Magazines

ચોમાસામાં પાલતું પ્રાણીઓની વિશેષ જાળવણી

By GS TEAM
21 Jul 20253 mins read
ચોમાસામાં પાલતું પ્રાણીઓની વિશેષ જાળવણી

- આ ઋતુમાં પ્રાણીઓને પણ માનવીઓની જેમ બીમારી થવાની વધારે શક્યતા રહે છે

છેલ્લા કેટલાક સમયથી ધોધમાર ચોમાસું બેસી ગયું છે. આ ઋતુમાં માનવીઓને જાતજાતના ઇન્ફેક્શન અને જીવાણુઓને કારણે બીમારી થવાની શક્યતા વધી જાય છે એટલે ખાવા-પીવાથી માંડીને સ્વચ્છતાના મુદ્દે વિશેષ કાળજી લેવાની જરૂર પડે છે. માનવીઓની જેમ જ ચોમાસામાં પાલતુ પ્રાણીઓનો વિશેષ જાળવણી જરૂરી બની જાય છે કારણ કે આ ઋતુમાં પ્રાણીઓને પણ માનવીઓની જેમ બીમારી થવાની વધારે શક્યતા રહે છે. ચોમાસામાં પાલતુ પ્રાણીઓને સૌથી વધારે ત્વચાના ચેપની સમસ્યા સતાવે છે. આ સંજોગોમાં પ્રાણીઓને ચોમાસામાં ત્વચાનો ચેપ ન લાગે એ માટે તેમને હંમેશા સ્વચ્છ અને સુકા રાખવા જોઈએ તેમજ વરસાદમાં તેને બહાર કાઢવાનું ટાળવું જોઈએ.

ચોમાસાની ઋતુમાં પાલતુ પ્રાણીઓની જાળવણી વિશે વાત કરતા એક પ્રાણીઓના તબીબ કહે છે કે ''ભેજના કારણે પ્રાણીઓના ફર અને ત્વચામાં ખંજવાળ આવવા લાગે છે જેના કારણે તેઓ પોતાના એ હિસ્સાને વસ્તુઓ સાથે ઘસીને ખંજવાળવાનું પસંદ કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ત્વચા પર નાના-નાના ઘા પડી જાય છે જેના કારણે ત્વચા પર ફુગ અને બેકટેરિયાનો ચેપ લાગી શકે છે. આવા ઘામાં ઘણીવાર નાની જીવાત થઈ જાય છે અને જે પુરતું ધ્યાન રાખવામાં ન આવે તો પરિસ્થિતિ વધારે વકરે છે. આ  કારણોસર જો પ્રાણીને લઈને ફરવા નીકળો તો પાછા આવીને એને બરાબર સાફ કરીને સુકવવાનું ન ભુલો. જો રસ્તા પરના ખુલ્લા ખાબોચીયામાં ઉંદ૨નું મુત્ર શ્ ભળેલું હોય તો પાલતુ પ્રાણીને લેપ્ટોસ્પાયરોસીસ ક થઈ  શકે છે. આવું ન થાય એ માટે પ્રાણીઓને ૯ આગોતરી જ તમામ રસી મુકાયેલી હોવી જરૂરી છે.'' 

એક ટોચના પ્રાણીઓના ડોક્ટર ચોમાસામાં અને અન્ય ઋતુમાં પાલતુ પ્રાણીઓની સંભાળ રાખવાની નિયમો વિશે વાત કરતા કહે છે કે સે પાલતુ પ્રાણીની નાના બાળકની જેમજ સંભાળ શખવી પડેછે, અને ફરવા લઈ જવામાં આવે ત્યારે એ મશરૂમ કે નકામી વનસ્પતિ ખાઈ ન લે એની કાળજી લેવી જોઈએ કારણ કે આનાથી ઉલ્ટી અને મેં અતિસાર જેવી બીમારીઓ થઈ શકે છે. કૂતરાઓને ચોમાસામાં કાનમાં ચેપ લાગવાની મહત્તમ શક્યતા હોય છે કારણ કે એના કાનની રચના જ એવી છે કે એમાં વરસાદનું પાણી સીધું દાખલ થઈ શકે છે. આ ચેપને કારણે કાનમાં ફુગ થાય છે પરિણામે એમાંથી ખરાબ વાસ આવે છે. આ સમસ્યાથી બચવા માટે એને રેઇનવેર પહેરાવવાનો વિકલ્પ ઉત્તમ છે. ઘણી વ્યક્તિઓને પોતાના પાલતુ પ્રાણીઓને કારણ વગર નવડાવ્યા કરવાનો શોખ  હોય છે, પણ વધારે પડતા સાબુ અને શેમ્પુના સંપર્કમાં આવવાથી તેમની ત્વચાની સ્નિગ્ધતા ઓછી થઈજાય છે અને ત્વચાને બેકટેરિયા અને ફુગનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.''

ચોમાસાની પાલતુ પ્રાણીઓના સ્વભાવ પર પડતી અસર વિશે વાત કરતા એક વિશેષજ્ઞા કહે છે કે ''બધા પ્રાણીઓને વરસાદ પસંદ નથી એટલે પાલતુ પ્રાણીને વરસાદમાં બહાર કાઢતા પહેલાં એની લાક્ષણિકતાને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. વરસાદને કારણે જોકે ક્યારેય પ્રાણીના મૂડને સીધી અસર નથી પહોંચતી પણ એના દૈનિક ક્રિયામાં વિક્ષેપ પડતો હોવાના કારણે એનામાં ક્યારેક ડિપ્રેશન કે અધીરાઈના લક્ષણો જોવા મળે છે.''

પાલતુ પ્રાણીઓના માલિકો માટે કેટલીક ટિપ્સ

* બહાર જ્યારે વીજળી ચમકતી હોય કે ગાજવીજ થતી હોય ત્યારે પાલતુ પ્રાણીઓને બહાર ન કાઢવા જોઈએ કારણ કે આવા વાતાવરણમાં તેમને બીક લાગે છે જેના પરિણામે ક્યારેક તેમના વર્તનમાં ફેરફાર આવી શકે છે.

* પ્રાણીઓનો સમયાંતરે જંતુમુક્ત બનાવવા જોઈએ. આ પ્રક્રિયા ચોમાસામાં તો બહુ જરૂરી છે કારણ કે આ સમયગાળામાં તેમને પેટનો ચેપ ૩ લાગવાની મહત્તમ શક્યતા હોય છે.

* પ્રાણીઓને લેપ્ટોસ્પાયરોસીસ જેવા રોગથી બચાવવા તેમનું રસીકરણ કરવું જોઈએ.

* જો પ્રાણીની શ્વાસ લેવાની પદ્ધતિ કે સામાન્ય હિલચાલમાં થોડો ફરક દેખાય તો પણ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ કારણ કે ઘણીવાર ચેપને પહેલી નજરે પકડી નથી શકાતો.

* તમારા પાલતું પ્રાણી માટે સારા ગુણવત્તાસભર ઇનવેરનો વપરાશ કરો. આ રેઇનવેર માત્ર સ્ટાઇલ માટે નથી, પણ જરૂરિયાત છે.

* પ્રાણીના બાવા પીવાના વારાણી સ્વચ્છ હોય એની કાળજી રાખો.

* પ્રાણી જ્યાં  રહેતું હોય એ વિસ્તાર જંતુમુક્ત રાખો કારણ કેચોમાસમાં ભેજને કારણે આ વિસ્તારમાં ક્યારેક બીજા જીવજંતુઓ આવી જતા હોય છે.