અધ્યાત્મચિંતન .

* સંસારમાં કરેલાં કર્મનો ક્યારે પણ નાશ નથી થતો.
* વિજ્ઞાન વસ્તુની સાથે પ્રયોગ કરે છે, જ્યારે અધ્યાત્મ વ્યક્તિની સાથે પ્રયોગ કરે છે.
* સમર્થ જીવનનાં ચાર સ્તંભ (એ) ઇન્દ્રિય સંયમ (બી) અર્થ સંયમ (સી) સમય સંયમ (ડી) વિચાર સંયમ.
* અધ્યાત્મજગતમાં દરેક ચીજ શ્રધ્ધા તથા ભક્તિના બળે જ પ્રાપ્ત કરી શકાય છે, રૂપિયાથી ખરીદી શકાતી નથી. ત્યાં બાહ્યઆડંબરથી કશું પ્રાપ્ત થતું નથી. જો તમારામાં શ્રદ્ધા હોય, શબરી જેવી ભક્તિ હોય તો એક દિવસ ભગવાન રામ અવશ્ય આપને ત્યાં આવશે. રામકૃષ્ણ પરમહંસની કાલી જીવંત હતી, તેઓ તેની સાથે વાતો કરતાં હતા અને તેને ખવડાવતા પણ હતા. આપણામાં આવી શ્રધ્ધા નથી. નિષ્ઠા નથી કે સાચી ભક્તિ નથી.
* દોષ દુર્ગુણોને તથા બૂરાઈઓને દૂર કરતા રહીને પોતાના ચિંતનને ઉત્કૃષ્ટ બનાવવું અને પોતાનું ઉત્કૃષ્ટ નિર્માણ કરવાની દિશામાં નિરંતર આગળ વધતા રહેવું એનું જ નામ સાધના છે.
- જયેન્દ્ર ગોકાણી








