Get The App

ચહેરા પર અકાળે પડતી કરચલીઓ તથા ખીલની સમસ્યાના કારણ અને નિવારણ

Updated: Oct 14th, 2019

GS TEAM

Google News
Google News
ચહેરા પર અકાળે પડતી કરચલીઓ તથા ખીલની સમસ્યાના કારણ અને નિવારણ 1 - image


શરીર તથા ચહેરા પર વૃદ્ધાવસ્થામાં કરચલી પડે તો તે સામાન્ય છે. પરંતુ યુવાવસ્થામાં આ તકલીફ પડે  તો તે સમસ્યા બની જાય છે. અકાળે ચહેરા તથા શરીરે કરચલી પડવાનું મુખ્ય કારણ આંતરિક બીમારી છે. પાચનક્રિયા બરાબર કામ ન કરતી હોય, રક્ત, શરીરમાં માંસ, હાડકા, તેમજ વીર્ય ઉચિત માત્રામાં ન બનતા હોય તો આ તકલીફ શક્ય છે.

નુસખા

સરસવના તેલમાં કપૂર ભેળવી માલિશ કરવાથી ફાયદો થાય છે. 

દૂધમાં તુલસીના પાનનો રસ ભેળવી માલિશ કરવું.

શરીરે ગોમૂત્ર લગાડી અડધો કલાક બાદ સ્નાન કરવું.

માખણમાં ચારોલીનો ભૂક્કો ભેળવી પેસ્ટ બનાવી હાથ,પગ, ચહેરા પર લગાડવો.

દૈનિક  વ્યાયામ બાદ પલાળેલા ચણા પર મીઠું  ભભરાવી સેવન કરવું.

બે બદામ, બે કાળીદ્રાક્ષ તથા ચાર મરીના દાણાને પાણી સાથે વાટી દૂધ સાથે ભેળવી પીવું.

ટમાટાનો રસ શરીરે  ચોપડવો.  

લીંબુની છાલને વાટી દેશી ઘીમાં ભેળવી શરીરે   લગાડવું.

સંતરાની છાલના પાવડરમાં બેસન ભેળવી જોઇતું પાણી ઉમેરી પેસ્ટ બનાવી લગાડવી.

ખીલ

યુવાવસ્થામાં જ્યારે શરીમાં રક્તની ગરમી ઉદભવે છે ત્યારે વાયુ અને કફ એ ગરમીને શરીરમાંથી બહાર નીકળવા દેતા નથી. પરિણામે ત્વચા પર ફોડલીઓ ઉપસી આવે છે, જેને ખીલ કહેવાય છે.ગરમ માસાલેદાર વાનગીઓ, મરચું, તેલ, ખટાશયુક્ત ખાદ્યપદાર્થોનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી ખીલ ચહેરા પર ફૂટી નીકળે છે. 

ખીલની સમસ્યાથી બચવાના મુખ્ય ઉપાયો

તેલ, ખટાશ, અધિક માત્રામાં ઘી, ચા, બરહફ, કોફી ગરમ મસાાલનું સેવન નહીંવત કરવું.

નિયમિત તલ અથવા સરસવના તેલથી માલિશ કરવું.

રાતના સૂતા પહેલા દૂધના સેવનની બદલે મોસમીફળનું સેવન કરવું.

મુલતાની માટીમાં હળદર અને જવનો લોટ ભેળવી પેસ્ટ બનાવી, સ્નાન પૂર્વે ચહેરા પર લગાડવો.

તુલસની પાનના રસમાં મધ ભેળવી  લગાડવું.

અજમાને વાટી દહીં સાથે ભેળવી ચહેરા પર લગાડવું.

દહીમાં ઘઉંની થૂલી ભેળવી લગાડવું.

દહીંમાં મૂળાનો રસ ભેળવી ચહેરા પર લગાડવાથી ખીલ સુકાઇ જાય છે. 

ખીરાના રસને ચહેરા પર લગાડવો.જે ખીલ તેમજ કરચલી બન્નેમાં લાભકારી છે. 

કાંદાના રસમાં મલાઇ અથવા માખણ ભેળવી લગાડવું.

ચણાના લોટમાં હળદર, ગાજર-ટામેટાનો રસ ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવો.

- સુરેખા

Tags :