ઊનના વસ્ત્રોની જાળવણી
શિયાળાની ઠંડી પુરી થતાં જ ઊનના વસ્ત્રો કબાટમાં મુકી દેવામાં આવતા હોય છે. મોટા ભાગે વરસમાં એક જ ઋતુમાં ઊનના પોશાકનો વપરાશ થતો હોય છે. તેથી તેની જાળવણી પણ મહત્વની છે.
ઊનના કપડા ધોઇને બેગમાં મુકવા. ઊનના કપડા ધોતી વખતે છેલ્લા પાણીમાં નિતારતા પહેલા પાણીમાં ત્રણ ટીપા જૈતૂનના તેલના નાખવા. તેનાથી કપડાની ચમક જળવાઇ રહેશે.
પહેલી જ વખત ધોવાતું હોય તોપાણીમાં થોડો સરકો ભેળવી દેવો. જેથી ઊન સંકોચાઇ ન જાય.
કામળો ધોતી વખતેપાણીમાં ેક ચમચો ગ્લિસરીન ભેળવવાથી કંબલ મુલાયમ રહે છે.
લાકડાના કબાટના બદલે લોખંડ-પતરાના કબાટમાં ઊનના પરિધાન રાખવાથી તેમાં જીવાત થતી નથી. લાકડાના કબાટમા ંજીવાત થાય તો તે ઊનના કપડાને સરળતાથી કોરી નાખે.
જીઊનના વસ્ત્રોને બેગમાં અથવા કબાટમાં મુકતા પહેલા તડકામાં સુકવવા. જેથી કપડામાંની નમી સુકાઇ જાય.
જીબેગમાં અથવા કબાટમાં મુકતા પહેલા મલમલનું સફેદ કપડું પાથરવું, તેની આસપાસ આઠ-દસ ફિનાઇલની ગોળીઓ મુકી દેવી.કપડામાં તેમજ ઊપર બે-ત્રણ ગોળીઓ મુકવી.
ગરમ કપડા સાથે રેશમના કપડા રાખવા નહી.
ફિનાઇલની ગોળીના સ્થાને તમાકુના પાન રાખી શકાય. ઊનના પરિધાન બહુ મોંઘા હોય તો, તેને અખબારમાં અલગ-અલગ વીંટીને તેમાં ગોળી મુકીને રાખવા.
કબાટ અથવા બેગમાં તિરાડ નથી તે તપાસી લેવું. જેથી તિરાડમાંથી જીવાત તેમાં પેસે નહીં.
બધા કપડા મુક્યા બાદ સફેદ સુતરાઉ કપડુ પર પાથરી દેવું.
સ્વેટર ધોતા પહેલા સાબુના પાણીમાં ફટકડી મેળવી દેવાથી રંગ ઊતરશે નહીં તેમજ ઊન પણ નહીં સંકોચાય.
સફેદ ઊનનું પરિધાન ધોતી વખતે પાણીમાં લીંબુનો રસ થોડો ભેળવવો જેથી લાંબા સમય સુધી સફેદી જળવાઇ રહે અને પીળાશ ન પકડે.
- સુરેખા