Get The App

સ્વાસ્થ્ય તથા સુંદરતાની કાળજી માટે આટલી વસ્તુઓ પર્સમાં અવશ્ય રાખો

Updated: Jan 6th, 2020

GS TEAM

Google News
Google News
સ્વાસ્થ્ય તથા સુંદરતાની કાળજી માટે આટલી વસ્તુઓ પર્સમાં અવશ્ય રાખો 1 - image


ડિટોક્સ વોટર

શરીરમાં પાણીનીકમીની સૌથી પહેલી અસર હોઠ પર જોવા મળે છે. હોઠ સુકા તેમજ પોપડીદાર લાગે છે. તેથી ગરમી હોય કે ઠંડી પાણી પ્રર્યાપ્ત માત્રામાં પીવું. સામાન્ય પાણી કરતાં ડિટોક્સ વોટર વધુ ફાયદાકારક છે, જે શરીમાં પાણીની કમી થવા જ નહીં દે, તેમજ શરીરમાંથી ઝેરીલા તત્વોને બહાર કાઢે છે. 

તાજા મોસમી ફળો

તાજા મૌસમી ફળો તેમજ ગાજરના ટુકડા, કાકડીના પૈતા, સંતરુ, સફરજન, જાંબુ જેવા ફળ સાથે રાખીને સમયસર  ખાવાથી  લાભ થાય છે. 

સુકામેવા

કાજુ, બદામ, મગફળી અને અખરોટના ટુકડાઓને મિક્સ કરીને એક પેકેટમાં રાખવા. સમય મળે ત્યારે ખાવાથી ભરપુર માત્રામાં પ્રોટીન અને  ઉર્જા  મળે છે. કાજુ, બદામ અને અખરોટમાં મેગ્નેશિયમ હોય છે, જે શર્કરાને ઉર્જામાં બદલી શરીરમાં એનર્જી જાળવી રાખે છે. 

સનસ્કિન પોપઅપ ક્રીમ

ઘરથી લાંબો સમય બહાર રહેવાનું હોય તો, પર્સમાં સનસ્ક્રિન લોશન અવશ્ય રાખવું. સનસ્ક્રિન લગાડયા પછી તેની અસર ચાર કલાક રહે છે. ત્યાર પછી સનસ્ક્રિન લગાડવાની જરૂર રહેતી નથી. સૂર્યના કિરણો અને પ્રદૂષણનો પ્રભાવ પહેલા ચહેરા પર જ દેખાય છે. એલોવેરા જેલ સનસ્ક્રિનનું કાર્ય કરે છે, તેના ઉપયોગથી પણ લાભ થાય છે.

શેકેલા કાળા ચણા 

ચણામાં પ્રોટીન અને ફાઇબર એમ બન્ને સમાયેલા છે. તેના સેવનથી શરીરને પ્રોટીન અને ફાઇબર પ્રાપ્ત થાય છે. 

લિપ બટર

લિપ બ્લામ હોઠ પર લગાડવાથી હોટ પર રૂક્ષ ત્વચાની પોપડીઓ જામતી નથી. તેથી પર્સમાં હંમેશા રાખવું. 

ગુલાબ જળ

ગરમીમાં પર્સમાં ગુલાબજળ અને એલોવરા લિકવિડની સ્પ્રે બોટલ રાખવી. વધુ પડતી ગરમી લાગે કે તડકામાં ફરવાથી ત્વચા બળતી લાગે તો ચહેરા પર તરતજ સ્પ્રે કરવાથી ઠંડક પ્રદાન થશે.સ્પ્રેવાળી બોટલ ન મળે તો નાની શીશી રાખી સ્વચ્છ રૂમાલ પરનાખી ચહેરા પર ફેરવવો. 

- સુરેખા

Tags :