Magazines

અધ્યાત્મ ચિંતન .

By GS TEAM
28 Jan 20263 mins read
અધ્યાત્મ ચિંતન                            .

અત્યારે આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ. જેમાં ખૂબ આર્થિક વિષમતા છે. ૯૯ ટકા લોકો પાસે જેટલી સંપત્તિ છે એટલી જ સંપત્તિ બાકીના  ૧ ટકા લોકો પાસે છે. આથી કરચોરો પર લગામ કસવી જોઈએ. સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવી સેવાઓ બધાને મફત મળવી જોઈએ. શ્રમિકો ઉપર તો કર ઘટાડીને મૂડીપતિઓ પર વધારવો જોઈએ. શ્રમિકોનું ન્યૂનતમ વેતન નક્કી કરીને તેનો કડકાઈથી અમલ કરાવવો જોઈએ.

આજે પરિવારો તૂટી રહ્યા છે અને લોકો પોતાની જવાબદારીઓથી દૂર ભાગી રહ્યા છે. સંયુક્ત પરિવારોની પરંપરા ધ્વસ્ત થઈ રહી છે. માતા-પિતા વૃધ્ધાવસ્થામાં નિરાધાર થઈ રહ્યાં છે. ફલેટસમાં એકલ પરિવારો રહે છે. બાળકો માતા-પિતાના પ્રેમ માટે તરસે છે. 

- સુખી થવા ઈચ્છનાર માણસે ઈર્ષ્યા, દ્વેષ, કલહ, કલેશ, કામનાઓ, લોભ અહંકાર વગેરે દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ.

- મહર્ષિ વેદવ્યાસ કહે છે કે જે રીતે ગંગા શરીરમાં પાપોને ધોઈ નાખે છે એ જ રીતે ગાયત્રીરૂપી બ્રહ્મગંગામાં સ્નાન કરવાથી આત્મ પવિત્ર થઈ

જાય છે.

- શ્રી રામ શર્મા આચાર્યએ કહ્યું- યજ્ઞાનો અર્થ ફક્ત અગ્નિકુંડમાં ધી અને અન્ય સામગ્રીની આહુતિ આપવી તે જ નથી. આ તો યજ્ઞા નો એક અર્થ થયો. વ્યાપક અર્થ તો પોતાના સમગ્ર જીવનને જ યજ્ઞામય બનાવી લેવાથી છે. તન, મન, ધનથી પરોપકાર કરવો જ સાચો યજ્ઞા છે.

- બુરાઈઓને છોડવી અંત: કરણની અશાંતિને દૂર ભગાવે છે. નિ:સ્વાર્થ પ્રેમમાં જ શાંતિ છે, પ્રસન્નતા છે. અમરતા છે અને પવિત્રતા છે.

- your Future depends on many things, but mostly on you.

- આજની પરિસ્થિતિ એટલી બધી વિષમ અને ભયંકર છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થઈ જાય એના વિશે કંઈ કહી શકાય નહિ. એના અનેક કારણો હોઈ શકે, પરંતુ જો હવે થોડીક પણ અસાવધાની કે ગેરસમજ થઈ જાય તો સમગ્ર માનવજાત ધરતી પરથી નષ્ટ થઈ જશે આથી એવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાંથી માનવજીવને બચાવવા માટે નક્કર અને સચોટ ઉપાયો કરવા પડશે.

ભોગવાદી તથા ભૌતિકવાદી વિચારો ધરાવતા લોકોના કારણે જ આજની વિષમ અને ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આથી સ્વાર્થ તથા સંકુચિતતા છોડીને બધાએ આ ભયંકર સ્થિતિને દૂર કરવા માટે આગળ આવવું જોઈએ.

- ભક્તિનો અર્થ છે પ્રેમ, સેવા, ઉદારતા, પવિત્રતા ભક્તિનું સ્વરૂપ છે સમર્પણ.

- તુલસીદાસજી કહે છે : આ જગતમાં ધન, યૌવન ગામ અને ધામ કશું ય રહેવાનું નથી, અંતમાં બધું જ નાશ પામવાનું છે, માટે જગતમાં આવીને કોઈ પણ માણસનું કામ કરી દે. (પરોપકાર કર) જેથી તારો જશ જગતમાં કાયમ રહે.

- યોગાસન, સૂર્યનમસ્કાર નિયમિત કરવાથી સ્વાસ્થયમાં પ્રગતિ થાય છે. જો શરીરનું વજન વધારે હોય તો નિયમિત વ્યાયામ રકો. જો શરીરનું વજન ૧૦ ટકા જેટલું ઘટે તો એનાથી કોલેસ્ટ્રોલ તથા લોહીનું દબાણ ઘટે છે. શ્રી રામ શર્મા આચાર્ય એ કીધું કે - જેમનું શરીર સ્વસ્થ છે. હ્ય્દય ઉદાર છે અને મન પવિત્ર છે ખરા અર્થમાં તે જ ધનવાન છે.

- તુલસીદાસજી કહે છે : શરીર, મન અને વાણીથી જે સંત પુરુષ કોઈને પણ દુ:ખ આપતો નથી તે આ જગતમાં રામરૂપ જ છે અર્થાત્ પ્રભુતુલ્યં જ છે.

- પુત્ર તો કેવળ કુળને તારે છે. પુત્રી લાયક હોય તો પિતાનું પતિનું બંને કુળ તારે છે.

- કાલનું કરેલું કાર્ય, આજનું ભાગ્ય.

- જયેન્દ્ર ગોકાણી