ચોમાસામાં મસ્ત બનીને મહાલો .

એ દિવસે બહાર ધીમો-ધીમો વરસાદ વરસતો હતો. વરસાદના આ નયનરમ્ય દેખાવને જોતી હું બહાર ઊભી રહીને ચાનાં ઘૂંટની મજા લઈ રહી હતી. એટલામાં મારી સામેથી મિસિસ ખન્ના પસાર થઈ જેમણે કોટન સાડી પહેરી હતી. તેની સાડી બીંજાઈ જવાને કારણે તેના શરીર સાથે ચોંટી ગઈ હતી. ભીંજાયેલા બ્લાઉઝમાંથી તેનાં અંગેઅંગ સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં.
તેમની આ હાલત જોયા પછી મેં વિચાર કર્યો કે લોકો કપડાંની પસંદગી કરતી વખતે મોસમનું ધ્યાન કેમ નહીં રાખતા હોય? જુલાઈથી સપ્ટેમ્બર સુધી રહેતી વરસાદની મોસમમા જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ મોસમમાં હંમેશાં ભેજનું પ્રમાણ રહેતું હોય છે અને કોઈ પણ સમયે વરસાદ પડી શકે છે.
વરસાદની મોસમમાં વસ્ત્રોની પસંદગી અને મેકઅપ કરવામાં સાવચેતી રાખવી જરૂરી છે. અહીં પ્રસ્તુત છે એવી જ કેટલીક સાવચેતીઓ જે વરસાદની મોસમમાં ઘરબહાર નીકળતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ જેથી તમારે મિસિસ ખન્ના જેવી અપ્રિય સ્થિતિનો સામનો કરવો ન રહે.
વસ્ત્રો
- વરસાદમાં કોટન અ૮૮૮ને સિલ્કની સાડી અને સૂટને બદલે તમારે સિન્થેટિક સાડી અને સલવારકમીઝ પસંદ કરવાં જોઈએ. આવી સાડીઓ પલળી જાય તો શરીર સાથે ચોંટી જતી નથી અને તરત સુકાઈ પણ જાય છે.
- આ મોસમમાં શક્ય હોય ત્યાં સુધી એવી સાડીઓને પસંદ કરો, જેનું બ્લાઉઝ રૂબિયા કે કોટનને બદલે સિન્થેટિક કાપડનું હોય.
- સાડી વધુ પડતી નીચી ન પહેરો જેથી ભીની થતાં જમીન સાથે ઘસડાય અને ગંદી થઈ જાય અને ભીની સાડીમાં તમે ક્યાંક લપસી પડો નહીં.
- જ્યાં સુધી શક્ય હોય, આ મોસમમાં સાડીને બદલે સૂટ જ પહેરો, કારણ કે તે પહેરવામાં સુવિધા રહેશે સાથે સાથે આરામદાયક પણ રહે છે.
- આ મોસમમાં સાડી અને પેટીકોટ મેચિંગ જ પહેરો, કારણે આપણે પેટીકોટ પહેલાં જે પહેરેલો હોય છે તેના પર સાડી પહેરી લઈએ છીએ, પરંતુ જ્યારે તે સાડી ભીંજાઈ જાય છે ત્યારે અંદરથી દેખાતો તમારો પેટીકોટ તમારી સ્થિતિને હાસ્યાસ્પદ બનાવે છે.
- આ મોસમમાં શિફોનના વસ્ત્રો બિલકુલ ન પહેરો, કારણ કે તે પાણી પડવાથી સંકોચાઈને ખરાબ થઈ જાય છે.
- વરસાદમાં રંગ ઉતરે તેવાં કપડાં ક્યારેય પહેરશો નહીં. આવાં કપડાં ભીનાં થતાં તમારા શરીરને બદસુરત બનાવી શકે છે.
મેકઅપ
- આ મોસમમાં એવો હલકો મેકઅપ કરો જે તમારા ચહેરાને સુંદર બનાવે, સાથે તમે ભીંજાઓ ત્યારે બદસુરત ન બનાવે.
- વરસાદમાં પ્રવાહી બિંદી ન લગાવશો, કારણ કે પ્રવાહી બિંદી ભીંજાતા વહેવા લાગે છે. જેનાથી તમારો ચહેરો રંગાઈ જશે. જો તમે ડિઝાઇનવાળી બિંદી લગાવી શકો છો તો વોટરપ્રૂફ લિક્વિડ બિંદી લગાવો. નહીં તો બજારમાં મળતી સ્ટિકર બિંદી, નંગોવાળી અથવા કુંદનવાળી સુંદર ડિઝાઇનવાળી બિંદી લગાવી શકો છો. આ ફેલાતી નથી. સૂકા સિંદૂરના બદલે રેડીમેડ સ્ટિકરવાળા સિંદૂરનો ઉપયોગ કરો. તે ભીનો થઈને વહી જતો નથી.
- ઘટ્ટ અને ક્રિમી ફેસ ક્રીમને બદલે પ્રવાહી ફેસ ક્રીમનો ઉપયોગ કરો.
- ફાઉન્ડેશન લગાવવા માટે ભીનાં સ્પંજનો ઉપયોગ કરો. તેનાથી તમારો મેકઅપ વધુ સમય સુધી ટકી રહેશે.
- વરસાદમાં ઘેરા રંગની લિપસ્ટિકનો ઉપયોગ ભૂલથી પણ કરશો નહીં. આ મોસમમાં ભીંજાવાથી ઘણીવાર સ્ત્રીઓ તેમના દુપટ્ટા અથવા સાડીના છેડાથી ચહેરો લૂછે છે. વારંવાર આમ કરવાથી ઘણીવાર સ્ત્રીઓ તેના દુપટ્ટા અથવા સાડીને પણ રંગીન બનાવે છે.
- લિપસ્ટિક લગાવો તે પહેલાં હોઠની ચારે બાજુ લિપલાઇન અથવા લિપ પેન્સિલનથી હોઠની બહાર રેખા બનાવો. આમ કરવાથી ભીની થવા છતાં પણ લિપસ્ટિક ફેલાશે નહીં.
- આંખો માટે વોટરપ્રૂફ આઇલાઇનર અથવા પેન્સિલનો ઉપયોગ કરો. જેથી ભીંજાવા છતાં પણ તે બગડી નહીં જાય અને તમારી સુંદરતા જળવાઈ રહેશે.
- વરસાદમાં ટ્રાન્સપરંટ મસકારાનો જ ઉપયોગ કરો.
એક્સેસરીઝ
- વરસાદની મોસમમાં જ્યારે પણ બહાર નીકળો, છત્રી જરૂર સાથે રાખજો. આજકાલ બજારમાં નાની-નાની ખૂબસુરત ફોલ્ડિંગ છત્રીઓ મળે છે, જે જોવામાં સુંદર લાગે છે સાથે-સાથે લઈ જવાની સુવિધા પણ રહે છે. ધ્યાનમાં રાખો કે તમારી કલરફુલ છત્રી ક્યાંક કાચા રંગની ન હોય. વધુ વરસાદની શક્યતા હોય ત્યારે બહાર જતી વખતે રેનકોટનો ઉપયોગ કરો. તેમાં તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશો.
* ચામડાની પર્સ અથવા બેગને બદલે રેક્ઝિન અથવા કપડાની પ્લાસ્ટિક કોટેડ બેગનો ઉપયોગ કરો.








