ટેલર ઓર્ટેગા: નેકલેસ ચોરવાની સજા

ટેલર ઓર્ટેગાની કારકિર્દીમાં ઈટાલીમાં 'અનાધર સિમ્પર ફેવર'ના શૂટ દરમ્યાન મહતત્વાનો વળાંક આવ્યો. એને 'બિગ મિસ્ટેક્સ' કોમેડી સીરીઝ માટે ઓડિશન કરવાની તક મળી.ઈટાલીમાં હતી ત્યારે ઓર્ટેગાએ અનેક પ્રકારના ઓડિશનો કર્યા હતાં. તેણે લાઈવ ઝૂમ ઓડિશન પણ કર્યું. ત્યાર પછી ટૂંક સમયમાં એને જાણ કરવામાં આવી કે એની પસંદગી થઈ ગઈ છે. 'બિગ મિસ્ટેક્સ' બે ભાઈબહેનની આસપાસ ફરે છે જેઓ આકસ્મિક રીતે એક આપરાધિક સંગઠનમાં સપડાઈ જાય છે. ઓર્ટેગા પબ્લિક સ્કૂલની શિક્ષિકા મોર્ગનનું પાત્ર ભજવે છે, જેને પોતાને વતન પાછા ફરવાની ફરજ પડે છે. એક સાધારણ નેકલેસ ચોરવાના કાર્યએ તેને અને તેના ભાઈ, જેનું પાત્ર લેવીએ ભજવ્યું છે, તેમને ખતરનાક સ્થિતિમાં ધકેલી દે છે.
ઓર્ટેગાનો વ્યાવસાયિક બ્રેકથુ્ર ૨૦૨૨માં પોલ ફીગ દ્વારા રચિત મોક્યુમેન્ટરી શૈલીના સિટકોમ 'વેલકમ ટુ ફ્લેચ'થી મળ્યો હતો. ુપછી એ 'જેકપોટ' તેમજ 'અનાધર સિમ્પલ ફેવર' જેવા પ્રોજેક્ટમાં દેખાઈ. તેણે 'વોટ વી ડૂ ઈન ધી શેડોઝ' અને 'ધી ફોર સીઝન્સ' જેવી સિરીઝમાં કામ કરીને પોતાની પ્રતિષ્ઠા વધારી. 'બિગ મિસ્ટેક્સ' ઓર્ટેગાનો પ્રથમ લીડ રોલ બન્યો. આ અનુભવે તેને થિયેટરમાં રસ લેવા સહિતના નવા પડકારો ઉપાડી લેવાની પ્રેરણા આપી.
હવે તેને આશા છે કે આ સિરીઝ દર્શકોને પસંદ આવશે અને તેને વધુ સિઝનો મળી શકશે, કારણ કે મેકર્સ પાસે વાર્તા માટે લાંબા ગાળાનું વિઝન છે. ઓર્ટેગાની કારર્કિદી માટેે આ શો સીમાચિહ્ન સાબિત થાય તેેવી પૂરી સંભાવના છે.









