ઉંમરમાં લાપરવાહી નહીં કરે તો ક્યારે કરશે? મોટો થઈને પોતાની રીતે જ સુધરી જશે.' જો તમે પણ મંજરીબહેનની જેમ જ તમારા બાળકને નાની- નાની લાપરવાહીને નજર અંદાજ કરી રહ્યા હો તો સમજી જાવ. આગળ જતાં આજ લાપરવાહી તમને ખૂબ જ મોંઘી પડી શકે છે.
અણધારી ના નહીં પાડો
બાળક જેમ- તેમ કરીને મોટો થઈ રહ્યો હોય, ખૂબ જ સમજદાર સમજી રહ્યો હોય. એવામાં તમારા અંગે વારંવાર કોઈ બાબત અંગેના પાડવામાં આવતા તેને ખરાબ લાગે છે. ઉદાહરણ માટે જો તમારો લાડકો છે. લાડકી કૉમ્પ્યુટર પર ગેમ રમતો હોય અને તમે તેને તરત બંધ કરવા માટે કહો તો તેને ખૂબ જ ખરાબ લાગે છે અને તે ચિડાઈ જાય છે. આથી જ્યારે પણ તમે એની સાથે કોઈ બાબત અંગે ના પાડી રહ્યા હો તો તેને થોડો સમય જરૂર આપો. જેમકે રોહન, હવે બસ થયું દીકરા, હવે પછી પાંંચ મિનિટમાં તું કમ્પ્યુટર બંધ કરીને અભ્યાસ માટે બેસી જા અથવા તો પછી આગલે દિવસે બાળકને આ વાત માટે જ પ્રેમથી સમજાવો.
પોતામાં સુધારો લાવો
ઘણીવાર બાળક જે રીતે તમને જુએ છે, એવો જ વ્યવહાર તેઓ કરે છે. જે રીતે કેટલાંય ઘરોમાં ઘરના તમામ કામ ઉપરાંત પતિના બધા જ કામ પણ પત્નીએ જ કરવા પડે છે. આવી પરિસ્થિતિમાં તમે તમારા બાળક પોતાનું કામ પોતે જ કરવાનું શીખવો છો તો એ એમ કહીને ઈનકાર પણ કરી દે કે 'પાપા પણ તો પોતાની ચાદર સુધ્ધાં નહીં બદલતા અથવા તો પછી જમવાની પ્લેટ પણ કીચનમાં નથી રાખતા.' આથી પતિ- પત્ની બંનેએ ખૂબ જ સમજદારીથી બાળક સામે પેશ આવવું જોઈએ અને તેને કંઈ શીખવવાનું કે કંઈ કહેવામાં પહેલે પોતાનામાં સુધાર કરી લેવો જોઈએ.
કંઈ પણ ન થોપો
બાળકોને કંઈ નવું શીખવવા માટે બહુ જરૂરી છે કે તમે પોતે કામ કરી લો. અન્યના કહેવા પર અથવા પાછી પોતાની મરજી ચલાવતા કંઈ પણ તેના પર નહીં થોપો. પેરન્ટ્સ હોવાને કારણે તમે ખૂબ જ સમજદારીથી કામ લેવું જોઈએ. તમારું એક ખોટા પગલાંથી તમારું બાળક બગડી શકે છે. આથી જેટલું જરૂરી હોય એટલું જ તેને કહો.
બાઉન્ડ્રીલાઈન સેટ કરો
વધતી વય સાથે બાળકો ધીરે- ધીરે પેરન્ટ્સની દરેક વાતનો જવાબ આપવા લાગે છે. આવી પરિસ્થિતિમાં તેમની સાથે દરેક વાત પર વધુ ચર્ચા કરવાને બદલે શાંત રહો. સુરતના ૩૫ વર્ષના આનંદનું કહેવું છે કે 'મારી ૧૨ વર્ષની પુત્રી છે. હવે જમાનો એટલો બદલાઈ ચુક્યો છે કે કેટલીયવાર હું ઈચ્છીને પણ કોઈ ચીજ માટે એને ના નથી પાડી શકતો. જેમ જેમ એ મોટી થતી જાય છે, તેમ તેમ મારી જવાબદારી વધતી જાય છે. કેટલીયવાર એવું લાગે છે કે તે કોઈ વાતને સાંભળવા કે માનવાને બદલે મારી સાથે વાદવિવાદ કરવા માંડે છે. આથી ઘણી વાર તો હું જ શાંત પડી જાઉં છું. આથી એક પોઈન્ટ પર એ પણ શાંત થઈ જાય છે અને બીજીવાર એ મુદ્દા પર કદી ચર્ચા જ નથી કરતી. મારું માનવું છે કે બાળકો સાથે વાદવિવાદ કરવાને બદલે આપણે પોતાના અને તેના વચ્ચે એક બાઉન્ડ્રીલાઈન નક્કી કરી લેવી જોઈએ.'
કારણ શું છે?
* ઘણીવાર તો પેરન્ટ્સની ઈગ્નોર કરવાની જ બાળકોને કેરલેસ બનાવી દે છે.
* વધુ પડતા લાડ- પ્રેમ મળવાથી પણ સંતાન કેરલેસ બની જાય છે.
* ઘણીવાર સંતાનો નાની- નાની વાતો પર ધ્યાન આપી શકતા નથી. તેઓ નાની- નાના બાબતો ભૂલી જાય છે અને પેરન્ટ્સ તેને તેની લાપરવાહી માની લે છે. ઉદાહરણ તરીકે સ્કુલ આવ્યા બાદ તરત જ બાળકો હોમવર્ક નથી કરતા, તમે સોંપેલું કામ સમય પર પૂરું નહીં કરવું વગેરે.
* પોતાના મિત્રો પાસેથી પણ બાળક ગણું બધું શીખે છે. આવી પરિસ્થિતિમાં ઘણીવાર તેની લાપરવાહીનું કારણ તેના મિત્રો પણ હોય છે.
* લાપરવાહીનું એક કારણ બાળકોને થતી તાણ પણ હોય છે. આવી વાતોથી પરેશાન હોવા છતાં બાળક કંઈ કરવામાં રસ નથી દાખવતો.
લક્ષણ
* જો તમારું બાળક તમારી બધી વાતને વણસાંભળી કરી રહ્યો હોય અથવા દરેક વાતનો સામો જવાબ આપતો હોય તો સમજી જાવો કે તે કેરલેસ થઈ રહ્યો છે.
* કંઈ પણ પૂછતાં ચિડાઈને જવાબ આપવો.
* તમારી દરેક વાતનું ખોટું લાગવું.
* તમારા બનાવેલા તમામ નિયમો તોડવા.
* મિત્રો સામે તમારી વાત નહીં સાંભળવી.
* વાત- વાતમાં પોતાને નુકસાન પહોંચાડવાની વાત કરવી.
* પોતાની બધી વાત માનવાની જિદ્દ અને પોતાને જ સાચો સમજવો.
* ઘરે મોડેથી આવતા તેને પૂછવામાં આવતા જવાબ નહીં આપવો.
* એકને એક ભૂલ વારંવાર દોહરાવવી.
* 'હવે હું મોટો થઈ ગયો છું' એવી વારંવાર વાતો કરવી.








