Magazines

સુમીત રાઘવન : સાત વર્ષ પછી રંગભૂમિ પર પુનરાગમન અને તેય પત્ની સાથે!

By GS TEAM
30 Apr 20264 mins read
સુમીત રાઘવન : સાત વર્ષ પછી રંગભૂમિ પર પુનરાગમન અને તેય પત્ની સાથે!

'વાગલે કી દુનિયા- નઈ પીઢી નયે કિસ્સે', 'હદ કર દી,' 'સારાભાઈ વર્સેસ સારાભાઈ,' 'સજન રે જૂઠ મત બોલો,' 'બડી દૂર સે આયે હૈ' જેવા પ્રોજેક્ટ્સમાં કામ કરી અભિનેતા સુમીત રાઘવને સારીએવી લોકપ્રિયતા હાંસલ કરી છે. ફિલ્મ, ટેલિવિઝન અને રંગભૂમિ પર આ કલાકારનું પ્રદાન અનેરું છે. ૨૨ એપ્રિલે તેમનો જન્મદિવસ પણ છે, એ નિમિત્તે તેમને ખોબલે ખોબલે શુભેચ્છા. જો કે આ કલાકાર હવે ફરી રંગભૂમિ પર આવી રહ્યો છે અને તે પણ તેની પત્ની ચિન્મયી સાથે- આ સમયગાળાને સાત વર્ષ થઈ ગયા છે, પણ દર્શકો તેને ભૂલ્યા નથી. તેને આવકારવા તૈયાર છે. અહીં સુમીત રાઘવને ખૂબ જ મોકળા મને વાત કરી છે, જે જાણવા જેવી છે.

સુમીત રાઘવન જે નાટક કરે છે, તેનું નામ છે, 'હી દોસ્તી તૂતાયચી નાય', જેનો પ્રથમ શો તો પુણેમાં યોજાઈ ગયો છે. આ નાટક અંગે વાતચીત કરતાં સુમીત રાઘવન અત્યંત ખુશખુશાલ છે. એ માટે નહીં કે એ ફરી રંગભૂમિ પર કામ કરી રહ્યો છે, પણ તે લગભગ સાત વર્ષ પછી રંગભૂમિ પર પરત ફર્યો છે, જેનો તેનો ખૂબ જ આનંદ છે. આ નાટકને પુણેમાં જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો તેનાથી આ કલાકાર દંપતિ અત્યંત આનંદિત છે. આ સંદર્ભે સુમીત કહે છે, તમને જે પ્રોત્સાહક પ્રતિભાવ મળ્યો છે તે ઓડિટોરિયમમાં વધુ અનુભવાય છે.

કલાકારો તો પ્રોપ્સ છે 

અભિનેતા ઉતાવળ વિનાની અત્યંત શાંતિથી બોલે છે ત્યારે વાતચીત જીવન, રંગમંચ અને કલાત્મક પ્રક્રિયા વચ્ચે અત્યંત સહેલાઈથી ભળી જાય છે. 'થિયેટરમાં તો તમને તરત જ ખબર પડે છે કે જો કંઈક કામ ન થઈ રહ્યું હોય. તમે તેને તરત અનુભવો છો અને તે એવી વસ્તુ નથી જેને તમે ફક્ત અવગણી શકો,' એવું સુમીત બોલે છે અને સાથે ઉમેરે છે કે 'આ જગ્યા એક સામાન્ય ધ્યેય માટે સહયોગ કરવા વિશે છે તે નાટકને પ્રેક્ષકો માટે વધુ પ્રભાવશાળી બનાવવા વિશે છે. તે જ ધ્યેય છે. કલાકારો પ્રોપ્સ (આધાર) છે અને નાટક એ તો સ્ટાર છે. કેટલીકવાર હુ ંમાત્ર સહ-અભિનેતાને મારી લાઈન માટે કહું છું. જો તે દ્રશ્ય અથવા એકંદરે નાટકને વધુ પ્રભાવશાળી બનાવશે,' એવું સુમીત ઉમેરે છે.

પાત્રનું મહત્ત્વ જ વધુ અગત્યનું!

'સારાભાઈ વર્સેસ સારાભાઈ'ના આ કલાકારે વિવિધ પ્રકારના પાત્રોને જીવંત કર્યા છે. આ પાત્રો એટલા બધા છે કે તેમના માટે યોગ્ય ભૂમિકાનો કોઈ ચોક્કસ ખ્યાલ પણ નથી. 'અની... ડો. કાશીનાથ ધાણેકર'માં તેમની ટૂંકી ભૂમિકા હતી, તેનું ઉદાહરણ ટાંકતા આ અભિનેતા કહે છે, 'કોઈ પણ ભૂમિકા રોમાંચક હોઈ શકે છે. મને લાગે છે કે ભૂમિકાની લંબાઈ કરતાં પ્રોજેક્ટમાં પાત્રનું મહત્ત્વ વધુ અગત્યનું છે. જો આ પાત્રને દૂર કરીને અમારી ફિલ્મ સંપૂર્ણપણે બપદલાઈ જાય તો તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.' આ સાથે સુમીત ઉમેરે છે, 'જો મને કોઈ ભૂમિકા રોમાંચક લાગે છે તો હું તે કરું છું. હું અન્ય પાસાં માટે વધુ પડતો વિચાર કરતો નથી.'

પત્ની ચિન્મયી સાથે સ્ટેજ શેરિંગ

સુમીત અને ચિન્મયીની વાતચીત કરવાની રીતમાં એક સરળતા છે. તેમની પ્રમકથાના કેન્દ્રસ્થાને રંગભૂમિ હતી અને સ્ટેજ પર સાથે કામ કરવું તેમના માટે એક સરળ પધ્ધતિ છે. તેમ છતાં આ કલાકારો કહે છે કે તેમણે ક્યારેય તેમના લગ્નને કાર્યકારી વ્યૂહરચનામાં ફેરવવાનો પ્રયાસ કર્યો નથી. 'અમે ક્યારેય આગ્રહ કર્યો નથી કે અમારે સાથે કામ કરવું જોઈએ. 

'હી દોસ્તી તુટાયચી નાય' એની ઓફર પણ અમારી પાસે પોતાની મેળે આવી હતી. કોઈ આયોજિત પગલું નહોતું, તેથી જ તે વધુ ખાસ લાગે છે,' ચિન્મયી કહે છે, 'મારા માટે તો કોઈ પણ પ્રોજેક્ટનો ભાગ બનવાનો અર્થ એ છે કે તેને સૌ પહેલા તો એ ગમવું જોઈએ.'

'સારાભાઈ વર્સેસ સારાભાઈ' અને સતીશ શાહ 

અમે વાતો આગળ ધપાવતા સુમીતને એવું પણ પૂછીએ છીએ કે સતીશ શાહ સાથે ધરોબો કેવો હતો? આ પ્રશ્ન સાંભળતા જ સુમીતનો ચહેરો ચમકી ઉઠે છે. 'તમે કેમેરામાં જે જોયું તે બરાબર છે કે તે કેવી રીતે મારાથી દૂર હતો.' સુમીત ઉમેરે છે, 'જો તમે મુર્ખ જેવું વર્તન કર્યું હોત તો તે તમારા ચહેરા પર તે સાચવી લેત. લોકોને તે કઠોર લાગશે. મને લાગે છે કે તેણે ફક્ત તેનું હૃદય તેની બાંયમાં પહેર્યું હતું.' સતીશ શાહ તમને 'સુમ્યા' કેવી રીતે કહેતા હતા અને 'સારાભાઈ વર્સેસ સારાભાઈ'નો સેટ કેવી રીતે ઘર જેવો લાગતો હતો? આ બાબતને યાદ કરતા સુમીતે કહ્યું, 'બધા જ એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. એક પરિવારની જેમ! બધાએ સાથે જ ભોજન કર્યું છે. અમારા બધા માટે ૧૦ જણા માટે ખોરાક ભરેલો ડબ્બો મળતો. મને તેની ખૂબ જ યાદ આવે છે.'