શ્રી વલ્લભાચાર્યનું દર્શન અને ડીએનએનું વિજ્ઞાન

- આપણા મગજમાં સેરોટોનિન તેમજ ડોપામાઈનનું સંચાલન કરતા જનીનોમાં વધારે Expression થઈને આપણને આનંદ મળે છે. આપણે કોઈ ગમતા મિત્રને મળી એ કે મંદિરમાં દર્શન કરી એ કે કીર્તન કરીએ ત્યારે આપણા આ જનિનો સેરોટોનિન તેમજ ડોપામાઈનનું Secretion વધારીને આપણા મનને શાંત કરે છે
શ્રી વલ્લભાચાર્યજીનો જન્મ મધ્યપ્રદેશના ચંપારણ્યના જંગલમાં ચૈત્ર વદ ૧૧ના દિવસે વિક્રમ સંવત ૧૫૩૫માં થયો હતો. પુષ્ટિમાર્ગ અથવા તો ભક્તિમાર્ગની સ્થાપના અને પ્રચાર તેમણે ૧૧ વર્ષની ઉંમરે શરૂ કર્યો હતો. જીવન દરમિયાન સમગ્ર ભારતની ત્રણ પ્રદક્ષિણા કરીને ભગવાન કૃષ્ણને સમર્પણ કરીને જીવનનું સર્વ કામ કરવું તે શીખવાડયું. તેમના આ પ્રાગટય દિવસ નિમિત્તે તેમણે આપેલું દર્શન અને તેની સાથે ડીએનએના વિજ્ઞાાનની સમાનતા સમજવા જેવી છે. આપણને નવાઈ લાગશે કે આને અને જનીન શાસ્ત્ર એટલે કે આપણા DNA વચ્ચે શું સામ્ય છે? પુષ્ટિમાર્ગમાં સૂક્ષ્મતા, આચાર, વિચાર, આહાર અને દીનતા ઉપર પણ ખુબ ભાર આપ્યો છે. રસોઈ બનાવતા મનમાં ખરાબ વિચારો આવતા હોય, ગુસ્સો હોય અથવા તો તમારું ધન અનીતિથી આવ્યું હોય તો તેનો પ્રભાવ આપણા જનીન તત્વો પર પડે છે જેને વૈજ્ઞાાનિક ભાષામાં Epigenetic efffect એટલે કે આપણા DNA માં આવેલા જનીનો કાં તો કામ કરવાનું બંધ કરાવે અથવા વધારે પડતું કામ કરાવે. જેને વૈજ્ઞાાનિક ભાષામાં DNArethylation કહેવાય.
પુષ્ટિમાર્ગમાં જેમ દરેક વૈષ્ણવનો સ્વભાવ, સેવા, ભાવના, અલગ હોય તે જ રીતે જનીન તત્વોમાં પણ એક સરખા જનીન તત્વો હોવા છતાં પણ તેની અસર દરેક માણસ પર અલગ અલગ પડે છે. જનીન તત્વો એક જાતનું જટિલ પ્રોટીનથી બનેલું તત્વ છે જે માત્ર ૫૫ ગ્રામ જ છે. પરંતુ તેની લંબાઈ પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા કરી શકાય તેટલી છે. તેમાં A,T,G,Cના ચાર અક્ષરોથી કુદરતે ૩ અબજ અક્ષરોનો કોડ લખ્યો છે. જે આપણા જન્મથી મરણ સુધીની બધી જ માહિતીનો સંગ્રહ કરે છે. શ્રી વલ્લભાચાર્યજીએ પણ પુષ્ટિમાર્ગમાં 'કૃષ્ણ સેવા સદા કાર્યા'ના મંત્ર દ્વારા આપણા શરીરમાં આવેલા આત્માને એવો આધ્યાત્મિક માર્ગ બતાવ્યો કે બસ બધુ જ કૃષ્ણને અર્પણ કરો.
પુષ્ટિમાર્ગમાં અપરસનું ખુબ મહત્વ છે. એટલે કે અસ્પર્શતે ખાલી તનથી જ નહિ પરંતુ મનથી. જે રીતે આપણું DNA ને આપણા ખોરાક અને વાતાવરણથી નુકસાન થાય છે તે રીતે મનના દુવિચારો, ઈર્ષા, ગુસ્સો વિગેરેને કૃષ્ણ સેવા કરીને દૂર કરવાના છે. તે આપણા આત્માને શુદ્ધ રાખી શકે. જનીનો જેમ આપણા શરીરના કોષોને શુદ્ધ રાખે છે તે જ રીતે પુષ્ટિમાર્ગમા આપણા બાહ્ય-આંતરિક આચાર-વિચાર આત્માને શુદ્ધ રાખે છે.
પુષ્ટિમાર્ગ પ્રમાણે આપણા મનની શુદ્ધતા અને ભાવ જેટલો સારો તેટલા ઠાકોરજી પ્રસન્ન રહેશે. આપણા DNA માં પણ આવું જ છે. પ્રાર્થના કરવાથી, તાળી પાડવાથી કે સારું વાંચન કરવાથી જનીનતત્વો હકારાત્મક થઈને Epigenitic switch ચાલુ કરીને આપણને ખુશ કરી દેશે. તે માટે મુખ્યત્વે આપણા મગજમાં સેરોટોનિન તેમ જ ડોપામાઈનનું સંચાલન કરતા જનીનોમાં વધારે Expression થઈને આપણને આનંદ મળે છે. તેથી જ તો આપણે કોઈ ગમતા મિત્રને મળી એ કે મંદિરમાં દર્શન કરી એ કે કીર્તન કરી એ ત્યારે આપણા આ જનિનો સેરોટોનિન તેમજ ડોપામાઈનનું Secretion વધારીને આપણા મનને શાંત કરે છે, અને એક જાતનો અવર્ણનીય આનંદ આપે છે.
ખોરાકમાં આપણે કાંદા, લસણ વિગેરે ખોરાક માટે ના પાડી છે કારણકે તેનાથી આપણા જનીનોમાં આવેલી Epigenitic switch બંધ થઈને આપણને તામસ પ્રકૃતિ તરફ વધારે લઇ જાય છે. સાથે સાથે ઘણી વખત વધારે પડતું સેવન કરવાથી DNA માં નુકસાન કરીને તેની repair ક્ષમતામાં ઘટાડો કરે છે. તેથી જ સાદો ખોરાક આપણા તન, મન અને આત્માને શુદ્ધ રાખવા ખુબ જ જરૂરી છે જે આપણને આત્મિક અને શારીરિક બાદ આપે છે. ટૂંકમાં ભક્તિમાર્ગ આપણા મનને પવિત્ર કરે છે તો જનીનો તે પવિત્ર મન દ્વારા આપણા આત્માને ઉન્નતિ તરફ લઇ જાય છે.
- ડૉ. જયેશ શેઠ








