Magazines

ટેલર સ્વિફ્ટ: સ્ટેડિયમથી સિનેમા સ્ક્રીનના નવા અવતાર માટે રેડી!

By GS TEAM
2 Oct 20252 mins read
ટેલર સ્વિફ્ટ: સ્ટેડિયમથી સિનેમા સ્ક્રીનના નવા અવતાર માટે રેડી!

પોતાની પેઢીના સૌથી પ્રભાવશાળી કલાકારો પૈકી એક ટેલર સ્વિફ્ટ ફરી એકવાર ત્રાટકવા તૈયાર થઈ ગઈ છેે. સ્વિફ્ટ તેના અતિ અપેક્ષિત સ્ટુડિયો આલ્બમ 'ધી લાઈફ ઓફ એ શોગર્લ' સાથે સંકળાયેલા વિશેષ કાર્યક્રમ સાથે થિયેટરમાં વાપસી કરી રહી છે.

કાર્યક્રમનું ચોક્કસ સ્વરૂપ હજી રહસ્યના જાળામાં જ અટવાયેલું છે.કોઈપણ દિગ્દર્શકે તેની સાથે સંકળાયેલા હોવાનું જાહેર નથી કર્યું, જો કે સ્વિફ્ટ જ તેનો દોર હાથમાં લે તેવી શક્યતા આશ્ચર્યજનક નહિ હોય.૨૦૨૦માં 'ફોકફોર: ધી લોન્ગ પોન્ડ'નું દિગ્દર્શન કરીને તેણે પોતાની સિનેમેટીક પ્રતિભા અને રચનાત્મક નિયંત્રણ માટેની જાણ તો કરી જ હતી. તેના સ્વરચિત પ્રોજેક્ટો હિટ થયા હોવાથી આ અટકળને વધુ બળ મળી રહ્યું છે.

 તેના ૨૦૨૩ના થિયેટકરીકલ પ્રયાસ 'ધી એરાઝ ટૂર' કન્સર્ટે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને વિશ્વભરમાંથી ૨૬૧ મિલિયન ડોલરની કમાણી કરીને કન્સર્ટ ફિલ્મ ઈતિહાસમાં સૌથી વધુ આવક કરનારો પ્રોજેક્ટ બન્યો હતો. સ્વિફ્ટે પરંપરાગત હોલીવૂડ સ્ટુડિયોથી અલગ થઈને નિર્માણ માટે અંગત રીતે પંદર મિલિયન ડોલરનું રોકાણ કર્યું અને થિયેટરો સાથે ભાગીદારી કરી. આ વ્યૂહાત્મક પગલાએ પોતાના કાર્ય પર નિયંત્રણ મેળવવાની તેની ક્ષમતા દર્શાવી.

હાલ તો થિયેટરો અને અન્ય સિનેમા માટે ટેલરની વાપસી યોગ્ય સમયે જ થઈ રહી છે. તાજેતરમાં બોક્સ ઓફિસ પરફોર્મન્સ નબળા રહ્યા છે. હવે ટેલરની આગેવાની હેઠળ થિયેટરોને ઈવેન્ટ સિનેમાના પ્રકારમાં નવુ જોમ મળશે જે દર્શકોને ધી એરાઝ ટૂરને જેમ ખેંચી લાવી શકે.

 હાલ ઓક્ટોબરમાં ડ્વેન જોનસનની 'ધી સ્મેશિંગ મશીન' અને 'અવતાર: ધી વે ઓફ વોટર' રજૂ થઈ રહી છે ત્યારે સ્વિફ્ટની અદ્વિતીય લોકપ્રિયતા અને તેની સાબિત થયેલી ક્ષમતા તેના પ્રોજેક્ટને હેડલાઈન બનાવશે તેની ખાતરી છે. 'ધી લાઈફ ઓફ એ શોગર્લ' સ્વિફ્ટની કારકિર્દીમાં ખાસ મહત્વની પળે આવી રહી છે. સ્વફ્ટે ધી લાઈફ ઓફ એ શોગર્લનું ટીઝર પ્રથમ વાર ટ્રેવિસ અને જોસન કેલ્સ દ્વારા સંચાલિત પોડકાસ્ટ પર રજૂ કર્યું હતું. ત્યાર પછી ટૂંક સમયમાં ટ્રેવિસ સાથે તેની સગાઈની  જાહેરાત પછી તેમાં લોકોનો રસ વધી ગયો. અંગત સીમાચિહ્નો અને વ્યાવસાયિક સિદ્ધિઓ વચ્ચે આ સુપરસ્ટાર માટે ૨૦૨૫નું વર્ષ વધુ એક યાદગાર વર્ષ બની રહ્યું છે.