Get The App

વાર્તા: લાગણીનાં પૂર

Updated: Sep 30th, 2019

GS TEAM

Google News
Google News
વાર્તા: લાગણીનાં પૂર 1 - image


મેં તકિયો લીધો અને તેમની પર તૂટી પડી, ''હું તકિયાથી મારી-મારીને તમારો જીવ લઈ લઈશ.''  તેઓ પહેલા તો મારી હરકત પર ચોંકી ગયા પણ પછી મને ખડખડાટ હસતી જોઈને તેમણે પણ તરત બીજો તકિયો ઉઠાવ્યો. અમારી વચ્ચે તકિયાથી લગભગ ૧૦ મિનિટ સુધી લડાઈ ચાલી.  

મારા લગ્નનો વીડિયો જોતાં મેં પાડોશમાં રહેતા વંદના ભાભીને પૂછ્યું, ''શું તમે આ બ્લૂ સાડીવાળી સુંદર મહિલાને ઓળખો છો?''

''આ રૂપસુંદરીનું નામ કવિતા છે. આ નીરજના ભાભી પણ છે અને પાકી બહેનપણી પણ. આ બંને કોલેજમાં સાથે ભણ્યા છે અને આના પતિ કપિલ નીરજ સાથે કામ કરે છે. તું એ સમજી લે કે તારા પતિ પર કવિતાનાં આકર્ષક વ્યક્તિત્વનો જાદુ સવાર થઈને બોલે છે.'' મારા સવાલનો જવાબ આપતાં તે થોડી મૂંઝાઈ ગઈ હતી.

''શું તમે મને ઈશારામાં એ કહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે નીરજ અને કવિતા ભાભી વચ્ચે કોઈ ચક્કર ચાલે છે?''

''માનસી, હકીકત તો એ છે કે, આ બાબત વિશે કંઈ ચોક્કસ ન કહી શકું. કવિતાના પતિ કપિલને તેમની વચ્ચેના આ પ્રકારના મુક્ત સંબંધ સામે કોઈ ફરિયાદ નથી.''

''તો તમે સ્પષ્ટ શબ્દોમાં એમ કેમ નથી કહેતા કે તેમની વચ્ચે કોઈ અનૈતિક સંબંધ નથી?'' ''સ્ત્રીપુરુષ વચ્ચે સેક્સનું આકર્ષણ કુદરત છે. તે દિયર-ભાભીના પવિત્ર સંબંધને પણ કલંક લગાવી શકે છે. ટૂંક સમયમાં જ તારી કવિતા અને કપિલ સાથે મુલાકાત થશે, ત્યારે તું જાતે જ અંદાજ લગાવજે કે તારા સાહેબ અને તેમની વહાલી ભાભી વચ્ચે કેવા સંબંધ છે.''

''આ વાત મને સમજાય છે. થેન્ક યૂ ભાભી.'' મેં તેમને ગળે મળીને તેમને ધન્યવાદ આપ્યા અને પછી તેમને સ્વાદિષ્ટ નાસ્તો બનાવવાના કામમાં લાગી ગઈ.

પહેલા હું મારા વિશે થોડુંક જણાવી દઉં. કુદરતે મને સુંદરતાની ખોટ કદાચ જીવન જીવવાનો અદમ્ય ઉત્સાહ અને જોમ આપીને પૂરી કરી છે. પછી સભાન થયા પછી ૨ ગુણ મેં મારામાં કેળવ્યા. પહેલો, મેં નવા કામને શીખવામાં ક્યારેય આળસ નથી કરી અને બીજો એ કે હું મારી લાગણી સંબંધિત વ્યક્તિને જણાવવામાં ક્યારેય મોડું નથી કરતી.

મારું માનવું છે કે આ કારણે સંબંધોમાં ગેરસમજ ઊભી થવાની સ્થિતિ નથી આવતી. જીવનના પડકારોનો સામનો કરવામાં મારા આ સિદ્ધાંતોએ મને ખૂબ મદદ કરી છે. ત્યારે વંદના ભાભીની વાતો સાંભળવા છતાં કવિતા ભાભી માટે મેં મારું મન સાફ રાખ્યું હતું.

અમે સિમલામાં અઠવાડિયું હનીમૂન મનાવીને ગઈ કાલે જ પાછા આવ્યાં હતાં. હું તો ત્યાંથી નીરજના પ્રેમમાં પાગલ થઈને પાછી આવી છું. લોકો કહે છે કે આવો રંગીન સમય જીવનમાં ફરી ક્યારેય પાછો નથી આવતો. તેથી મેં નક્કી કરી લીધું કે આ મોજમસ્તીને આજીવન મારા દાંપત્યજીવનમાં જીવંત રાખીશ.

 તે દિવસે કપિલભાઈએ નીરજને ફોન કરીને અમને પોતાના ઘરે જમવા આવવાનું નિમંત્રણ આપ્યું હતું. ત્યાં પહોંચવાના અડધા કલાકમાં જ મને અહેસાસ થઈ ગયો કે આ ત્રણેય વચ્ચે દોસ્તીના સંબંધનાં મૂળિયાં ઘણાં મજબૂત છે. તેઓ એકબીજાની મજાક કરતા વાત-વાતમાં ખડખડાટ હસતા હતા.

મને કપિલભાઈનું વ્યક્તિત્વ ઘણું પ્રભાવશાળી લાગ્યું. તેઓ બૈરીના ગુલામ તો જરાય ન લાગ્યા, પણ કવિતાનો જાદુ તેમના પર સવાર થઈને બોલતો હતો. મારા મનમાં અચાનક એ લાગણી જન્મી કે આ માણસ મજબૂત સંબંધ બનાવવાને લાયક છે. તેથી મેં વિદાય લેવાના સમયે લાગણીશીલ થઈને તેમને કહી દીધું, ''મેં તો તમને આજથી મારા મોટા ભાઈ બનાવી લીધા છે. આ વર્ષે હું તમને રાખડી બાંધીશ અને તમારી પાસેથી સુંદર ગિફ્ટ લઈશ.''

''ચોક્કસ.'' મારી વાત સાંભળીને કપિલભાઈની સાથેસાથે તેમના મમ્મીની આંખો પણ ભરાઈ આવી હતી. મને પાછળથી નીરજ પાસેથી ખબર પડી કે તેમની એક માત્ર નાની બહેન ૮ વર્ષની ઉંમરમાં મગજના તાવનો ભોગ બની મૃત્યુ પામી હતી.

બીજા દિવસે સાંજે મેં ફોન કરીને નીરજને કહ્યું કે તે કપિલભાઈ સાથે ઓફિસથી સીધા કવિતા ભાભીના ઘરે આવે.

તે બંને ઓફિસથી પાછા આવ્યાં. કવિતા ભાભીની પાછળપાછળ ઘરમાં ઘૂસ્યા. તે જોઈને બધાં આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં કે કવિતા ભાભીનું પૂરું ઘર ચમકી રહ્યું હતું. મેં કવિતા ભાભીનાં સાસુએ ખૂબ ના પાડવા છતાં પૂરો દિવસ મહેનત કરીને પૂરા ઘરની સાફ-સફાઈ કરી નાખી હતી.

કવિતા ભાભીનાં સાસુ ખુલ્લા દિલથી મારી પ્રશંસા કરતાં તે બધાને વારંવાર કહી રહ્યા હતા, ''તારી વહુનો જવાબ નથી, નીરજ. કેટલી મહેનતુ અને ખુશમિજાજી છે આ છોકરી.''

''તું હજી નવી વહુ છે અને એમ પણ આ બધું તારે નહોતું કરવું જોઈતું.'' કવિતા ભાભી થોડા પરેશાન અને ચિડાયેલ લાગતા હતા.

''ભાભી, મારા ભાઈનું ઘર મારું પિયર થયું અને નવી વહુ માટે પોતાના પિયરમાં કામ કરવાની કોઈ મનાઈ નથી હોતી. મારા નોકરિયાત ભાભીનું ઘર સજાવવામાં શું હું મદદ ન કરી શકું?'' તેમનું દિલ જીતવા માટે હું ખુલ્લા મને હસી હતી.

''થેન્ક યૂ માનસી. હું બધા માટે ચા બનાવીને લાવું છું.'' કહીને ઔપચારિકતાથી મારી પીઠ થપથપાવીને તે રસોડામાં ચાલ્યાં ગયાં.

 મને અહેસાસ થયો કે તેમની નારાજગી દૂર કરવામાં હું નિષ્ફળ રહી છું, પરંતુ હું પણ સરળતાથી હાર માનનારાઓમાંની નથી. તેમની નારાજગી દૂર કરવા માટે હું તેમની પાછળ-પાછળ રસોડામાં પહોંચી ગઈ.

''તમને મારું આ બધું કામ કરવું ન ગમ્યું ને?'' મેં ભાવુક થઈને પૂછ્યું. ''ઘરની સાફસફાઈ થવી મને કેમ ન ગમે?'' તેમણે કમને હસીને મને સામે પ્રશ્ન પૂછ્યો.

''મને તમારા અવાજમાં નાપસંદગીનો ભાવ અનુભવાયો, એટલે જ તો મેં આ પ્રશ્ન પૂછ્યો. તમે નારાજ હો તો મને ઠપકો આપો, પણ જલદીથી હસશો નહીં તો મને રડવું આવી જશે.'' હું કોઈ નાની છોકરીની જેમ તડપી ઊઠી હતી.

''કોઈ માણસ માટે આટલા લાગણીશીલ હોવું બરાબર નથી, માનસી. જોકે હું નારાજ નથી.'' તેમણે આ વખતે પ્રેમથી મારો ગાલ પંપાળ્યો તો હું ખુશી વ્યક્ત કરતાં તેમને વળગી પડી.

તેમને હસતાં મૂકીને હું ડ્રોઈંગરૂમમાં પાછી આવી. તેઓ જ્યાં સુધી ચા બનાવીને લાવ્યા, ત્યાં સુધી મેં કપિલભાઈ અને નીરજને આગલા દિવસે રવિવારે પિકનિક પર આવવા માટે મનાવી લીધા હતા.

 રવિવારના દિવસે અમે સવારે ૧૦ વાગ્યે ઘરેથી નીકળીને નહેરુ ગાર્ડન પહોંચી ગયા. હું બેડમિન્ટન સારું રમું છું. તે સુંદર પાર્કમાં મારી સાથે રમતાં ભાભીનો શ્વાસ જલદી ચડી ગયો ત્યારે હું તેમના મનમાં જગ્યા બનાવવાની આ તક ચૂકી નહોતી. ''ભાભી, તમે તમારો સ્ટેમિના વધારવા અને શરીરને લચીલું બનાવવા માટે યોગા કરવાનું ચાલુ કરો.'' મારા મોંમાંથી નીકળેલા આ શબ્દોએ નીરજ અને કપિલભાઈનું ધ્યાન પણ ખેંચ્યું હતું.

''શું તું મને યોગા શિખવાડીશ?'' ભાભીએ ઉત્સાહિત લહેકામાં પૂછ્યું. ''જરૂર શિખવાડીશ.'' ''ક્યારથી?'' ''અત્યારથી જ પહેલો ક્લાસ શરૂ કરીએ.'' તેમને ના પાડવાની તક આપ્યા વગર મેં કપિલભાઈ અને નીરજને પણ ચાદર પર યોગા શીખવા માટે બેસાડી દીધા હતા.

''મને યોગા પણ આવડે છે અને એરોબિક ડાન્સ કરતાં પણ. મારો ચહેરો એટલો સારો નહોતો, એટલે મેં સાજ-શણગાર પર ઓછું અને ફિટનેસ વધારવા પર હંમેશાં વધારે ધ્યાન આપ્યું.'' શરીરમાં ગરમાવો લાવવા માટે મેં તેમને કેટલીક એક્સર્સાઈઝ કરાવવાની શરૂ કરી દીધી.

''તું તારા રંગરૂપને લઈને આટલી સંવેદનશીલ કેમ રહે છે, માનસી?'' કવિતા ભાભીના અવાજમાં સામાન્ય ગુસ્સાના ભાવ કદાચ બધાએ અનુભવ્યા હશે.

મેં  લાગણીશીલ થઈને જવાબ આપ્યો, ''હું  ટચી બિલકુલ નથી, હું તો મારા સામાન્ય રંગરૂપને મારા માટે વરદાન માનું છું. હકીકત તો એ છે કે સુંદર ન હોવાના લીધે જ હું મારા વ્યક્તિત્વનો બહુમુખી વિકાસ કરી શકી છું. નહીં તો કદાચ એક સુંદર ઢીંગલી બનીને જ રહી જતી... સોરી ભાભી, તમે એવું જરાય ન સમજાત કે મારો ઈશારો તમારી તરફ છે. તમને તો હું મારા આદર્શ માનું છું. કાશ, કુદરતે મને તમારી અડધી સુંદરતા આપી દીધી હોત, તો હું આજે મારા પતિના દિલની રાણી બનીને રહેતી હોત.''

''અરે! મને વચ્ચે કેમ લાવે છે અને કોણ કહે છે કે તું મારા દિલની રાણી નથી?'' નીરજનું રઘવાયા થઈને ચોંકી જવું અમને બધાને હસાવી ગયું.

''એ તો મેં એમ જ ડાયલોગ માર્યો છે.'' અને મેં આગળ વધીને બધાની સામે જ તેમનો હાથ ચૂમી લીધો. તેઓ મારી આ હરકતના લીધે શરમાઈ ગયા તો કપિલભાઈ ખડખડાટ હસી પડયા. હાસ્યથી બદલાયેલા વાતાવરણમાં ભાભી પણ તેમનો ગુસ્સો ભૂલીને હસવા લાગ્યા હતા.

 કવિતા ભાભી યોગા શીખતા પણ મને વધારે સહજ અને દિલથી ખુશ લાગતા નહોતા. બધાનું ધ્યાન મારી બાજુ છે, તે જોઈને કદાચ કવિતા ભાભીનો મૂડ બરાબર નહોતો. તેમના મનની ફરિયાદ દૂર કરવા માટે મેં મારું પૂરું ધ્યાન ભાભીની વાતો સાંભળવામાં કેન્દ્રિત કર્યું. તેમણે એકવાર તેમની ઓફિસ અને ત્યાંની તેમની બહેનપણીઓની વાતો સંભળાવવાનું શરૂ કર્યું તો સંભળાવતાં જ ગયા.

ઘણા ઓછા સમયમાં તેમની સાથે કામ કરનારા કર્મચાકીઓનાં નામ અને તેમના વ્યક્તિત્વની એટલી જાણકારી પોતાના મગજમાં રાખી ચૂકી હતી કે તેમની સાથે ભવિષ્યમાં ક્યારેય પણ સહેલાઈથી વાતો કરી શકતી હતી.

''તમારી પાસે વાતોને રસપ્રદ રીતે સંભળાવવાની આવડત છે. તમે સહેલાઈથી કોઈપણ પાર્ટીની શોભા બનતા હશો, કવિતા ભાભી.'' મારા મોંમાંથી નીકળેલી પોતાની આ પ્રશંસા સાંભળીને ભાભીનો ચહેરો ફૂલની માફક ખીલી ઊઠયો હતો.

તે રાત્રે નીરજ જ્યારે મને મસ્તીભર્યા મૂડમાં આવીને પ્રેમ કરવા લાગ્યા ત્યારે મેં લાગણીશીલ થઈને પૂછ્યું, ''હું વધારે સુંદર નથી. આ વાતનો તમને કેટલો અફસોસ છે?''

''જરાય નહીં.'' તે મસ્તીભર્યા અવાજમાં બોલ્યા. ''જો હું ભાભી સાથે મારી સરખામણી કરું છું ત્યારે મારું મન ઉદાસ થઈ જાય છે.''

''પણ તું તેમની સાથે તારી સરખામણી જ કેમ કરે છે?''

''તમારા મિત્રની પત્ની આટલી સુંદર અને તમારી આટલી સામાન્ય. હું જ કેમ, પૂરી દુનિયા આવી સરખામણી કરતી હશે. તમે પણ જરૂર કરતા હશો.''

''સરખામણી કરું તો પણ તેમના મુકાબલે તને એકવીસની જ જોઉં છું.'' આ વાત તું હંમેશાં માટે યાદ રાખજે ડાર્લિંગ.'' ''સાચું કહી રહ્યા છો?'' ''ખરેખર.'' ''હું લગ્ન પહેલાં વિચારતી હતી કે ક્યાંક હું મારા સામાન્ય દેખાવના લીધે મારા પતિના મનને ન ગમી તો મારો જીવ આપી દઈશ.''

''એવું કરવાની કોઈ જરૂર નહીં પડે, કારણ કે તું ખરેખ મારા દિલની રાણી છે.'' ''જો તમે ક્યારેય બદલાઈ જશો તો ખબર છે શું થશે?'' ''શું થશે?''

મેં તકિયો લીધો અને તેમની પર તૂટી પડી, ''હું તકિયાથી મારી-મારીને તમારો જીવ લઈ લઈશ.''  તેઓ પહેલા તો મારી હરકત પર ચોંકી ગયા પણ પછી મને ખડખડાટ હસતી જોઈને તેમણે પણ તરત બીજો તકિયો ઉઠાવ્યો.

અમારી વચ્ચે તકિયાથી લગભગ ૧૦ મિનિટ સુધી લડાઈ ચાલી. પછી અમે બંને આજુબાજુમાં સૂઈને લડવાના લીધે ઓછા અને હસવાના લીધે વધારે હાંફતા હતા.

''આજે, તો તેં બાળપણ યાદ કરાવી દીધું, સ્વીટ હાર્ટ, યૂ આર ગ્રેટ.'' તેમણે ખૂબ પ્રેમથી મારી આંખોમાં જોઈને મારી પ્રશંસા કરી.

''તમને બાળપણની યાદ આવે છે અને મારી પર જવાનીની મસ્તી છવાઈ છે.'' એટલું કહીને હું તેમના ચહેરા પર નાનાં-નાનાં ચુંબનો ચોડવાં લાગી.

તેમને ભરપૂર સેક્સ સુખ આપવા માટે હું તેમના રસ અને ઈચ્છાઓનું ધ્યાન રાખીને ચાલુ છું. મારો તો એ જ ફંડા છે કે સતર્ક રહીને સંવેદનશીલતાથી જીવો અને નવા-નવા ગુણ શીખતા જાઓ.

મારો આજીવન એ જ પ્રયત્ન રહેશે કે હું મારા વ્યક્તિત્વનો વિકાસ કરતી રહું જેથી અમારા દાંપત્યજીવનમાં તાજગી અને નવીનતા હંમેશાં જળવાઈ રહે. તેમનું ધ્યાન ક્યારેય આ બાજુ જાય જ નહીં કે તેમની જીવનસાથીનો ચહેરો ઘણો સામાન્ય છે.

તેઓ હોઠ પર સ્મિત, દિલમાં ખુશી અને આંખોમાં અઢળક પ્રેમના ભાવ સાથે હંમેશાં એ જ કહેતા રહ્યા, ''માનસી, તારો જવાબ નથી. તું ખરેખર લાજવાબ છે.''


Tags :