Magazines

આત્મિક આંતરિક ક્રાંતિ અને શરતમુક્ત અવસ્થા એજ સત્ય જીવન

By GS TEAM
27 Aug 20252 mins read
આત્મિક આંતરિક ક્રાંતિ અને શરતમુક્ત અવસ્થા એજ સત્ય જીવન

માનવ જીવન જો માણસ પોતાના જ આત્મિક સત્યના આધારે, પોતાનીજ પરમ ચેતનામાં સ્થિત થઈને પરમ ચેતનાની જાગૃત પણે આત્મિક સત્ય સ્વરૂપ થઈને, આત્મ ધર્મ, સત્ય ધર્મ અને જીવન યોગનો શુધ્ધ ધર્મ સત્ય સ્વરૂપ આંતર સત્યની અભિપ્સા પૂર્વક સત્ય ધર્મ ધારણ કરીને જીવન જીવવું હોય તો કોઈપણ જાતની બાહ્ય સતા કે ગુરુઓના સકંજામાં સપડાવાની કોઈ જ જરૂર નથી કે કોઈ પણ રંગબેરંગી પથરાને પૂજવાની કોઈ જ જરૂર નથી, આમે આજના ગુરુઓ ધર્મને નામે ધંધો બનાવી આચરણ કરે છે, જ્યારે તેની સત્ય સ્વરૂપ ફરજ એ છે કે ધંધાને સત્ય સ્વરૂપ ધર્મ બનાવીને સત્ય સ્વરૂપ જીવન જીવવું જોઈએ, 

એ જ સાચો સત્ય સ્વરૂપ ધર્મ ધારણ કરનાર છે, પણ આવું ક્યાંય જોવા જ મળતું નથી અને તેઓ કોઈ પોતાના આત્મિક સત્યમાં સ્થિત થઈને નિર્મળ મન સાથે નિસ્પૃહ નિર્લેપ જીવન જીવતા જ નથી આ બધા જ સ્વાર્થ લાભ લોભની પૂરતીના અર્થ સાથે જ ધર્મને ધંધો બનાવી. જીવન જીવતા હોય છે, અને વચનોની મોટી વણજાર ઉભી કરી આશીર્વાદનો વરસાદ વરસાવે છે, કોઈનો એક પણ આશીર્વાદ ફળતો જ નથી આશીર્વાદ એ મોટું તૂટ છે, ભ્રમ છે, અજ્ઞાાન છે પણ ચલાવે છે, અને ચાલે પણ છે, તે આજની સત્ય હકીકત છે, 

આજે તો માત્ર કથાની પોથી ઉપાડનારને કથાનું પુણ્ય મળે છે, આવું કહીને ધંધો ચલાવે છે, આ જગતમાં કોઈપણ માણસ આજ સુધીમાં કથાઓ સાંભળીને કે શાસ્ત્રો વાંચીને પરમ જ્ઞાાની થયાની હકીકત નથી જગતમાં જેઓ પરમ જ્ઞાાનમાં સ્થિત થયા છે સુખ શાંતિ અને આનંદરૂપ જીવ્યા છે. તેઓ તમામે પોતાની જ આંતરિક સાધના કારીને જ અંતકરણની પૂર્ણ રૂપે શુધ્ધિ અને સમગ્ર જીવનને નિર્મળ કરીને નિર્લેપ થઈને જ પરમ જ્ઞાાનવાંન થયા છે, આ હકીકત છે, કોઈપણ જીવનમાં બહિર્મુખી ધર્મની સાધના એટલે કે કર્મ કાંડ કર્મ ક્રિયાઓ હવનો કરીને પરમ જ્ઞાાની થયાનું ક્યાંય નોંધાયુ નથી, આતો એક ધર્મની ઘેલછા જ છે સારું બોલવું મીઠું બોલવું તે જ્ઞાાન નથી માહિતી જ છે, કોઈપણ પ્રકારનું ધાર્મિક સંગઠન કે કહેવાતા ગુરુઓ કે કથાકારો કે સત્સંગ કરનારાઓ તમોને તમારા સત્ય તરફ લઈ જઇ શકતા જ નથી, આત્મ જ્ઞાાન મુક્તિ મોક્ષ નિર્વાણ અને સત્ય પરમાત્મા ફક્ત ને ફક્ત તમારી પોતાની આંતરિક સાધના દ્વારા આંતર શોધ દ્વારાજ તમોને પ્રાપ્ત થાય છે, આ માનવ જીવનનું પરમ સત્ય છે. 

તમારો આત્માં જ તમારો પરમાત્મા છે, બહાર ક્યાંય તમારો, પરમાત્મા ઠાર્યો નથી કે તમોને પથરામાંથી મળી જાય, આવા ભ્રમમાંથી બહાર નીકળો ને તમારા જ પોતાના પરમાત્મ સ્વરૂપ થવા મથો એ જ સત્ય છે. 

- તત્વચિંતક વી પટેલ