Magazines

ગરમીમાં શીતળતા પ્રદાન કરતાં તકમરિયા .

By GS TEAM
30 Mar 20262 mins read
ગરમીમાં શીતળતા પ્રદાન કરતાં તકમરિયા                      .

તકમરિયાને પાણીમાં પલાળીને ખાવા જોઇએ.ઓછામાં ઓછી ૩૦ મિનીટ સુધી પલાળી રાખવા. લબા સમય સુધી પલાળીને પણ સેવન કરી શકાય છે. તે પાણીમાં ફૂલીને જેલી જેવા થઇ જતા હોય છે. આ પાણીમાં લીંબુ અથવા મધ નાખીને પી શકાય છે. તેમજ શરબત અને ફાલુદા સાથે પણ લઇ શકાય છે. 

ગર્ભવતી મહિલાએ તકમરિયાનું સેવન તબીબની સલાહ લઇને કરવું જોઇએ. 

મેટાબોલિઝમ

ખાલીપેટ તકમરિયાનું સેવેન કરવાથી મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. જેથી દિવસ દરમિયાન શરીરમાં તાજગી રહે છે. 

તકમરિયામાં ફાઇબર, ઓમેગા-૩ ફેટી એસિડ અને એન્ટીઓક્સીડન્ટથી ભરપુર હોય છે. જે પાચનમાં સુધાર,  શરીર પરનો મેદ ઘટાડનાર અને શરીને શીતળતા પ્રદાન કરે છે. એટલું જ નહીં તે બ્લડ સુગરને નિયંત્રિત કરે છે, તેમજ કબજિયાતથી રાહત આપે છે અને ત્વચા તેમજ વાળને પણ સ્વસ્થ રાખે છે. 

વજન ઓછું કરવામાં સહાયક

તકમરિયાનું સેવનકરવાથી શરીર પરનો મેદ ઓછો કરવામાં સહાય કરે છ.ે તેમાં ભરપુર પ્રમાણમાં ફાઇબર સમાયેલું હોય છે. તેથી તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહેતું હોવાથી ભૂખ ઓછી લાગતી હોવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 

પાચન અને કબજિયાતથી રાહત

પેટની ગરમીને ઓછી કરે છે અન ેકબજિયાત, એસિડિટી તથા બ્લોટિંગ જેી પાચન સમસ્યાઓમાં રાહત આપે છ.ે તે ફાઇબરથી ભરપુર હોવાથી આઁતરાડની સફાઇ કરે છે અન ેપેટને સ્વસ્થ રાખે છે. 

શરીરને શીતળતા પ્રદાન કરે છે

ગરમીમાં તરમરિયાનું પાણી અથવા તો શરબત તેમજ ફાલુદામાં ઉમેરીને પીવાથી શરીરમાંની ગરમીથી રાહત આપીને શીતળતા પ્રદાન કરે છે. તેમજ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. 

બ્લડ સુગર

બ્લડ સુગરને કન્ટ્રોલ કરવામાં સહાયક છે. તેમાંનું લો ગ્લાઇસેમિક ઇન્ડેકસ ડાયાબિટીસને રોગીઓ માટે બ્લડ સુગરને સ્થિર રાખવામાં મદદ કરે છે.

ત્વચા અને વાળ

તકમરિયામાં એન્ટી-ઓક્સીડન્ટ ભરપુર સમાયેલું હોવાથી  ત્વચા અને વાળને સ્વસ્થ રાખે છે. 

હૃદય

ફાઇબરની ઊચ્ચ માત્રા તકમરિયામાં સમાયેલી હોવાથી તે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 

- જયવિકા આશર