અધ્યાત્મ એટલે જીવનાભિમુખ જીવનનિષ્ઠ-સત્યનિષ્ઠ

- આજનો માણસ પોતાના આત્મિક સત્યમાં સ્થિત થઈને વ્યવહાર કરે છે આચરણ પણ કરતો નથી જેથી દુખી છે ચિંતાગ્રસ્ત છે
માણસ છેવટે તો સત્વગુણવાળું આત્મિકસત્ય, સભાનતા પરમચેતનાની જાગૃતતા, આત્માનું સમત્વ, બધેજ એકજ આત્મા વિલ્સે છે, એક જ પરમાત્મા છે તેના મય થઈ સત્વ સંશુધ્ધ જીવન કરીને જીવન જીવી જીવન ચક્રમાંથી મુક્ત થવા જ માંગે છે.
આ માટે માણસે પોતાના જીવનમાં જીવનાભિમુખ જીવનનિષ્ઠ અને આત્મિક સત્ય નિષ્ઠ બની પોતાના જ આત્મિક સત્ય સ્વરૂપ બની વ્યવહાર અને આચરણ અહંકાર રહિત થઈને પોતાના આત્માનું સમત્વ એટલે કે એક સરખા પણું બધે એક જ આત્મા વિલસે છે, અને એકજ પરમાંત્મા રહેલા છે તેમના વારસો તો સ્વાર્થ સાધવા માટે ઊભા કરવામાં આવેલ છે આવ્યા છે, તેમાં સત્યનો રણકો નથી,
એકજ પરમતત્વ પરમાત્મા આત્મા એવા આત્મિક સત્યતા સાથેના આત્મ જ્ઞાાન ઉપર રચાયેલો અંતરનો ભાવ પ્રત્યેક વ્યક્તિ વસ્તુ અને બનાવ પ્રત્યે સમભાવ રાખી જીવન જીવે જવું જોઈએ, એજ જીવનમુક્તિ સુધી પહોંચાડે જ.
માનવ જીવનમાં કર્મક્રિયાહવનો વગેરે અધ્યાત્મ નથી જગતના, મહામાનવો તેમના સમયના લોકોને સટીક માર્ગ દર્શન આપવા પ્રયત્ન કરે છે આ મહામનવોનો ઉપદેશ એટલો શાશ્વત હોય છે કે મહામાનવોના મૃત્યુ પછી પણ લોકો તેમના સત્યને આત્મસાત કરી ચાલુ રાખે છે પણ આ ઉપદેશ ધર્મોમાં ફેરવાઈ જતો હોય છે, જેકો આ મહાન આત્માનો ઉપદેશ અને તેમનું શિક્ષણ સમજવું સહેલું હોતું જ નથી અને તેને આચરણમાં મૂકવું તેતો તેનાથી પણ મુશ્કેલ હોય છે, એટલે ક્રમશ તેને જ ધર્મના લોકો તેમના ઉપદેશને નિરર્થક ક્રિયા કાંડ કર્મ ક્રિયામાં ફેરવી નાખે છે અને મહામાનવના ઉપદેશના અર્કનો નાશ કરે છે, કારણકે સામાન્ય માણસને મહામનવોના ઉપદેશને સર્વ સંશુધ્ધ અંતરથી જાણવો સજવો અને તેને આત્મસાત કરવો અઘરો હોય છે જેથી કર્મ કાંડ અને કર્મ ક્રિયામાં અર્કનો નાશ થાય છે અને છોતરાં અને ગોટલાજ બાકી રહે છે છોતરાં અને ગોટલાથી પેટ ભારે બને એટલે પરમ જ્ઞાાન ઉપલબ્ધ થાય જ નહિ અને આજે થતું પણ નથી.
- તત્વચિંતક વી. પટેલ








